Ahmedabad: શૈક્ષણિક સત્ર શરૂ થતા વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો અમદાવાદમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. જેમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો છે. તેમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે. જેમાં RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો રૂપિયા 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો દર ત્રણ મહિને ભાવ વધારો સ્કૂલ વર્ધી એસોસિએશન કરતું આવ્યું છે. છેલ્લે 2021 માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો. જેમાં રિક્ષામાં એક કિમી ઘેરાવાના પ્રતિ મહિને રૂપિયા 650થી વધારી રૂપિયા 750 કરાયા છે. તેમાં 2 કિમીના રૂપિયા 750થી વધારી રૂપિયા 850 કરવામાં આવ્યા છે. જેમાં રિક્ષામાં 5 કિલોમીટરના રૂપિયા 1050થી વધારી રૂપિયા 1150 કરવામાં આવ્યા છે. એક કિમી ઘેરાવાના વાનમાં પ્રતિ મહિને રૂપિયા 1000થી વધારી 1200 રૂપિયા કરાયા છે. તેમજ વાનમાં 5 કિમીના રૂપિયા 1800થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે.  સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે રાજકોટની ઘટના બાદ RTO કચેરીઓમાં સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સોમવારે ઘણી RTOએ નિયમો ન જાળવતા વાહનો પરત કાઢતા વિવાદ વકર્યો હતો, ક્યાંક ઘર્ષણના કિસ્સા પણ બન્યા હતા, જેના કારણે સ્કૂલવર્ધી એસોસિએશનની ચિંતા વધી ગઈ છે. હાલ સ્કૂલવર્ધી વાહનચાલક 20 કિમીની સ્પીડે વાહન ચલાવવાની એફિડેવિટ રજૂ કરનારના જ RTOમાં ફિટનેસ કરી અપાય છે. એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી. સોમવારે આરટીઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ ફિટનેસ સમય વધારી આપવા ફરીવાર રજૂઆત કરી હતી. એસોસિએશનને કહ્યું કે, અમદાવાદમાં 15 હજાર વાહનો હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસોસીએશને રજૂઆત પણ કરી છે.

Ahmedabad: શૈક્ષણિક સત્ર શરૂ થતા વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો
  • સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો
  • RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો

અમદાવાદમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. જેમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો છે. તેમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે. જેમાં RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો રૂપિયા 50 હજાર સુધીનો બોજો આવતા ભાવ વધારો કરવામાં આવ્યો છે.

નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો

દર ત્રણ મહિને ભાવ વધારો સ્કૂલ વર્ધી એસોસિએશન કરતું આવ્યું છે. છેલ્લે 2021 માં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાવ વધારો કર્યો હતો. જેમાં રિક્ષામાં એક કિમી ઘેરાવાના પ્રતિ મહિને રૂપિયા 650થી વધારી રૂપિયા 750 કરાયા છે. તેમાં 2 કિમીના રૂપિયા 750થી વધારી રૂપિયા 850 કરવામાં આવ્યા છે. જેમાં રિક્ષામાં 5 કિલોમીટરના રૂપિયા 1050થી વધારી રૂપિયા 1150 કરવામાં આવ્યા છે. એક કિમી ઘેરાવાના વાનમાં પ્રતિ મહિને રૂપિયા 1000થી વધારી 1200 રૂપિયા કરાયા છે. તેમજ વાનમાં 5 કિમીના રૂપિયા 1800થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરાયો છે.

 સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે

રાજકોટની ઘટના બાદ RTO કચેરીઓમાં સ્કૂલવર્ધીના વાહનોની ફિટનેસની કામગીરીમાં નિયમોનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. સોમવારે ઘણી RTOએ નિયમો ન જાળવતા વાહનો પરત કાઢતા વિવાદ વકર્યો હતો, ક્યાંક ઘર્ષણના કિસ્સા પણ બન્યા હતા, જેના કારણે સ્કૂલવર્ધી એસોસિએશનની ચિંતા વધી ગઈ છે. હાલ સ્કૂલવર્ધી વાહનચાલક 20 કિમીની સ્પીડે વાહન ચલાવવાની એફિડેવિટ રજૂ કરનારના જ RTOમાં ફિટનેસ કરી અપાય છે. એફિડેવિટ નહીં આપનારને વાહનનું ફિટનેસ કરી અપાતું નથી. સોમવારે આરટીઓ સાથે યોજાયેલી બેઠકમાં પણ ફિટનેસ સમય વધારી આપવા ફરીવાર રજૂઆત કરી હતી. એસોસિએશનને કહ્યું કે, અમદાવાદમાં 15 હજાર વાહનો હોવાથી ફિટનેસની કામગીરી ઝડપી કરવા એસોસીએશને રજૂઆત પણ કરી છે.