Gandhinagar: મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ DGPએ કરી સમીક્ષા

તમામ CP, રેન્જ IG, જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા4 જૂનના રોજ મતગણતરીને લઈ કરી ચર્ચા મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ DGPએ કરી સમીક્ષા રાજ્યના પાટનગર ગાંધીનરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સ યોજી રાજ્યમાં મત ગણતરીની સમીક્ષા કરી હતી. ડીજીપી વિકાસ સહાયે બોલાવેલી સમીક્ષા બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેંજ આઈજી, જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં આગામી ચોથી જૂને લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનારી છે. જેથી મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ ડીજીપીએ વિશેષ સમીક્ષા કરી હતી. ડીજીપીએ સમીક્ષા કર્યા બાદ જરૂરી સૂચનો અને આદેશ પણ કર્યા હતા. મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણીની છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જ્યારે ચોથી જૂન મંગળવારે રાજ્યની લોકસભાની 25 બેઠકો પર યોજાયેલા મતદાન અંગે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સ્થિતિમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે અંગેની સઘન ચર્ચા કરવામાં આવી હતી.  

Gandhinagar: મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ DGPએ કરી સમીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તમામ CP, રેન્જ IG, જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા
  • 4 જૂનના રોજ મતગણતરીને લઈ કરી ચર્ચા
  • મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ DGPએ કરી સમીક્ષા

રાજ્યના પાટનગર ગાંધીનરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે વીડિયો કોન્ફરન્સ યોજી રાજ્યમાં મત ગણતરીની સમીક્ષા કરી હતી. ડીજીપી વિકાસ સહાયે બોલાવેલી સમીક્ષા બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેંજ આઈજી, જિલ્લા પોલીસવડા સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.

આ વીડિયો કોન્ફરન્સમાં આગામી ચોથી જૂને લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવનારી છે. જેથી મતગણતરી કેન્દ્રોની સુરક્ષાને લઈ ડીજીપીએ વિશેષ સમીક્ષા કરી હતી. ડીજીપીએ સમીક્ષા કર્યા બાદ જરૂરી સૂચનો અને આદેશ પણ કર્યા હતા. મહત્ત્વનું છે કે લોકસભા ચૂંટણીની છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જ્યારે ચોથી જૂન મંગળવારે રાજ્યની લોકસભાની 25 બેઠકો પર યોજાયેલા મતદાન અંગે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સ્થિતિમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે અંગેની સઘન ચર્ચા કરવામાં આવી હતી.