Ahmedabad News: અમદાવાદ કલેકટરના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો નિવારણ લાવવા સમિતિની બેઠક

અમદાવાદ કલેકટર કચેરીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો ઉકેલવા મહત્ત્વની બેઠક મળીજિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં ધારાસભ્યો, અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા અમદાવાદ કલેકટરે પ્રશ્નોને સમયમર્યાદામાં નિકાલ લાવવા અધિકારીઓને તાકીદ કરી અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.  બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા ડ્રોનથી સર્વે કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તળાવો ઊંડા કરવા, પીંપળજ ગામે ગામતળ નીમ કરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, અશાંત ધારાનો કડક અમલ કરવા, બાવળા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા, વિરમગામ તાલુકામાં સૌની યોજનાનું પાણી આપવા અને પીક અપ સ્ટેન્ડ બનાવવા, જમીન રિ-સર્વે, સ્મશાન નીમ કરવા, રખડતા ઢોર પર નિયંત્રણ, ઈંટોના ભઠ્ઠાને લગતા પ્રશ્નો તેમજ ડ્રેનેજ સફાઈ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા , સર્વે ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad News: અમદાવાદ કલેકટરના અધ્યક્ષસ્થાને લોક પ્રશ્નો નિવારણ લાવવા સમિતિની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ કલેકટર કચેરીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો ઉકેલવા મહત્ત્વની બેઠક મળી
  • જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠકમાં ધારાસભ્યો, અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા
  • અમદાવાદ કલેકટરે પ્રશ્નોને સમયમર્યાદામાં નિકાલ લાવવા અધિકારીઓને તાકીદ કરી

 અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રીઓએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.

 બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવા ડ્રોનથી સર્વે કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તળાવો ઊંડા કરવા, પીંપળજ ગામે ગામતળ નીમ કરવા, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, અશાંત ધારાનો કડક અમલ કરવા, બાવળા રોડ પર સ્પીડ બ્રેકર મૂકવા, વિરમગામ તાલુકામાં સૌની યોજનાનું પાણી આપવા અને પીક અપ સ્ટેન્ડ બનાવવા, જમીન રિ-સર્વે, સ્મશાન નીમ કરવા, રખડતા ઢોર પર નિયંત્રણ, ઈંટોના ભઠ્ઠાને લગતા પ્રશ્નો તેમજ ડ્રેનેજ સફાઈ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા સહિતના પ્રશ્નો ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલા , સર્વે ધારાસભ્યશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.