Junagadh News: ગોંડલ ધારાસભ્યના દીકરા સહિત 7 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ માંગ્યા

ગણેશ જાડેજા સહિત 7 આરોપીઓને હોસ્પિટલ લવાયાગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ NSUI શહેર પ્રમુખ સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ જૂનાગઢમાં NSUI શહેર પ્રમુખના અને દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા અને હાલના ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ગણેશ જાડેજા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં તારીખ 31ના રોજ દલિત સમાજના યુવક અને એની સિવાયના શહેર પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોર માર મારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા અને હાલના ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ ખૂલ્યું હતું. તેની સાથે તેના અન્ય 10 જેટલા અન્ય સાગરીતો પણ આ કેસમાં સંડોવાયેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થતા જુનાગઢ પોલીસ પરબ ગણેશ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે તમામ આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમના 8 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટૂંક સમયમાં DySP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવશે. ગઇકાલે કરાઇ હતી ગણેશ જાડેજાની ધરપકડ ગઇકાલે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. તો, આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂર્વે થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે થયેલી ફરિયાદમાં ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ગણેશ ગેંગના સાગરીતોની ધરપકડ ગત તારીખ 30 મે ની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ થયાની ઘટના બની હતી.જેમાં ગોંડલના હાલના ધારાસભ્યો ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દિકરા ગણેશ જાડેજાએ તેના સાગરીતો સાથે મળી સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. Junagadh આ મામલે જુનાગઢ એલસીબી દ્વારા ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યા મુજબ અપહરણ કરનાર અજાણ્યા ઇસમોમાંથી ત્રણ ઇસમોને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જુનાગઢ એલસીબી દ્વારા અપહરણ માં વપરાયેલ કાર સાથે અતુલ પ્રેમસાગર કઠેરીયા ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઇ પરમાર અને ઈકબાલ હારુન ગોગદા ને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ ત્રણે આરોપીની હાલ એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. Junagadh જાણો શું છે સમગ્ર કેસ: જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના બની હતી. જેમાં સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. તે સમયે ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો તે રસ્તેથી કારમાં નીકળ્યા હતા. ત્યારે ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. અને કાર ચાલકો ગોંડલ જતા રહ્યા હતા. પરંતુ આ વાતનું મન દુઃખ રાખી ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ પ્રદીપ ખાડિયા વિસ્તારમાં આવ્યા હતા. અને ફરિયાદી સંજય સોલંકી નું લોકેશન મેળવી સંજય સોલંકી જયાં ઉભો હતો ત્યાં તેને મારી નાખવાના ઇરાદે કાર થી મોટરસાયકલને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. અને આ ગુનાનો મુખ્ય આરોપી ગણેશ જયરાજસિંહ જાડેજા તેના અન્ય સાગીરતો સાથે ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ જેવા હથિયારો થી સંજય સોલંકી પર તુડી પડ્યા હતા. ત્યારબાદ સંજય સોલંકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી જુનાગઢ થી ગોંડલ તરફ વાડી વિસ્તારમાં લઈ જઈ ફરી ઢીક્કા પાટુનો ઢોર માર માર્યો હતો.આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદી સંજય સોલંકી ને ગણેશ જયરાજસિંહ જાડેજાના મકાનને લઈ જઈ નગ્ન કરી આડેધળ માર મારી પિસ્તોલ જેવા હથિયાર બતાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માફી મંગાવતો વિડીયો બનાવ્યો હતો. અને જો કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કારમાં સંજય સોલંકી ને જુનાગઢ સાબલપુર ચોકડી નજીક ઉતારી દેવામાં આવ્યો હતો. સંજય સોલંકી વહેલી સવારે પોતાના ઘરે ગયો હતો અને તેના પિતાને આપવિત્તિ વર્ણવી હતી.જે મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ મામલે જુનાગઢ એલસીબી દ્વારા હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે સંજય સોલંકીનું અપહરણ કરી માર મારી,હત્યાની કોશિશ કરનાર અન્ય કેટલા આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે તે અંગે ત્રણે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

Junagadh News: ગોંડલ ધારાસભ્યના દીકરા સહિત 7 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ માંગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજા સહિત 7 આરોપીઓને હોસ્પિટલ લવાયા
  • ગણેશ જાડેજા સામે અપહરણ, માર માર્યાની ફરિયાદ
  • NSUI શહેર પ્રમુખ સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ

જૂનાગઢમાં NSUI શહેર પ્રમુખના અને દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા અને હાલના ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ગણેશ જાડેજા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.


