Rajkot Tragedy: TRP ગેમઝોનમાં રખાયો હતો પેટ્રોલ-ડિઝાલનો મોટો જથ્થો

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો હતો1500 લીટર પેટ્રોલનો જથ્થો હતો ગેમઝોન ખાતે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક વધીને 33 થઈ ગયો છે. તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ અગ્નિકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ફાયરવિભાગની તપાસમાં સામે આવ્યું છે કે ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોટા પ્રમાણમાં રખાયો હતો પેટ્રોલ- ડીઝલનો જથ્થો મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રાજકોટ TRP ગેમ ઝોન ખાતે જુદી જુદી રાઈડ માટે વપરાશમાં લેવા માટે હજારો લિટર પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો હતો તો સાથે સાથે પેટ્રોલનો પણ 1500 લીટરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો મોત પ્રમાણમાં રાખવામાં આવેલ આ પેટ્રોલ-ડીઝલના જથ્થાને કારણે આગ વિકરાળ બની ગઈ હતી જેને 32 લોકોના ભોગ લીધા છે. આજે રખાઇ હતી 99માં ફ્રી એન્ટ્રીની ઓફર તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમ ઝોન ખાતે રેસીંગ કાર માટે ઉપયોગમાં લેવા માટે રાખવામાં પેટ્રોલ-ડીઝલનો આટલો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો વધુમાં જાણવા મળ્યું છે કે આજે ગેમઝોનમાં 99 રૂપિયામાં ફ્રી એન્ટ્રીની ઓફર આપવામાં આવી હતી. રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.

Rajkot Tragedy: TRP ગેમઝોનમાં રખાયો હતો પેટ્રોલ-ડિઝાલનો મોટો જથ્થો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો
  • ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો હતો
  • 1500 લીટર પેટ્રોલનો જથ્થો હતો ગેમઝોન ખાતે 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક વધીને 33 થઈ ગયો છે. તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ અગ્નિકાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ફાયરવિભાગની તપાસમાં સામે આવ્યું છે કે ગેમઝોન ખાતે મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 

મોટા પ્રમાણમાં રખાયો હતો પેટ્રોલ- ડીઝલનો જથ્થો 

મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. રાજકોટ TRP ગેમ ઝોન ખાતે જુદી જુદી રાઈડ માટે વપરાશમાં લેવા માટે હજારો લિટર પેટ્રોલ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગેમઝોનમાં 2000 લીટર ડીઝલનો જથ્થો હતો તો સાથે સાથે પેટ્રોલનો પણ 1500 લીટરનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો મોત પ્રમાણમાં રાખવામાં આવેલ આ પેટ્રોલ-ડીઝલના જથ્થાને કારણે આગ વિકરાળ બની ગઈ હતી જેને 32 લોકોના ભોગ લીધા છે.

આજે રખાઇ હતી 99માં ફ્રી એન્ટ્રીની ઓફર 

તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ગેમ ઝોન ખાતે રેસીંગ કાર માટે ઉપયોગમાં લેવા માટે રાખવામાં પેટ્રોલ-ડીઝલનો આટલો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. તો વધુમાં જાણવા મળ્યું છે કે આજે ગેમઝોનમાં 99 રૂપિયામાં ફ્રી એન્ટ્રીની ઓફર આપવામાં આવી હતી. 

રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો

રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ

રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.