Bhavnagar News : ભાજપ ઉમેદવાર નિમુબહેન બામણીયોનો ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ

પાલીતાણામાં રૂપાલા સામે ક્ષત્રિયો સમાજમાં રોષ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ ક્ષત્રિય સમાજના યુવકોનો નારેબાજી કરી વિરોધ ભાવનગર લોકસભા ભાજપના ઉમેદવાર નિમુબહેન બામણીયાનો ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો હતો,નિમુબહેન નવાગામ અને બડેલી ગામમાં પ્રચાર દરમિયાન હતા તે દરમિયાન ક્ષત્રિય સમાજે તેમનો વિરોધ કર્યો હતો,તો પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.બીજી તરફ બીજેપીના કાર્યકરોને ગામમાં પ્રવેશ ન કરવા સૂત્રોચાર પણ કરાયા હતા.પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે. 16 એપ્રિલે પણ નોંધાવ્યો વિરોધ ક્ષત્રિય સમાજે આજે ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણીયાની સભામાં વિરોધ દર્શાવ્યો હતો. આ સભામાં પોરબંદર બેઠકના ઉમેદવાર અને ભાજપ સાંસદ મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ સભા દરમિયાન જ ક્ષત્રિય સમાજે રુપાલા વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. 17 એપ્રિલે પણ નોંધાવ્યો વિરોધ ભાવનગર લોકસભા બેઠક ઉપર નિમુબેન બાંભણિયા ઉમેદવારી કરવાના હોય ત્યારે એક સ્કૂલના મેદાનમાં પ્રથમ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાના મંચ ઉપર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, નિમુબેન બાંભણિયા ઉમેદવાર, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા અને મનસુખ માંડવીયા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો બેઠા હતા. ચાલુ જાહેર સભાએ ભાવનગર તાલુકા યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ભાજપમાંથી મંચ ઉપર રાજીનામું શહેર પ્રમુખની સામે ધરી દીધું હતું અને પોતાના આશરે 200 જેટલા અનુયાયીઓ સાથે સભા બહાર નીકળીને સમાજ માટે ભાજપ વિરુદ્ધ કાળા વાવટા ફરકાવ્યા હતા. જો કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો બાદમાં અટકાયત કરીને થાળે પડાયો હતો. મનસુખ માંડવીયાના ભાષણ દરમિયાન જ કર્યો હોબાળો ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણીયાની સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલા સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. મનસુખ માંડવીયાના ભાષણમાં ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોચ્યા હતા.તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં રાજીનામું આપ્યું હતુ. કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતુ. ક્ષત્રિય સમાજના યુવકે સ્ટેજ પર ચઢી નારા લગાવ્યા હતા.જે પછી ભાજપને થોડી વાર માટે સભા રોકવાની ફરજ પડી હતી. લોકો એટલા ઉગ્ર બન્યો હતા કે ત્યાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને સ્થળ પર શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી હતી.

Bhavnagar News : ભાજપ ઉમેદવાર નિમુબહેન બામણીયોનો ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલીતાણામાં રૂપાલા સામે ક્ષત્રિયો સમાજમાં રોષ
  • રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ અડગ
  • ક્ષત્રિય સમાજના યુવકોનો નારેબાજી કરી વિરોધ

ભાવનગર લોકસભા ભાજપના ઉમેદવાર નિમુબહેન બામણીયાનો ક્ષત્રિય સમાજે ભારે વિરોધ કર્યો હતો,નિમુબહેન નવાગામ અને બડેલી ગામમાં પ્રચાર દરમિયાન હતા તે દરમિયાન ક્ષત્રિય સમાજે તેમનો વિરોધ કર્યો હતો,તો પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી.બીજી તરફ બીજેપીના કાર્યકરોને ગામમાં પ્રવેશ ન કરવા સૂત્રોચાર પણ કરાયા હતા.પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ તેમની માંગ પર અડગ છે.

16 એપ્રિલે પણ નોંધાવ્યો વિરોધ

ક્ષત્રિય સમાજે આજે ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણીયાની સભામાં વિરોધ દર્શાવ્યો હતો. આ સભામાં પોરબંદર બેઠકના ઉમેદવાર અને ભાજપ સાંસદ મનસુખ માંડવિયા પણ હાજર હતા. આ સભા દરમિયાન જ ક્ષત્રિય સમાજે રુપાલા વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.


17 એપ્રિલે પણ નોંધાવ્યો વિરોધ

ભાવનગર લોકસભા બેઠક ઉપર નિમુબેન બાંભણિયા ઉમેદવારી કરવાના હોય ત્યારે એક સ્કૂલના મેદાનમાં પ્રથમ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાના મંચ ઉપર શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, નિમુબેન બાંભણિયા ઉમેદવાર, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા અને મનસુખ માંડવીયા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો બેઠા હતા. ચાલુ જાહેર સભાએ ભાવનગર તાલુકા યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ભાજપમાંથી મંચ ઉપર રાજીનામું શહેર પ્રમુખની સામે ધરી દીધું હતું અને પોતાના આશરે 200 જેટલા અનુયાયીઓ સાથે સભા બહાર નીકળીને સમાજ માટે ભાજપ વિરુદ્ધ કાળા વાવટા ફરકાવ્યા હતા. જો કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો બાદમાં અટકાયત કરીને થાળે પડાયો હતો.

મનસુખ માંડવીયાના ભાષણ દરમિયાન જ કર્યો હોબાળો

ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબહેન બાંભણીયાની સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. નામાંકન ભરતા પહેલા સભા યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો. મનસુખ માંડવીયાના ભાષણમાં ક્ષત્રિય સમાજના યુવાનો સભા સ્થળે પહોચ્યા હતા.તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં રાજીનામું આપ્યું હતુ. કાળા કપડાં પહેરી 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતુ. ક્ષત્રિય સમાજના યુવકે સ્ટેજ પર ચઢી નારા લગાવ્યા હતા.જે પછી ભાજપને થોડી વાર માટે સભા રોકવાની ફરજ પડી હતી. લોકો એટલા ઉગ્ર બન્યો હતા કે ત્યાં પોલીસે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને સ્થળ પર શાંતિ જાળવવા અપિલ કરવામાં આવી હતી.