ગુજરાતમાં હુક્કાબારને લઈ શું હતા નિયમો વાંચો એક કલિક પર આર્ટીકલ

ગુજરાતમાં મોટા શહેરોમાં ધમ-ધમી રહ્યાં છે ગેરકાયદેસર હુક્કાબારો હર્બલ ફલેવરના નામે નાર્કોટીકસ ફલેવરનો ઉપયોગ કરી પિરસાય છે હુક્કો ગેરકાયદેસર હુક્કાબાર સામે પોલીસને ચાંપતી નજર ગુજરાતનું યુવાધન દિવસેને દિવસે નશાના મુખમાં ધકેલાઈ રહ્યું છે,ગુજરાત હાઈકોર્ટે એક હુકમ જાહેર કર્યો હતો જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ચાલતા તમામ હુક્કાબારને તાત્કાલિક ધોરણથી પ્રતિબંધ લગાવવાનો પોલીસને આદેશ કરાયો હતો,જયારે હુક્કાબાર ગુજરાતમાં ધમધમતા હતા તે સમયે કેટલાક નિયમો હતા,અને તે નિયમોને આધીન હુક્કાબારમાં પ્રવેશ મળતો હતો,જાણો શું હતા નિયમો.ગુજરાતમાં હુક્કાને લગતા નિયમ પર નજર વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી,જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો.બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો.જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કા વેચતા પોલીસ હરકતમાં આવી છે. હુક્કાબારના પ્રવેશને લઈ નિર્ણય 1 - 18 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યકિતને હુક્કાબારમાં પ્રવેશ મળી શકતો હતો 2- પ્રવેશ મેળવવા માટે તમારે હુક્કાબારના રજીસ્ટરમાં નોંધણી કરી તમારૂ ઓળખપત્ર આપવાનું રહેતું હોય છે 3 - હુક્કાબારમાં જે રજીસ્ટર હોય છે તેને જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે ચકાસવાનો હુકમ હોય છે 4 - 18 વર્ષથી ઓછી ઉંમરનો વ્યકિત હુક્કાબારમાંથી ઝડપાય તો તેની સામે કોર્ટ કેસ થઈ શકે છે. 5 - કોર્ટ કેસમાં કોર્ટ જે તે વ્યકિતને સજા અથવા દંડની રકમ વસૂલી શકે છે. 6 - હુક્કાબાર ખોલવું હોય તો જે તે પોલીસ સ્ટેશનમાંથી પરમિશન મેળવવાની હોય છે અને તે પરમિશન એક વર્ષ પછી રિન્યું કારાવાની રહેતી હોય છે. 7 - જો તમને પોલીસે પરમિશન આપી હોય અને તેમાં કોઈ ખામી દેખાય તો તે પરમિશન રદ કરવાનો પાવર પોલીસ કમિશનર પાસે રહેતો હોય છે. 8 - હુક્કામાં ખાસ જે ફલેવર વપરાય છે તેમાં 0.5%થી વધુ નાર્કોટિકસ ના હોવું જોઈએ અને જો તેનાથી વધારે નાર્કોટિકસ ફલેવરમાં ઝડપાય તો જે તે માલિક સામે ગુનો નોંધાઈ શકે છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ પડી વર્ષ 2024 - 4 એપ્રિલ અમદાવાદમાં હુક્કાબારમાં PCBએ દરોડા પાડયા છે. જેમાં સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે. બિગ ડેડી હુક્કા બારમાં રેડ કરાઇ છે. તેમાં સરખેજમાં PCBએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે.જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ના થતા હુક્કાબારના માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ એનસી ફરિયાદ દાખલ કરી 19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વર્ષ 2022 - 19 જુન અમદાવાદમાં સરખેજ પોલીસ અને જીડી વિજિલન્સની ટીમે હુક્કાબાર પર દરોડા પાડીને કાર્યવાહી હાથધરી હતી. સેક્રેડ નાઈન હુક્કાબારમાં પાડવામાં આવેલા દરોડામાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં પકડાયા હતા.અમદાવાદમાં શહેરમાં શંકાસ્પદ લાગતા હુક્કાબાર પર તેમજ હર્બલ હુક્કાબારના નામે નિકોટિન હુક્કાબાર ચલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરખેજ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી. વર્ષ 2022 - 17 સપ્ટેમ્બર અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડયા હતા. બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાતમાં હુક્કાબારને લઈ શું હતા નિયમો વાંચો એક કલિક પર આર્ટીકલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં મોટા શહેરોમાં ધમ-ધમી રહ્યાં છે ગેરકાયદેસર હુક્કાબારો
  • હર્બલ ફલેવરના નામે નાર્કોટીકસ ફલેવરનો ઉપયોગ કરી પિરસાય છે હુક્કો
  • ગેરકાયદેસર હુક્કાબાર સામે પોલીસને ચાંપતી નજર 

ગુજરાતનું યુવાધન દિવસેને દિવસે નશાના મુખમાં ધકેલાઈ રહ્યું છે,ગુજરાત હાઈકોર્ટે એક હુકમ જાહેર કર્યો હતો જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ચાલતા તમામ હુક્કાબારને તાત્કાલિક ધોરણથી પ્રતિબંધ લગાવવાનો પોલીસને આદેશ કરાયો હતો,જયારે હુક્કાબાર ગુજરાતમાં ધમધમતા હતા તે સમયે કેટલાક નિયમો હતા,અને તે નિયમોને આધીન હુક્કાબારમાં પ્રવેશ મળતો હતો,જાણો શું હતા નિયમો.

