બૂટલેગરની બર્થડે ઉજવણીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર પાંચની ધરપકડ

 વડોદરા,વાઘોડિયારોડ પર પ્રભાતનગરના નાકે જાહેરમાં મોડી રાત્રે કેક કાપી ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતા બૂટલેગર અને તેના સાગરિતોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જ ેગુનામાં પોલીસે બૂટેલગર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.બાપોદ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં પોલીસ જવાનો રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રભાતનગરના નાકે જાહેરરોડ પર ઉભેલા ટોળાની વચ્ચે શિવમ લખેલી કેક ટેબલ પર ગોઠવેલી હતી અને ૨૦થી ૨૫નું ટોળું બૂમાબૂમ કરી ફટાકડા ફોડતું  હતું. પોલીસે આવું કૃત્ય નહી કરવા સમજાવતાં તેઓએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી.  આ બનાવમાં બાપોદ પોલીસ સ્ટેશનના  પી.આઇ. એમ.આર. સંગાડાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (૧) શિવમ જતિનભાઇ કહાર (૨) નરેશ ઉર્ફે લાલી શિવાભાઇ કહાર (૩) હર્ષ નરેશભાઇ કહાર (૪) આદર્શ નરેશભાઇ કહાર ( તમામ રહે. ચંદ્રનગર સોસાયટી, વાઘોડિયા રોડ) તથા (૫) અહેમદ ઇસ્માઇલભાઇ સૈયદ ( રહે. શાલિમાર ફ્લેટ, આજવા રોડ)નો સમાવેશ થાય છે.  પોલીસ સાથે માથાકૂટ કરનાર આરોપીઓને  ઉભા પગે બેસાડી તેઓની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.

બૂટલેગરની બર્થડે ઉજવણીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર પાંચની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,વાઘોડિયારોડ પર પ્રભાતનગરના નાકે જાહેરમાં મોડી રાત્રે કેક કાપી ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતા બૂટલેગર અને તેના સાગરિતોએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. જ ેગુનામાં પોલીસે બૂટેલગર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

બાપોદ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનમાં પોલીસ જવાનો રાત્રે પેટ્રોલિંગમાં હતા ત્યારે પ્રભાતનગરના નાકે જાહેરરોડ પર ઉભેલા ટોળાની વચ્ચે શિવમ લખેલી કેક ટેબલ પર ગોઠવેલી હતી અને ૨૦થી ૨૫નું ટોળું બૂમાબૂમ કરી ફટાકડા ફોડતું  હતું. પોલીસે આવું કૃત્ય નહી કરવા સમજાવતાં તેઓએ પોલીસ સાથે માથાકૂટ કરી હતી.  આ બનાવમાં બાપોદ પોલીસ સ્ટેશનના  પી.આઇ. એમ.આર. સંગાડાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (૧) શિવમ જતિનભાઇ કહાર (૨) નરેશ ઉર્ફે લાલી શિવાભાઇ કહાર (૩) હર્ષ નરેશભાઇ કહાર (૪) આદર્શ નરેશભાઇ કહાર ( તમામ રહે. ચંદ્રનગર સોસાયટી, વાઘોડિયા રોડ) તથા (૫) અહેમદ ઇસ્માઇલભાઇ સૈયદ ( રહે. શાલિમાર ફ્લેટ, આજવા રોડ)નો સમાવેશ થાય છે.  પોલીસ સાથે માથાકૂટ કરનાર આરોપીઓને  ઉભા પગે બેસાડી તેઓની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.