મળતી માહિતી મુજબ, જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં તારીખ 31ના રોજ દલિત સમાજના યુવક અને એની સિવાયના શહેર પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી તેને ઢોર માર મારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજા અને હાલના ધારાસભ્ય રેખાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ ખૂલ્યું હતું. તેની સાથે તેના અન્ય 10 જેટલા અન્ય સાગરીતો પણ આ કેસમાં સંડોવાયેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થતા જુનાગઢ પોલીસ પરબ ગણેશ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આજે તમામ આરોપીઓના મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવ્યા જ્યાં તેમના 8 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે ટૂંક સમયમાં DySP દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવશે.


ગઇકાલે કરાઇ હતી ગણેશ જાડેજાની ધરપકડ 

ગઇકાલે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. તો, આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ પૂર્વે થોડા દિવસ પહેલા આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો ગણેશ જાડેજા છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો.

જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે થયેલી ફરિયાદમાં ગણેશ ગેંગના ત્રણ સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

ગણેશ ગેંગના સાગરીતોની ધરપકડ

ગત તારીખ 30 મે ની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ થયાની ઘટના બની હતી.જેમાં ગોંડલના હાલના ધારાસભ્યો ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દિકરા ગણેશ જાડેજાએ તેના સાગરીતો સાથે મળી સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Junagadh

આ મામલે જુનાગઢ એલસીબી દ્વારા ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યા મુજબ અપહરણ કરનાર અજાણ્યા ઇસમોમાંથી ત્રણ ઇસમોને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જુનાગઢ એલસીબી દ્વારા અપહરણ માં વપરાયેલ કાર સાથે અતુલ પ્રેમસાગર કઠેરીયા ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઇ પરમાર અને ઈકબાલ હારુન ગોગદા ને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ ત્રણે આરોપીની હાલ એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Junagadh

જાણો શું છે સમગ્ર કેસ:

જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખનું અપહરણ કરી હત્યાની કોશિશ કર્યાની ઘટના બની હતી. જેમાં સંજય સોલંકી રાતના સમયે દાતાર રોડ પર પોતાના ઘરે જતો હતો. તે સમયે ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના મિત્રો તે રસ્તેથી કારમાં નીકળ્યા હતા. ત્યારે ફરિયાદી સંજય સોલંકીએ કારને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. અને કાર ચાલકો ગોંડલ જતા રહ્યા હતા. પરંતુ આ વાતનું મન દુઃખ રાખી ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ પ્રદીપ ખાડિયા વિસ્તારમાં આવ્યા હતા. અને ફરિયાદી સંજય સોલંકી નું લોકેશન મેળવી સંજય સોલંકી જયાં ઉભો હતો ત્યાં તેને મારી નાખવાના ઇરાદે કાર થી મોટરસાયકલને પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો. અને આ ગુનાનો મુખ્ય આરોપી ગણેશ જયરાજસિંહ જાડેજા તેના અન્ય સાગીરતો સાથે ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ જેવા હથિયારો થી સંજય સોલંકી પર તુડી પડ્યા હતા.

ત્યારબાદ સંજય સોલંકીને ગાડીમાં બેસાડી અપહરણ કરી જુનાગઢ થી ગોંડલ તરફ વાડી વિસ્તારમાં લઈ જઈ ફરી ઢીક્કા પાટુનો ઢોર માર માર્યો હતો.આ તમામ આરોપીઓ દ્વારા ફરિયાદી સંજય સોલંકી ને ગણેશ જયરાજસિંહ જાડેજાના મકાનને લઈ જઈ નગ્ન કરી આડેધળ માર મારી પિસ્તોલ જેવા હથિયાર બતાવી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માફી મંગાવતો વિડીયો બનાવ્યો હતો. અને જો કેસ કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી કારમાં સંજય સોલંકી ને જુનાગઢ સાબલપુર ચોકડી નજીક ઉતારી દેવામાં આવ્યો હતો. સંજય સોલંકી વહેલી સવારે પોતાના ઘરે ગયો હતો અને તેના પિતાને આપવિત્તિ વર્ણવી હતી.જે મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ મામલે જુનાગઢ એલસીબી દ્વારા હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે સંજય સોલંકીનું અપહરણ કરી માર મારી,હત્યાની કોશિશ કરનાર અન્ય કેટલા આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે તે અંગે ત્રણે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.