Vadodara News : MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓએ પ્રવેશને લઈ લગાવ્યા પોસ્ટરો

સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડતા રોષ પોસ્ટરમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગ શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજાના પોસ્ટર MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ મુદ્દે મામલો ગરમાયો છે.સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.MS યુનિવર્સિટીના બોર્ડ પર પોસ્ટર લગાવ્યા છે.પોસ્ટરોમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ આપવા માંગ કરાઈ છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પોસ્ટરો લાગ્યા છે.વિધાર્થીઓના સપોર્ટમાં ABVP પણ ઉતરી આવ્યું છે.વિદ્યાર્થી પરિષદે પણ લગાવ્યા છે પોસ્ટર,પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ રોષ જોવા મળ્યો છે. સ્થાનિક વિધાર્થીઓ મૂકાયા મૂંઝવણમાં આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને પગલે એમ. એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે. સ્થાનિક 70 ટકા વિધાર્થીઓને નહી લેવા પ્રથમ વર્ષમાં વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં તે બાબતે પહેલેથી જ અનિશ્ચિતતા હતી. આ સંજોગોમાં હવે યુનિ. સત્તાધીશો દ્વારા વડોદરાના સ્થાનિક 70% વિદ્યાર્થીઓને લેવાનો ક્રાઇટેરિયા કાઢીને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે તે પ્રકારની સિસ્ટમ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં પ્રવેશ લેવા માટે જવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અગામી સમયમાં થઈ શકે છે આંદોલન MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા આગામી દિવસોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં 70% અનામતના મુદ્દે મોટું આંદોલન થાય તેવા એંધાણ થઈ રહ્યા છે.  

Vadodara News : MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓએ પ્રવેશને લઈ લગાવ્યા પોસ્ટરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડતા રોષ
  • પોસ્ટરમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માંગ
  • શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજાના પોસ્ટર

MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ મુદ્દે મામલો ગરમાયો છે.સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે.MS યુનિવર્સિટીના બોર્ડ પર પોસ્ટર લગાવ્યા છે.પોસ્ટરોમાં સ્થાનિક વિધાર્થીઓને પ્રવેશ આપવા માંગ કરાઈ છે.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પોસ્ટરો લાગ્યા છે.વિધાર્થીઓના સપોર્ટમાં ABVP પણ ઉતરી આવ્યું છે.વિદ્યાર્થી પરિષદે પણ લગાવ્યા છે પોસ્ટર,પ્રવેશની ટકાવારી ઘટાડી હોવાની વાતને લઈ રોષ જોવા મળ્યો છે.

સ્થાનિક વિધાર્થીઓ મૂકાયા મૂંઝવણમાં

આ વર્ષે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરા બહાર જવું પડે તેવા સંજોગો સર્જાયા છે, કારણ કે, એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓનો ક્રાઇટેરિયા કાઢી નાખવાની હિલચાલ શરૂ થઈ છે, જેને પગલે એમ. એસ. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો છે.


સ્થાનિક 70 ટકા વિધાર્થીઓને નહી લેવા

પ્રથમ વર્ષમાં વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે નહીં તે બાબતે પહેલેથી જ અનિશ્ચિતતા હતી. આ સંજોગોમાં હવે યુનિ. સત્તાધીશો દ્વારા વડોદરાના સ્થાનિક 70% વિદ્યાર્થીઓને લેવાનો ક્રાઇટેરિયા કાઢીને અન્ય શહેરોના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકે તે પ્રકારની સિસ્ટમ શરૂ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં પ્રવેશ લેવા માટે જવું પડે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

અગામી સમયમાં થઈ શકે છે આંદોલન

MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં 'હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું. મારે પણ એમ.એસ. યુનિવર્સિટીમાં ભણવું છે, શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, રાજા દ્વારા યુનિવર્સિટીની અપાયેલી ભેટ, છતાં સત્તાધીશો ધારા વિદ્યાર્થીઓને સજા' પોસ્ટર લાગતા આગામી દિવસોમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશમાં 70% અનામતના મુદ્દે મોટું આંદોલન થાય તેવા એંધાણ થઈ રહ્યા છે.