ગુજરાતમાં હુક્કાને લગતા નિયમ પર નજર

વિજય રૂપાણી સરકારે હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો.વર્ષ 2016માં વટહૂકમ બહાર પાડી દંડની જોગવાઈ કરાઈ હતી,જેમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાને 3 વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઇ પણ કરવામાં આવી હતી.COTPA (Cigarettes and Other Tobacco Products Act) 2003માં સુધારો કરીનો આ નવો કાયદો બનાવવામાં આવ્યો હતો.બાદમાં ગુજરાત સરકારે COTPAમાં હુક્કાનો સમાવેશ કર્યો.જો કે હુક્કા સંચાલકોએ ગુજરાત હાઇકોર્ટમાંથી હર્બલ હુક્કા માટેની મંજૂરી લીધી હતી, પણ હવે હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કા વેચતા પોલીસ હરકતમાં આવી છે.

હુક્કાબારના પ્રવેશને લઈ નિર્ણય

1 - 18 વર્ષની ઉંમરના કોઈ પણ વ્યકિતને હુક્કાબારમાં પ્રવેશ મળી શકતો હતો

2- પ્રવેશ મેળવવા માટે તમારે હુક્કાબારના રજીસ્ટરમાં નોંધણી કરી તમારૂ ઓળખપત્ર આપવાનું રહેતું હોય છે

3 - હુક્કાબારમાં જે રજીસ્ટર હોય છે તેને જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે ચકાસવાનો હુકમ હોય છે

4 - 18 વર્ષથી ઓછી ઉંમરનો વ્યકિત હુક્કાબારમાંથી ઝડપાય તો તેની સામે કોર્ટ કેસ થઈ શકે છે.

5 - કોર્ટ કેસમાં કોર્ટ જે તે વ્યકિતને સજા અથવા દંડની રકમ વસૂલી શકે છે.

6 - હુક્કાબાર ખોલવું હોય તો જે તે પોલીસ સ્ટેશનમાંથી પરમિશન મેળવવાની હોય છે અને તે પરમિશન એક વર્ષ પછી રિન્યું કારાવાની રહેતી હોય છે.

7 - જો તમને પોલીસે પરમિશન આપી હોય અને તેમાં કોઈ ખામી દેખાય તો તે પરમિશન રદ કરવાનો પાવર પોલીસ કમિશનર પાસે રહેતો હોય છે.

8 - હુક્કામાં ખાસ જે ફલેવર વપરાય છે તેમાં 0.5%થી વધુ નાર્કોટિકસ ના હોવું જોઈએ અને જો તેનાથી વધારે નાર્કોટિકસ ફલેવરમાં ઝડપાય તો જે તે માલિક સામે ગુનો નોંધાઈ શકે છે

ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ગેરકાયદેસર હુક્કાબારમાં રેડ પડી

વર્ષ 2024 - 4 એપ્રિલ

અમદાવાદમાં હુક્કાબારમાં PCBએ દરોડા પાડયા છે. જેમાં સરખેજના બિગ ડેડી હુક્કાબારમાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે. બિગ ડેડી હુક્કા બારમાં રેડ કરાઇ છે. તેમાં સરખેજમાં PCBએ દરોડા પાડી નિકોટીન અને ફ્લેવરના પેકેટ કબ્જે કર્યા છે.જેમાં હુક્કાબારને લગતા 19 નિયમોનું પાલન ના થતા હુક્કાબારના માલિક હિમાંશુ રાવળ વિરુદ્ધ એનસી ફરિયાદ દાખલ કરી 19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વર્ષ 2022 - 19 જુન

અમદાવાદમાં સરખેજ પોલીસ અને જીડી વિજિલન્સની ટીમે હુક્કાબાર પર દરોડા પાડીને કાર્યવાહી હાથધરી હતી. સેક્રેડ નાઈન હુક્કાબારમાં પાડવામાં આવેલા દરોડામાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં પકડાયા હતા.અમદાવાદમાં શહેરમાં શંકાસ્પદ લાગતા હુક્કાબાર પર તેમજ હર્બલ હુક્કાબારના નામે નિકોટિન હુક્કાબાર ચલાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરખેજ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.

વર્ષ 2022 - 17 સપ્ટેમ્બર

અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે. હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડયા હતા. બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો હતો.