અમદાવાદથી ઉપડતી પાંચ ટ્રેનો સાબરમતિ અને ગાંધીનગરથી ઉપડશે

અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવીકેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અમદાવાદ સ્ટેશન પર ઓછી ભીડ તેમજ ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યાત્રીઓની અમદાવાદ સ્ટેશન પર ઓછી ભીડ તેમજ ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. 31 માર્ચથી વિવિધ ટ્રેનો હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. જેમાં અમદાવાદ-શ્રાી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તા. એક્સ., અમદાવાદ-લખનઉ સાપ્તા. એક્સ. અને અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સ.ને સાબરમતી સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. જ્યારે અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ. અને અમદાવાદ-જમ્મુતવી એક્સ.ને ગાંધીન કેપિટલ સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં ગાંધીનગરથી દોડનારી અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ.ને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનો સ્ટોપેજ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ સાથે આવનારા દિવસોમાં મુંબઇ તરફની કેટલીક ટ્રેનો મણિનગર રેલવે સ્ટેશનથી ઉપાડવામાં આવશે તેવું રેલવેના સૂત્રોથી જાણવા મળ્યુ છે. જેમાં કર્ણાવતી સહિતની ટ્રેનોનો પણ સમાવેશ કરાશે.

અમદાવાદથી ઉપડતી પાંચ ટ્રેનો સાબરમતિ અને ગાંધીનગરથી ઉપડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
  • કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો
  • અમદાવાદ સ્ટેશન પર ઓછી ભીડ તેમજ ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો

અમદાવાદ રેલવે સ્ટેશનની વર્લ્ડ ક્લાસનું રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદથી ઉપડનારી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી યાત્રીઓની અમદાવાદ સ્ટેશન પર ઓછી ભીડ તેમજ ડેવલપમેન્ટની કામગીરીમાં અડચણરૂપ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.

31 માર્ચથી વિવિધ ટ્રેનો હવે સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડશે. જેમાં અમદાવાદ-શ્રાી માતા વૈષ્ણોદેવી કટરા સાપ્તા. એક્સ., અમદાવાદ-લખનઉ સાપ્તા. એક્સ. અને અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સ.ને સાબરમતી સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. જ્યારે અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ. અને અમદાવાદ-જમ્મુતવી એક્સ.ને ગાંધીન કેપિટલ સ્ટેશનથી દોડાવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં ગાંધીનગરથી દોડનારી અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ એક્સ.ને ચાંદલોડિયા સ્ટેશન (B) પર વધારાનો સ્ટોપેજ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. આ સાથે આવનારા દિવસોમાં મુંબઇ તરફની કેટલીક ટ્રેનો મણિનગર રેલવે સ્ટેશનથી ઉપાડવામાં આવશે તેવું રેલવેના સૂત્રોથી જાણવા મળ્યુ છે. જેમાં કર્ણાવતી સહિતની ટ્રેનોનો પણ સમાવેશ કરાશે.