Surendranagar News: ઝાલાવાડમાં ભીમ અગિયારસે શ્રાવણિયા જુગારનું મુહૂર્ત કરતા 7 શખ્સો પકડાયા

રોકડા રૂ. 20,530 કબજે કરી પોલીસની કાર્યવાહીચોટીલાના ધારૈઈ, સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં પોલીસના દરોડા ધારૈઈ ગામની સીમમાં જુગારની બાતમી મળતા નાની મોલડી પોલીસે રેડ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાાવણ માસમાં જુગારની મોસમ ખીલે છે. પરંતુ આ જુગારની મોસમનું મુર્હુત ભીમ અગીયારસથી થતુ હોવાનું માનવામાં આવે છે. ત્યારે પોલીસે ત્રણ દરોડા કરી ભીમ અગીયારસે જુગાર રમતા 7 જુગારિયાઓને રોકડા રૂપિયા 20,530 સાથે ઝડપી લીધા હતા. ચોટીલા તાલુકાના ધારૈઈ ગામની સીમમાં જુગારની બાતમી મળતા નાની મોલડી પોલીસે રેડ કરી હતી. જેમાં ભલા અમરાભાઈ પરમાર, અશોક વિઠ્ઠલભાઈ માંડાણી, મગન બાબાભાઈ ડાભી અને લાલજી જેરામભાઈ વાછાણી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા 15,490 સાથે પકડાયા હતા. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સની ટીમના વી.એમ.ડેર, મહાવીરસીંહ બારડ સહિતનાઓએ લક્ષ્મીપરા શેરી નં. 1માં શાળા નં. 16 પાસે રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં લક્ષ્મીપરાના ધરમશી કાનજીભાઈ સરાવાડીયા, રાજસીતાપુરના મુસ્તુભાઈ ઉસ્માનભાઈ પરમાર અને પાંચ હનુમાન પાસે રહેતો સીકંદર નુરાભાઈ સીપાઈ રોકડા રૂપિયા 4,930 સાથે જુગાર રમતા ઝડપાયા હતા. બીજી તરફ જોરાવરનગર પોલીસ ટીમના મીત મુંજપરા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન જોરાવરનગર ચોકમાં હોટેલ કામાક્ષી પાસે એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મનીશ ભીખાલાલ ઉર્ફે મહેન્દ્ર જોગરાણા વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂપિયા 110 સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે જોરાવરનગર પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surendranagar News: ઝાલાવાડમાં ભીમ અગિયારસે શ્રાવણિયા જુગારનું મુહૂર્ત કરતા 7 શખ્સો પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોકડા રૂ. 20,530 કબજે કરી પોલીસની કાર્યવાહી
  • ચોટીલાના ધારૈઈ, સુરેન્દ્રનગર અને જોરાવરનગરમાં પોલીસના દરોડા
  • ધારૈઈ ગામની સીમમાં જુગારની બાતમી મળતા નાની મોલડી પોલીસે રેડ કરી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાાવણ માસમાં જુગારની મોસમ ખીલે છે. પરંતુ આ જુગારની મોસમનું મુર્હુત ભીમ અગીયારસથી થતુ હોવાનું માનવામાં આવે છે. ત્યારે પોલીસે ત્રણ દરોડા કરી ભીમ અગીયારસે જુગાર રમતા 7 જુગારિયાઓને રોકડા રૂપિયા 20,530 સાથે ઝડપી લીધા હતા.

ચોટીલા તાલુકાના ધારૈઈ ગામની સીમમાં જુગારની બાતમી મળતા નાની મોલડી પોલીસે રેડ કરી હતી. જેમાં ભલા અમરાભાઈ પરમાર, અશોક વિઠ્ઠલભાઈ માંડાણી, મગન બાબાભાઈ ડાભી અને લાલજી જેરામભાઈ વાછાણી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા 15,490 સાથે પકડાયા હતા. જયારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકની સર્વેલન્સની ટીમના વી.એમ.ડેર, મહાવીરસીંહ બારડ સહિતનાઓએ લક્ષ્મીપરા શેરી નં. 1માં શાળા નં. 16 પાસે રમાતા જુગાર પર દરોડો કર્યો હતો. જેમાં લક્ષ્મીપરાના ધરમશી કાનજીભાઈ સરાવાડીયા, રાજસીતાપુરના મુસ્તુભાઈ ઉસ્માનભાઈ પરમાર અને પાંચ હનુમાન પાસે રહેતો સીકંદર નુરાભાઈ સીપાઈ રોકડા રૂપિયા 4,930 સાથે જુગાર રમતા ઝડપાયા હતા. બીજી તરફ જોરાવરનગર પોલીસ ટીમના મીત મુંજપરા સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન જોરાવરનગર ચોકમાં હોટેલ કામાક્ષી પાસે એક શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મનીશ ભીખાલાલ ઉર્ફે મહેન્દ્ર જોગરાણા વરલી મટકાનો જુગાર રમતા રોકડા રૂપિયા 110 સાથે ઝડપાયો હતો. આ શખ્સ સામે જોરાવરનગર પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.