Dabhoi: ડભોઇ ખાતે BOBમાંથી ભેજાબાજે ચેક પાસ કરાવી નાણાં ચાઉં કર્યાં

ખોટી સહીથી ચેકો પાસ કરાવીને રૂા.11. 33 લાખની ઉચાપતશાખા દ્વારા પોલીસ ફરિયાદ કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો ખોટી સહી કરીને જુદા જુદા સ્થળેથી ચેકો ક્લિયરિંગમાં નાખ્યા હતાડભોઇ નગરમાં બેન્ક ઓફ્ બરોડાની શાખામાંથી ભેજાબાજ દ્વારા બેન્ક ગ્રાહકોના ચેકો મેળવી લીધા બાદ ચેકો ઉપર ખોટી સહીઓ કરીને ડભોઇની શાખામાં આ ખોટી સહીથી ચેકો પાસ કરાવીને રૂા.11. 33 લાખની ઉચાપત કરી હોવાની ફીરયાદ નોંધાઇ છે.ડભોઇ ઝારોલા વાગામાં રહેતા અતુલભાઇ નવનીતભાઈ ગાંધી દ્વારા ફીરયાદ આપતા જણાવ્યું હતું કે, તેઓ ડભોઇની સંગીત શાળા આદર્શ કલા નીકેતનની સંસ્થાનું ખાતું હતું. બેન્ક ઓફ્ બરોડા તેમજ અન્ય રમણીક રતિલાલ શાહ ગીતાબેન રમણીકલાલ તથા શર્મિષ્ઠાબેન કે શાહના ખાતા આ શાખામાં હતા. સપ્ટેમ્બર 2023થી કે 16 ડિસેમ્બર દરમિયાન ટુકડે ટુકડે કેટલાક ભેજાબાજ દ્વારા ખોટી સહી કરીને જુદા જુદા સ્થળેથી ચેકો ક્લિયરિંગમાં નાખ્યા હતા. સંસ્થાએ આ ચેકો ખોટી સહી હોવા છતાં પાસ કરી દેવાતા આ તમામ ખાતા ગ્રાહકોમાંથી રૂા.11.33 લાખ ચેક ક્લિયરિંગ દ્વારા ઉપડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બેન્ક ઓફ્ બરોડાની શાખામાંથી ઉચાપત કરનાર અને ચેકમાં ખોટી સહીઓ કરી પૈસા ઉપાડી લેનાર ચાર આરોપીના નામ જણાવ્યા મુજબ એક ગાંધીનગર ખાતે સીલીકોટા વિસ્તારમાં રહેતા સંદીપકુમાર, બીજો એસ કે એન્ટરપ્રાઇઝના માલિક, ત્રીજો કરણ દીપક ભટ્ટ અને ચોથો કેતુ એકઝીમ પ્રા. લિ.ના માલિક સામે ખોટી સહીથી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવા અંગે ડભોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

Dabhoi: ડભોઇ ખાતે BOBમાંથી  ભેજાબાજે ચેક પાસ કરાવી નાણાં ચાઉં કર્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખોટી સહીથી ચેકો પાસ કરાવીને રૂા.11. 33 લાખની ઉચાપત
  • શાખા દ્વારા પોલીસ ફરિયાદ કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો
  • ખોટી સહી કરીને જુદા જુદા સ્થળેથી ચેકો ક્લિયરિંગમાં નાખ્યા હતા

ડભોઇ નગરમાં બેન્ક ઓફ્ બરોડાની શાખામાંથી ભેજાબાજ દ્વારા બેન્ક ગ્રાહકોના ચેકો મેળવી લીધા બાદ ચેકો ઉપર ખોટી સહીઓ કરીને ડભોઇની શાખામાં આ ખોટી સહીથી ચેકો પાસ કરાવીને રૂા.11. 33 લાખની ઉચાપત કરી હોવાની ફીરયાદ નોંધાઇ છે.

ડભોઇ ઝારોલા વાગામાં રહેતા અતુલભાઇ નવનીતભાઈ ગાંધી દ્વારા ફીરયાદ આપતા જણાવ્યું હતું કે, તેઓ ડભોઇની સંગીત શાળા આદર્શ કલા નીકેતનની સંસ્થાનું ખાતું હતું. બેન્ક ઓફ્ બરોડા તેમજ અન્ય રમણીક રતિલાલ શાહ ગીતાબેન રમણીકલાલ તથા શર્મિષ્ઠાબેન કે શાહના ખાતા આ શાખામાં હતા. સપ્ટેમ્બર 2023થી કે 16 ડિસેમ્બર દરમિયાન ટુકડે ટુકડે કેટલાક ભેજાબાજ દ્વારા ખોટી સહી કરીને જુદા જુદા સ્થળેથી ચેકો ક્લિયરિંગમાં નાખ્યા હતા. સંસ્થાએ આ ચેકો ખોટી સહી હોવા છતાં પાસ કરી દેવાતા આ તમામ ખાતા ગ્રાહકોમાંથી રૂા.11.33 લાખ ચેક ક્લિયરિંગ દ્વારા ઉપડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બેન્ક ઓફ્ બરોડાની શાખામાંથી ઉચાપત કરનાર અને ચેકમાં ખોટી સહીઓ કરી પૈસા ઉપાડી લેનાર ચાર આરોપીના નામ જણાવ્યા મુજબ એક ગાંધીનગર ખાતે સીલીકોટા વિસ્તારમાં રહેતા સંદીપકુમાર, બીજો એસ કે એન્ટરપ્રાઇઝના માલિક, ત્રીજો કરણ દીપક ભટ્ટ અને ચોથો કેતુ એકઝીમ પ્રા. લિ.ના માલિક સામે ખોટી સહીથી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવા અંગે ડભોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.