ચોમાસાના સમયે કંટ્રોલરૂમ એ વહીવટી તંત્રની કી સમાન છે : જિલ્લા કલેક્ટર

સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુન પ્રિપેરેશન બેઠક યોજાઈરેલવે નાળાઓના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે ખાસ આયોજન કરવા રેલવેને તાકીદ કરાઈ જયારે આરોગ્ય વિભાગને તમામ સ્થળે ડોકટર સહિતનો સ્ટાફ ખડેપગે રાખવા આદેશ   સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ કલેકટર કચેરીમાં બુધવારે જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુન પ્રિપેરેશન બેઠક મળી હતી.     સરકારી ચોપડે ચોમાસાની વિધિવત શરૂઆત તા. 1લી જુનથી થાય છે. હાલ જિલ્લામાં પ્રિ-મોન્સુન એકટીવીટી અંતર્ગત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે બુધવારે પ્રી-મોન્સુન એકટીવીટી અંતર્ગત પ્રીપેરશેન બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર કે.સી.સંપત, અધીક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, જિલ્લાના તમામ પ્રાંત અધીકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, ચીફ ઓફીસર, વીજ કંપની, એસ.ટી., સીંચાઈ, રેલવે, આરટીઓ, પોલીસના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. કલેકટરે મુંબઈમાં હોર્ડીંગ્સ પડવાથી થયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ જિલ્લામાં આવા કોઈ બનાવ ન બને તે માટે ભયજનક હોર્ડીંગ્સ અને મકાનો ઉતારી લેવા જણાવ્યુ હતુ. બીજી તરફ ગત ચોમાસામાં ખાસ કરીને લખતર પંથકમાં રેલવેના નાળામાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. જેને લીધે લોકો પરેશાન થયા હતા. ત્યારે આ ચોમાસામાં આવા નાળાઓમાંથી પાણીનો ઝડપથી નીકાલ થાય તેવી કાર્યવાહી કરવા રેલવે વિભાગને આદેશ કરાયો હતો. બીજી તરફ તમામ તાલુકા મથકે તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી તેને જિલ્લાકક્ષાએ મોકલવા જણાવ્યુ હતુ. જેમાં અગત્યના ફોન નંબરો, પુરના સમયે સ્થળાંતર માટેનું સ્થળ, એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમો આવે તો તેમના રહેવાની વ્યવસ્થા, ચોમાસામાં પાણી ભરાવાની બંધ થતા કોઝવેની યાદી તૈયારી કરી આગોતરૂ આયોજન કરવા જણાવાયુ હતુ. વીજ કંપનીને જર્જરીત વીજ પોલ, વાયરો, ટીસીનું ચોમાસા પુર્વે રીપેરીંગ કરવા, ટેલીફોન કંપનીને સરકારી કચેરીઓના ફોનના વાયર ચેક કરી લેવા જણાવાયુ આ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ રાહત કાર્યમાં ઉપયોગી નીવડે તેવા ભારે વાહનો, ડમ્પર, ડી-વોટરીંગ પમ્પ, બુલડોઝર, જનરેટર, જેસીબી, હોડી, લાઈફ જેકેટ વગેરેની સ્થીતી ચકાસી લેવા કહ્યુ હતુ. પુરના સમયે ફુડપેકેટ માટે એનજીઓ સંસ્થાઓની યાદી હાથવગી રાખવા પણ સુચના અપાઈ હતી. જિલ્લા કલેકટરે ચોમાસા સમયે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીએ, આરોગ્ય વિભાગ, સીંચાઈ વિભાગ, વીજ કંપની દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ એ જિલ્લા વહીવટી તંત્રની કી હોવાનું જણાવી લોકો તરફથી મળતા મેસેજ તુરંત જિલ્લાકક્ષાએ આપવા સુચન કર્યુ હતુ. જયારે આરોગ્ય વિભાગને તમામ સ્થળે ડોકટર સહિતનો સ્ટાફ ખડેપગે રાખવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા પણ જણાવાયુ હતુ.  આ ઉપરાંત જિલ્લા ગ્રામ્યમાં મુશ્કેલીના સમયે પાણી ભરાવાના સમયે ગ્રામ્ય સ્થળોએ એસટીના રૂટ બંધ કરવા, લોકોના સ્થળાંતર કરવા માટે બસની વ્યવસ્થા કરવા પણ તેઓએ સૂચન કર્યુ હતુ.

