ગેરકાયદેસર રાખવામાં આવેલા ૩૩ કોમર્શીયલ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા

અમદાવાદ, ગુરૂવારશહેરના વેજલપુરમાં આવેલી કેતકી સોસાયટીમાં આવેલા એક મકાનમાં વેજલપુર પોલીેસે દરોડો પાડીને ઘરમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૩૩ જેટલા કોમર્શીયલ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.  આરોપી દ્વારા આ ગેસના સિલિન્ડરને નિયમ વિરૂદ્વ સ્થાનિક લોકોને વેચાણ આપવામાં આવતા હતા. સાથેસાથે ઘરમાં કોઇ ફાયર સેફ્ટી ન હોવાને કારણે મોટી ઘટના બને તેવી પણ શક્યતાને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર સોનલ સિનેમા રોડ પર આવેલી કેતકી સોસાયટીમાં રહેતો અબ્દુલ રસીદ શેખ તેના ઘરમાં મોટા પ્રમાણમાં કોમર્શીયલ ગેસ સિલિન્ડર રાખીને વેચાણ કરતો હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણને મળી હતી. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા વિવિધ કંપનીના કુલ ૩૩ ગેસ સિલિન્ડર પોલીસને મળી આવ્યા હતા. આ અંગે અબ્દુલ રસીદની  પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર મેળવીને સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરે છે. સાથેસાથે રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા સિલિન્ડરથી મોટી ઘટના બની શકે તેમ હોવાથી આસપાસના લોકો કંટાળી ગયા હતા. પરંતુ, અબ્દુલ રસીદ તેમને ધમકી આપતો હતો. આ અંગે વેજલપુર પોલીસે ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર નેટવર્કની કડી મેળવવા માટે તપાસ શરૂ કરી છે.

ગેરકાયદેસર રાખવામાં આવેલા ૩૩ કોમર્શીયલ ગેસ સિલિન્ડર જપ્ત કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, ગુરૂવાર

શહેરના વેજલપુરમાં આવેલી કેતકી સોસાયટીમાં આવેલા એક મકાનમાં વેજલપુર પોલીેસે દરોડો પાડીને ઘરમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૩૩ જેટલા કોમર્શીયલ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.  આરોપી દ્વારા આ ગેસના સિલિન્ડરને નિયમ વિરૂદ્વ સ્થાનિક લોકોને વેચાણ આપવામાં આવતા હતા. સાથેસાથે ઘરમાં કોઇ ફાયર સેફ્ટી ન હોવાને કારણે મોટી ઘટના બને તેવી પણ શક્યતાને આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેજલપુર સોનલ સિનેમા રોડ પર આવેલી કેતકી સોસાયટીમાં રહેતો અબ્દુલ રસીદ શેખ તેના ઘરમાં મોટા પ્રમાણમાં કોમર્શીયલ ગેસ સિલિન્ડર રાખીને વેચાણ કરતો હોવાની બાતમી પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ચૌહાણને મળી હતી. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા વિવિધ કંપનીના કુલ ૩૩ ગેસ સિલિન્ડર પોલીસને મળી આવ્યા હતા. આ અંગે અબ્દુલ રસીદની  પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર મેળવીને સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરે છે. સાથેસાથે રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા સિલિન્ડરથી મોટી ઘટના બની શકે તેમ હોવાથી આસપાસના લોકો કંટાળી ગયા હતા. પરંતુ, અબ્દુલ રસીદ તેમને ધમકી આપતો હતો. આ અંગે વેજલપુર પોલીસે ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર નેટવર્કની કડી મેળવવા માટે તપાસ શરૂ કરી છે.