ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મેદાને આવ્યો

તાલાલાના સમસ્ત દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવ્યું રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા આવેદન પાઠવ્યું ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મેદાને આવ્યો છે. જેમાં ગીર સોમનાથમાં તાલાલાના સમસ્ત દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવ્યું છે. તેમજ પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા આવેદન પાઠવ્યું છે. અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારેલ પરશોત્તમ રૂપાલાએ ગોંડલ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારેલ હતા. જેમાં પરશોત્તમ રૂપાલાએ ગોંડલ કાર્યક્રમમાં તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે હું જે કાર્યક્રમમાં ગયો હતો તે કોઈ કામનો ન હતો. અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ મેદાને આવ્યો છે.રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની મુશ્કેલી સતત વધી રહી છે. રાજપૂત સમાજને લઈ કરેલા નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગી હતી તેમ છતા વિવાદ યથાવત છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ બાદ વધુ એક સમાજ નારાજ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે.  

ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મેદાને આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાલાલાના સમસ્ત દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવ્યું
  • રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ
  • એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા આવેદન પાઠવ્યું
ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ પરશોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મેદાને આવ્યો છે. જેમાં ગીર સોમનાથમાં તાલાલાના સમસ્ત દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવ્યું છે. તેમજ પરશોત્તમ રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા આવેદન પાઠવ્યું છે.

અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારેલ
પરશોત્તમ રૂપાલાએ ગોંડલ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારેલ હતા. જેમાં પરશોત્તમ રૂપાલાએ ગોંડલ કાર્યક્રમમાં તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે હું જે કાર્યક્રમમાં ગયો હતો તે કોઈ કામનો ન હતો. અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ મેદાને આવ્યો છે.

રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ
રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરશોત્તમ રુપાલાની મુશ્કેલી સતત વધી રહી છે. રાજપૂત સમાજને લઈ કરેલા નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. જેમાં પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગી હતી તેમ છતા વિવાદ યથાવત છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ બાદ વધુ એક સમાજ નારાજ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રુપાલા સામે અનુસૂચિત જાતિ સમાજના અપમાનનો આરોપ લાગ્યો છે.