Rajula તાલુકાના અમૂલી ગામમાં આડા સંબંધને લઈ ખેલાયો ખૂની ખેલ

અમૂલી ગામની સીમમાં યુવાનની સાથે આડા સંબંધને લઈ ઝગડો થયો યુવાનને બોથડ પદાર્થનો માર મારી હત્યા કરવામાં આવી બંને આરોપી પૈકી એક આરોપીને રાજુલા પોલીસએ દબોચી લીધો અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી ગામની સીમમાં યુવાનની સાથે આડા સંબંધને લઈ ઝગડો થયો હતો. જેમાં યુવાનને બોથડ પદાર્થનો માર મારી હત્યા કરવામાં આવી છે. તેમાં સીમ વિસ્તારમાં લાશ મૂકી ફરાર થનારા બંને આરોપી પૈકી એક આરોપીને રાજુલા પોલીસએ દબોચી લીધો છે. રાજુલા પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની સીમમાંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતા. જેમાં લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા સાવરકુંડલા ASP વલય વૈદ્યએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રીપોર્ટ માટે મોકલી હતી. તેમજ બીજા દિવસે ફોરેન્સિક રિપોટમાં માર મારવાના કારણે ઇજા હોવાને કારણે રાજુલા પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. વિહાભાઈ નામના ઇસમનું નામ પણ ખુલ્યું છે તે હાલ ફરાર છે ઘટનાના આરોપીને પકડવા માટે અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો સહિત કામે લાગી બાબરીયાધાર અમૂલી મહુવાના દુધેરી ગામના કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપી નરેશભાઈ સોલંકીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમા અન્ય વિહાભાઈ નામના ઇસમનું નામ પણ ખુલ્યું છે તે હાલ ફરાર છે. પરંતુ તેમને ઝડપી પાડવા માટે રાજુલા પોલીસ અને SP હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઇ છે. મહુવા તાલુકાના દુધેરી ગામનો નરેશ સોલંકીને ઝડપી તેમની પૂછપરછ ચાલી રહી છે મહુવા તાલુકાના દુધેરી ગામનો નરેશ સોલંકીને ઝડપી તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં પૂછપરછ દરમ્યાન ખુલ્યું છે મૃતક અને બંને આરોપીઓ સહિત ત્રણેય પ્રથમ બાબરીયાધાર અને અમૂલી વિસ્તારની સીમમાં આંટાફેરા કરતા હતા અને એક જગ્યાએ જમવા બેસ્યા બાદ મૃતકને કોઈ સાથે આડા સંબંધ હોવાને કારણે જમ્યા બાદ ઝગડો થયો હતો. જેમાં આરોપી નરેશ અને વિહા નામના ઇસમે મૃતક જેન્તીભાઇ શિયાળને બોથડ પદાર્થ માર મારી હત્યા નિપજાવી દીધી હતી. હાલ તો રાજુલા પોલીસે નરેશ સોલંકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.

Rajula તાલુકાના અમૂલી ગામમાં આડા સંબંધને લઈ ખેલાયો ખૂની ખેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમૂલી ગામની સીમમાં યુવાનની સાથે આડા સંબંધને લઈ ઝગડો થયો
  • યુવાનને બોથડ પદાર્થનો માર મારી હત્યા કરવામાં આવી
  • બંને આરોપી પૈકી એક આરોપીને રાજુલા પોલીસએ દબોચી લીધો

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી ગામની સીમમાં યુવાનની સાથે આડા સંબંધને લઈ ઝગડો થયો હતો. જેમાં યુવાનને બોથડ પદાર્થનો માર મારી હત્યા કરવામાં આવી છે. તેમાં સીમ વિસ્તારમાં લાશ મૂકી ફરાર થનારા બંને આરોપી પૈકી એક આરોપીને રાજુલા પોલીસએ દબોચી લીધો છે.

રાજુલા પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના અમૂલી અને બાબરીયાધાર ગામની સીમમાંથી મહુવા તાલુકાના દુધેરી ગામના જેન્તીભાઈ પાછાભાઈ શિયાળ નામના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતા. જેમાં લાશનો કબજો લેતા માથાના ભાગે ઇજા સામે આવતા સાવરકુંડલા ASP વલય વૈદ્યએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રીપોર્ટ માટે મોકલી હતી. તેમજ બીજા દિવસે ફોરેન્સિક રિપોટમાં માર મારવાના કારણે ઇજા હોવાને કારણે રાજુલા પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

વિહાભાઈ નામના ઇસમનું નામ પણ ખુલ્યું છે તે હાલ ફરાર છે

ઘટનાના આરોપીને પકડવા માટે અલગ અલગ સર્વેલન્સ સ્કોડની ટીમો સહિત કામે લાગી બાબરીયાધાર અમૂલી મહુવાના દુધેરી ગામના કેટલાક લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તેમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપી નરેશભાઈ સોલંકીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમા અન્ય વિહાભાઈ નામના ઇસમનું નામ પણ ખુલ્યું છે તે હાલ ફરાર છે. પરંતુ તેમને ઝડપી પાડવા માટે રાજુલા પોલીસ અને SP હિમકર સિંહની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઇ છે.

મહુવા તાલુકાના દુધેરી ગામનો નરેશ સોલંકીને ઝડપી તેમની પૂછપરછ ચાલી રહી છે

મહુવા તાલુકાના દુધેરી ગામનો નરેશ સોલંકીને ઝડપી તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં પૂછપરછ દરમ્યાન ખુલ્યું છે મૃતક અને બંને આરોપીઓ સહિત ત્રણેય પ્રથમ બાબરીયાધાર અને અમૂલી વિસ્તારની સીમમાં આંટાફેરા કરતા હતા અને એક જગ્યાએ જમવા બેસ્યા બાદ મૃતકને કોઈ સાથે આડા સંબંધ હોવાને કારણે જમ્યા બાદ ઝગડો થયો હતો. જેમાં આરોપી નરેશ અને વિહા નામના ઇસમે મૃતક જેન્તીભાઇ શિયાળને બોથડ પદાર્થ માર મારી હત્યા નિપજાવી દીધી હતી. હાલ તો રાજુલા પોલીસે નરેશ સોલંકીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.