ચોમાસાના સમયે કંટ્રોલરૂમ એ વહીવટી તંત્રની કી સમાન છે : જિલ્લા કલેક્ટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુન પ્રિપેરેશન બેઠક યોજાઈ
  • રેલવે નાળાઓના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે ખાસ આયોજન કરવા રેલવેને તાકીદ કરાઈ
  • જયારે આરોગ્ય વિભાગને તમામ સ્થળે ડોકટર સહિતનો સ્ટાફ ખડેપગે રાખવા આદેશ

  સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ કલેકટર કચેરીમાં બુધવારે જિલ્લાકક્ષાની પ્રિ-મોન્સુન પ્રિપેરેશન બેઠક મળી હતી.

    સરકારી ચોપડે ચોમાસાની વિધિવત શરૂઆત તા. 1લી જુનથી થાય છે. હાલ જિલ્લામાં પ્રિ-મોન્સુન એકટીવીટી અંતર્ગત વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે બુધવારે પ્રી-મોન્સુન એકટીવીટી અંતર્ગત પ્રીપેરશેન બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટર કે.સી.સંપત, અધીક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા વિકાસ અધીકારી રાજેશ તન્ના, જિલ્લાના તમામ પ્રાંત અધીકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધીકારી, ચીફ ઓફીસર, વીજ કંપની, એસ.ટી., સીંચાઈ, રેલવે, આરટીઓ, પોલીસના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. કલેકટરે મુંબઈમાં હોર્ડીંગ્સ પડવાથી થયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ જિલ્લામાં આવા કોઈ બનાવ ન બને તે માટે ભયજનક હોર્ડીંગ્સ અને મકાનો ઉતારી લેવા જણાવ્યુ હતુ. બીજી તરફ ગત ચોમાસામાં ખાસ કરીને લખતર પંથકમાં રેલવેના નાળામાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. જેને લીધે લોકો પરેશાન થયા હતા. ત્યારે આ ચોમાસામાં આવા નાળાઓમાંથી પાણીનો ઝડપથી નીકાલ થાય તેવી કાર્યવાહી કરવા રેલવે વિભાગને આદેશ કરાયો હતો. બીજી તરફ તમામ તાલુકા મથકે તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી તેને જિલ્લાકક્ષાએ મોકલવા જણાવ્યુ હતુ. જેમાં અગત્યના ફોન નંબરો, પુરના સમયે સ્થળાંતર માટેનું સ્થળ, એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમો આવે તો તેમના રહેવાની વ્યવસ્થા, ચોમાસામાં પાણી ભરાવાની બંધ થતા કોઝવેની યાદી તૈયારી કરી આગોતરૂ આયોજન કરવા જણાવાયુ હતુ. વીજ કંપનીને જર્જરીત વીજ પોલ, વાયરો, ટીસીનું ચોમાસા પુર્વે રીપેરીંગ કરવા, ટેલીફોન કંપનીને સરકારી કચેરીઓના ફોનના વાયર ચેક કરી લેવા જણાવાયુ આ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ રાહત કાર્યમાં ઉપયોગી નીવડે તેવા ભારે વાહનો, ડમ્પર, ડી-વોટરીંગ પમ્પ, બુલડોઝર, જનરેટર, જેસીબી, હોડી, લાઈફ જેકેટ વગેરેની સ્થીતી ચકાસી લેવા કહ્યુ હતુ. પુરના સમયે ફુડપેકેટ માટે એનજીઓ સંસ્થાઓની યાદી હાથવગી રાખવા પણ સુચના અપાઈ હતી. જિલ્લા કલેકટરે ચોમાસા સમયે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીએ, આરોગ્ય વિભાગ, સીંચાઈ વિભાગ, વીજ કંપની દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ એ જિલ્લા વહીવટી તંત્રની કી હોવાનું જણાવી લોકો તરફથી મળતા મેસેજ તુરંત જિલ્લાકક્ષાએ આપવા સુચન કર્યુ હતુ. જયારે આરોગ્ય વિભાગને તમામ સ્થળે ડોકટર સહિતનો સ્ટાફ ખડેપગે રાખવા, જરૂરી દવાનો સ્ટોક રાખવા પણ જણાવાયુ હતુ.

 આ ઉપરાંત જિલ્લા ગ્રામ્યમાં મુશ્કેલીના સમયે પાણી ભરાવાના સમયે ગ્રામ્ય સ્થળોએ એસટીના રૂટ બંધ કરવા, લોકોના સ્થળાંતર કરવા માટે બસની વ્યવસ્થા કરવા પણ તેઓએ સૂચન કર્યુ હતુ.