દ્વારકાના ભાણવડમાં શ્વાન કરડતા 11 વર્ષની બાળકીનું મોત

દેવભૂમિ દ્વારકામાં વધ્યો રખડતા શ્વાનનો આતંક હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત દિવસે ને દિવસે શ્વાનના આતંકના કારણે લોકોમાં ભય દ્વારાકાના ભાણવડ ગામે આજે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,ત્યા તેમનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં શ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી છે પણ તંત્ર આ બાબતને કઈ ગંભીરતાથી લઈ નથી રહ્યું. રખડતા શ્વાન કેમ કરે છે હુમલો શ્વાન અને માણસ વચ્ચે સંબંધ મૈત્રીપૂર્ણ હોય છે. પરંતુ રખડતા શ્વાનની વાત અલગ છે.તેમને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આવામાં તેમનો સ્વભાવ બદલાતો રહે છે.ટ્રાફિકનો મોટો અવાજ, રસ્તા પર કચરો નાખવાની સામાન્ય આદત, રસ્તા પર ઝબકતી લાઈટો શ્વાનોને અસર કરે છે અને તેઓ આક્રમક બની જાય છે.ઘણીવાર આ રખડતા શ્વાન ટોળું બનાવી લે છે અને તે ખતરનાક બની શકે છે.કેરળ વેટરનરી ઍન્ડ ઍનિમલ સાયન્સ યુનિવર્સિટીના રીપોર્ટ અનુસાર શ્વાનના હુમલાની દરેક ઘટના પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પરંતુ જ્યારે આ શ્વાન કાચું માંસ ખાય છે ત્યારે તેનો સ્વાદ તેમની જીભ પર રહે છે અને તેઓ બેકાબૂ બની જાય છે.રખડતા શ્વાનની સમસ્યા વધુ છે ભારતમાં રખડતાં શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92 ટકા કેસ શ્વાન કરડવાના હોય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાને કારણે થતાં મૃત્યુમાં 36 ટકા મૃત્યું ભારતમાં નોંધાય છે.મતલબ દરવર્ષે 18,000થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે.ભારતમાં હડકવાથી થતાં મૃત્યુમાં 30 થી 60 ટકા મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં થાય છે.હડકવાથી થતાં મૃત્યુને રસીની મદદથી ટાળી શકાય છે. આ રસી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે.2030 સુધીમાં હડકવાથી થતાં મૃત્યુના પ્રમાણને શૂન્ય કરવા એક યોજના તૈયાર કરાઈ છે.

દ્વારકાના ભાણવડમાં શ્વાન કરડતા 11 વર્ષની બાળકીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેવભૂમિ દ્વારકામાં વધ્યો રખડતા શ્વાનનો આતંક
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત
  • દિવસે ને દિવસે શ્વાનના આતંકના કારણે લોકોમાં ભય

દ્વારાકાના ભાણવડ ગામે આજે રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર હુમલો કરતા બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ હતી,ત્યા તેમનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં શ્વાનને લઈ અનેક ફરિયાદો કરવામાં આવી છે પણ તંત્ર આ બાબતને કઈ ગંભીરતાથી લઈ નથી રહ્યું.

રખડતા શ્વાન કેમ કરે છે હુમલો

શ્વાન અને માણસ વચ્ચે સંબંધ મૈત્રીપૂર્ણ હોય છે. પરંતુ રખડતા શ્વાનની વાત અલગ છે.તેમને ખોરાકની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આવામાં તેમનો સ્વભાવ બદલાતો રહે છે.ટ્રાફિકનો મોટો અવાજ, રસ્તા પર કચરો નાખવાની સામાન્ય આદત, રસ્તા પર ઝબકતી લાઈટો શ્વાનોને અસર કરે છે અને તેઓ આક્રમક બની જાય છે.ઘણીવાર આ રખડતા શ્વાન ટોળું બનાવી લે છે અને તે ખતરનાક બની શકે છે.કેરળ વેટરનરી ઍન્ડ ઍનિમલ સાયન્સ યુનિવર્સિટીના રીપોર્ટ અનુસાર શ્વાનના હુમલાની દરેક ઘટના પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. પરંતુ જ્યારે આ શ્વાન કાચું માંસ ખાય છે ત્યારે તેનો સ્વાદ તેમની જીભ પર રહે છે અને તેઓ બેકાબૂ બની જાય છે.

રખડતા શ્વાનની સમસ્યા વધુ છે

ભારતમાં રખડતાં શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92 ટકા કેસ શ્વાન કરડવાના હોય છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાને કારણે થતાં મૃત્યુમાં 36 ટકા મૃત્યું ભારતમાં નોંધાય છે.મતલબ દરવર્ષે 18,000થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે.ભારતમાં હડકવાથી થતાં મૃત્યુમાં 30 થી 60 ટકા મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં થાય છે.હડકવાથી થતાં મૃત્યુને રસીની મદદથી ટાળી શકાય છે. આ રસી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે.2030 સુધીમાં હડકવાથી થતાં મૃત્યુના પ્રમાણને શૂન્ય કરવા એક યોજના તૈયાર કરાઈ છે.