Rajkot: ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક

રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આંદોલનને લઈને બેઠક બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર ઉપસ્થિતપરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને રાજકોટનાકાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર ઉપસ્થિત રહ્યા છે.મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય આંદોલનને બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ રૂપાલાના વાણીવિલાસને લઇ ચર્ચા કરી હતી. આ સાથે પરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિત ભાજપના અગ્રણીઓ, રાજકોટ શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપ ના હોદ્દેદારો અને સંગઠન ના મુખ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાવિરમગામ ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ કરાયો અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ કરાયો છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામમાં ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો. તેમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરાની હાજરીમાં રૂપાલાનો વિરોધ થયો છે. જેમાં વેપારીઓ, પ્રબુદ્ધ નાગરીકોની સભામાં આવેલા 8 થી 10 યુવકોએ સભામાં નારા લગાવ્યા હતા.ચાલુ સભામાં 8 થી 10 જેટલા યુવકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા ચાલુ સભામાં 8 થી 10 જેટલા યુવકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા છે. જેથી નારા લગાવતા 10 જેટલા યુવકોની પોલીસે અટકાયત કરી છે. અગાઉ કચ્છમાં રૂપાલાનો વિરોધ આ રીતે જોવા મળ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના પ્રવાસ દરમિયાન લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રૂપાલા હાય હાય અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. તો સોશિયલ મીડિયામાં વિરોધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ક્ષત્રિય સમાજના લોકો પણ ભાજપના ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવાર સામે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ભાજપના પ્રવેશ નિષેધના બેનર પણ લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના ગામોમાં ચૂંટણી બહિષ્કાર સહિતના સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

Rajkot: ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળી બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આંદોલનને લઈને બેઠક 
  • બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર ઉપસ્થિત
  • પરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસ

ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને રાજકોટનાકાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર ઉપસ્થિત રહ્યા છે.

મળતી માહિતી મુજબ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોટલમાં BJP સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ક્ષત્રિય આંદોલનને બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ રૂપાલાના વાણીવિલાસને લઇ ચર્ચા કરી હતી. આ સાથે પરસોતમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિત ભાજપના અગ્રણીઓ, રાજકોટ શહેર અને જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપ ના હોદ્દેદારો અને સંગઠન ના મુખ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

વિરમગામ ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ કરાયો

અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ કરાયો છે. જેમાં સુરેન્દ્રનગર લોકસભા સમાવિષ્ટ વિરમગામમાં ભાજપની સભામાં રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો. તેમાં સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઇ શિહોરાની હાજરીમાં રૂપાલાનો વિરોધ થયો છે. જેમાં વેપારીઓ, પ્રબુદ્ધ નાગરીકોની સભામાં આવેલા 8 થી 10 યુવકોએ સભામાં નારા લગાવ્યા હતા.

ચાલુ સભામાં 8 થી 10 જેટલા યુવકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા

ચાલુ સભામાં 8 થી 10 જેટલા યુવકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા છે. જેથી નારા લગાવતા 10 જેટલા યુવકોની પોલીસે અટકાયત કરી છે. અગાઉ કચ્છમાં રૂપાલાનો વિરોધ આ રીતે જોવા મળ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના પ્રવાસ દરમિયાન લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રૂપાલા હાય હાય અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. તો સોશિયલ મીડિયામાં વિરોધનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ

પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ક્ષત્રિય સમાજના લોકો પણ ભાજપના ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવાર સામે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ભાજપના પ્રવેશ નિષેધના બેનર પણ લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના ગામોમાં ચૂંટણી બહિષ્કાર સહિતના સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.