Ahmedabad News: ક્રાઇમ બ્રાન્ચે કરી કુખ્યાત આરોપી અલ્તાફ બાસીની ધરપકડ

વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા કરી હતી તોડફોડકાયદો અને વ્યવસ્થા ડહોળવા નિકળેલા આરોપીની ધરપકડ ધોળા દિવસે ખૌફ ફેલાવવાના CCTV થયા હતા વાયરલ અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ડહોળવા નિકળેલા આરોપીની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. આરોપી અલ્તાફ બાસીએ ગોમતીપુર વિસ્તારમાં વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે ખુલ્લેઆમ હથિયારો વડે સ્થાનિકોના ઘરમાં તોડફોડ કરી હતી.અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા જ રૌફ જમાવનાર કુખ્યાત અલ્તાફ બાસી આખરે અમદાવાદ ક્રાઈમબ્રાંચની પકડમાં આવી ગયો છે. આરોપી અલ્તાફે તેના સાગરીતો સાથે મળીને રખિયાલ-ગોમતીપુર વિસ્તારમાં ધોળે દિવસે ખૌફ મચાવ્યો હતો. જેના સીસીટીવી પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ નારાજગી વ્યકત કરી હતી જેને ધ્યાને લઈને આરોપી અલ્તાફ ગુજરાત છોડી પલાયન થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઈમબ્રાંચે તેની સુરતથી ધરપકડ કરી લીધી છે.આરોપી અલ્તાફે તેના સાગરીતો સાથે મળી ગોમતીપુર વિસ્તારમાં વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે સ્થાનિકોને ધાકધમકી આપી હતી આ સાથે જ સ્થાનિક કોર્પોરેટરના ઘરમાં ઘુસીને તોડફોડ કરી મારઝૂડ પણ કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ આરોપી અને તેના સાગરીતો સામે 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપી અલ્તાફ બાસી કુખ્યાત છે જેના સામે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 17 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાથે જ અલ્તાફ બાસી 2022 વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યો છે.ગોમતીપુર વિસ્તારની વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટેની સોપારી અલ્તાફ બાસીને આપવામાં આવી હતી જેને લઈને અલ્તાફે તેના સાગરીતો સાથે મળી ગોમતીપુર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગડે અને આરોપી નાસી છૂટે તે પહેલા જ અમદાવાદ ક્રાઈમબ્રાંચે આરોપી અલ્તાફની ધરપકડ કરી તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અલ્તાફના 3 ભત્રીજાને ઝડપી પાડવા પણ ક્રાઈમબ્રાંચે તજવીજ હાથ ધરી છે.

Ahmedabad News: ક્રાઇમ બ્રાન્ચે કરી કુખ્યાત આરોપી અલ્તાફ બાસીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા કરી હતી તોડફોડ
  • કાયદો અને વ્યવસ્થા ડહોળવા નિકળેલા આરોપીની ધરપકડ 
  • ધોળા દિવસે ખૌફ ફેલાવવાના CCTV થયા હતા વાયરલ 

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા ડહોળવા નિકળેલા આરોપીની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. આરોપી અલ્તાફ બાસીએ ગોમતીપુર વિસ્તારમાં વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે ખુલ્લેઆમ હથિયારો વડે સ્થાનિકોના ઘરમાં તોડફોડ કરી હતી.

અમદાવાદ શહેરમાં થોડા દિવસો પહેલા જ રૌફ જમાવનાર કુખ્યાત અલ્તાફ બાસી આખરે અમદાવાદ ક્રાઈમબ્રાંચની પકડમાં આવી ગયો છે. આરોપી અલ્તાફે તેના સાગરીતો સાથે મળીને રખિયાલ-ગોમતીપુર વિસ્તારમાં ધોળે દિવસે ખૌફ મચાવ્યો હતો. જેના સીસીટીવી પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પણ નારાજગી વ્યકત કરી હતી જેને ધ્યાને લઈને આરોપી અલ્તાફ ગુજરાત છોડી પલાયન થાય તે પહેલા જ અમદાવાદ ક્રાઈમબ્રાંચે તેની સુરતથી ધરપકડ કરી લીધી છે.


આરોપી અલ્તાફે તેના સાગરીતો સાથે મળી ગોમતીપુર વિસ્તારમાં વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટે સ્થાનિકોને ધાકધમકી આપી હતી આ સાથે જ સ્થાનિક કોર્પોરેટરના ઘરમાં ઘુસીને તોડફોડ કરી મારઝૂડ પણ કરી હતી. આ ઘટના સામે આવ્યા બાદ આરોપી અને તેના સાગરીતો સામે 3 અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપી અલ્તાફ બાસી કુખ્યાત છે જેના સામે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 17 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાથે જ અલ્તાફ બાસી 2022 વિધાનસભાની ચૂંટણીમાં બાપુનગર બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યો છે.

ગોમતીપુર વિસ્તારની વકફ બોર્ડની જમીન ખાલી કરાવવા માટેની સોપારી અલ્તાફ બાસીને આપવામાં આવી હતી જેને લઈને અલ્તાફે તેના સાગરીતો સાથે મળી ગોમતીપુર વિસ્તારમાં ભયનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગડે અને આરોપી નાસી છૂટે તે પહેલા જ અમદાવાદ ક્રાઈમબ્રાંચે આરોપી અલ્તાફની ધરપકડ કરી તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ આ ગુનામાં સંડોવાયેલા અલ્તાફના 3 ભત્રીજાને ઝડપી પાડવા પણ ક્રાઈમબ્રાંચે તજવીજ હાથ ધરી છે.