Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં ડૂબેલા લોકોમાંથી 3ના મૃતદેહ મળ્યા

પોઈચાની નર્મદા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ ચાલુવડોદરાના પોઇચા નજીક નદીમાંથી ત્રીજો મૃતદેહ મળ્યો 24 કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહી છે શોધખોળ સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા ખાતેથી વહેતી નર્મદા નદીમાં ડૂબ્યા હતા. મૂળ અમરેલીનાં અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો હતો. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. ત્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી હતી જેમાં અત્યારસુધી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોઇચાની નર્મદા નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા હતા. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે, વડોદરાના પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબેલા 7 લોકોમાંથી વધુ એક ત્રીજા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી હતી. ત્યારે આજે એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. ફાયર ફાઇટરોએ પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે. બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ તેમજ બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ છે. જેમાં અંબિકા નદીમાં પગ ધોવા જતા 2 બાળકો ડૂબ્યા હતા. તેમાં 2 બાળકોમાંથી 1નો બચાવ થયો છે. તેમજ અન્ય એકનું મોત થયુ છે. મિત્રને ડૂબતો જોઈ તરુણ બચાવવા માટે કૂદ્યો હતો.

Gujarat Breaking News: પોઇચાની નર્મદા નદીમાં ડૂબેલા લોકોમાંથી 3ના મૃતદેહ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોઈચાની નર્મદા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ ચાલુ
  • વડોદરાના પોઇચા નજીક નદીમાંથી ત્રીજો મૃતદેહ મળ્યો
  • 24 કલાક કરતા પણ વધુ સમયથી ચાલી રહી છે શોધખોળ

સુરતનાં 8 પ્રવાસીઓ પોઈચા ખાતેથી વહેતી નર્મદા નદીમાં ડૂબ્યા હતા. મૂળ અમરેલીનાં અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ન્હાવા પડતા એક પછી એક 8 લોકો ડૂબ્યા હતા. 3 બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા હતા. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો હતો. સ્થાનિક યુવકોએ એક યુવકને ડૂબતા બચાવ્યો હતો. ત્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી હતી જેમાં અત્યારસુધી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

પોઇચાની નર્મદા નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા હતા. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે, વડોદરાના પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબેલા 7 લોકોમાંથી વધુ એક ત્રીજા શખ્સનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે.

નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા

તાજેતરમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી હતી. ત્યારે આજે એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા.

ફાયર ફાઇટરોએ પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી

નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.

બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ

તેમજ બીલીમોરામાં નદીમાં ડૂબી જતા 1નું મોત થયુ છે. જેમાં અંબિકા નદીમાં પગ ધોવા જતા 2 બાળકો ડૂબ્યા હતા. તેમાં 2 બાળકોમાંથી 1નો બચાવ થયો છે. તેમજ અન્ય એકનું મોત થયુ છે. મિત્રને ડૂબતો જોઈ તરુણ બચાવવા માટે કૂદ્યો હતો.