Ahmedabad :દાણચોરોની સિન્ડિકેટમાં સામેલ કસ્ટમની મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા સસ્પેન્ડ

દાણચોરીનું સોનું લઇને આવતી મહિલા કેરિયરો સાથે મળીને બહાર કાઢતા હતાબે વર્ષમાં 200 કરોડનું સોનું એરપોર્ટની બહાર ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે મળીને બહાર કાઢયું ડીઆરઆઇએ દાણચોરીના કેસમાં એરપોર્ટ મેનેજર મીના સહિત સાત લોકોની ધરપકડ કરી દાણચોરોની સિન્ડિકેટ માટે કામ કરતી કસ્ટમની મહિલા સુપ્રિટેન્ડન્ટ ખાતાકીય તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામા આવી છે. પ્રીતિ આર્યા અગાઉ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજા બજાવતી હતી તે દરમ્યાન દાણચોરોની સિન્ડિકેટ એરપોર્ટ પર સક્રિય હતી.દાણચોરીનુ સોનુ લઇને આવતી મહિલા કેરિયરો સાથે મળીને ક્લીયર કરી દેવાતા હતા. મહિલા કેરિયરને મહિલા કસ્ટમ અધિકારી પુછપરછ કરતા હોવાથી કોઇને શંકા જતી નહતી. મોટાભાગના કિસ્સાઓમાં લોડર, હાઉસ કીપિંગ સ્ટાફ અને એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ જ કસ્ટમ સાથે મળીને દાણચોરી કરતા હોય છે. ડીઆરઆઇએ દાણચોરીના કેસમાં એરપોર્ટ મેનેજર મીના સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમદાવાદ ડીઆરઆઇની ટીમે ચેન્નાઇની દાણચોરોની સિન્ડિકેટના દસ કેરિયરોની ધરપકડ કરી હતી. સાત કરોડની ગોલ્ડ પેસ્ટની એરપોર્ટ સર્કલ નજીક હોટલમાં રોકાયેલા સિન્ડીકેટ મેમ્બરોને ડિલીવરી કરતી વખતે ઝડપી લીધા હતા. ડીઆરઆઇની ટીમે એરપોર્ટમાંથી બે પેસેન્જરો અને હોટલમાંથી આઠની ધરપકડ કરી હતી. ચેન્નાઇની ગેંગ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર દાણચોરી કરતી હતી. બે વર્ષમાં 200 કરોડની સોનું એરપોર્ટની બહાર કસ્ટમના ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે મળીને બહાર કાઢયુ છે.ડીઆરઆઇની ટીમે દસ કેરિયરોની ધરપકડ કરી ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટમાંથી સાત અધિકારીઓની અન્યત્ર બદલી કરીને નવા અધિકારીઓની નિમણુક કરાઇ હતી.સસ્પેન્ડ કરાયેલી મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા અગાઉ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતી હતી તે દરમ્યાન મહિલા કેરિયરો સાથે મળીને દાણચોરી કરવામા મદદ કરતી હતી તેવા તેમના પર આક્ષેપો હતો. સુરત ગયા બાદ પણ આ પ્રકારની પ્રેક્ટિસ ચાલુ હોવાના કારણે તેમની બદલી સુરત ડિવિઝનમાં કરીને ખાતાકીય તપાસ ચાલુ રાખવામા આવી હતી.

Ahmedabad :દાણચોરોની સિન્ડિકેટમાં સામેલ કસ્ટમની મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દાણચોરીનું સોનું લઇને આવતી મહિલા કેરિયરો સાથે મળીને બહાર કાઢતા હતા
  • બે વર્ષમાં 200 કરોડનું સોનું એરપોર્ટની બહાર ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે મળીને બહાર કાઢયું
  • ડીઆરઆઇએ દાણચોરીના કેસમાં એરપોર્ટ મેનેજર મીના સહિત સાત લોકોની ધરપકડ કરી

દાણચોરોની સિન્ડિકેટ માટે કામ કરતી કસ્ટમની મહિલા સુપ્રિટેન્ડન્ટ ખાતાકીય તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામા આવી છે. પ્રીતિ આર્યા અગાઉ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજા બજાવતી હતી તે દરમ્યાન દાણચોરોની સિન્ડિકેટ એરપોર્ટ પર સક્રિય હતી.

દાણચોરીનુ સોનુ લઇને આવતી મહિલા કેરિયરો સાથે મળીને ક્લીયર કરી દેવાતા હતા. મહિલા કેરિયરને મહિલા કસ્ટમ અધિકારી પુછપરછ કરતા હોવાથી કોઇને શંકા જતી નહતી. મોટાભાગના કિસ્સાઓમાં લોડર, હાઉસ કીપિંગ સ્ટાફ અને એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ જ કસ્ટમ સાથે મળીને દાણચોરી કરતા હોય છે. ડીઆરઆઇએ દાણચોરીના કેસમાં એરપોર્ટ મેનેજર મીના સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમદાવાદ ડીઆરઆઇની ટીમે ચેન્નાઇની દાણચોરોની સિન્ડિકેટના દસ કેરિયરોની ધરપકડ કરી હતી. સાત કરોડની ગોલ્ડ પેસ્ટની એરપોર્ટ સર્કલ નજીક હોટલમાં રોકાયેલા સિન્ડીકેટ મેમ્બરોને ડિલીવરી કરતી વખતે ઝડપી લીધા હતા. ડીઆરઆઇની ટીમે એરપોર્ટમાંથી બે પેસેન્જરો અને હોટલમાંથી આઠની ધરપકડ કરી હતી. ચેન્નાઇની ગેંગ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર દાણચોરી કરતી હતી. બે વર્ષમાં 200 કરોડની સોનું એરપોર્ટની બહાર કસ્ટમના ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે મળીને બહાર કાઢયુ છે.

ડીઆરઆઇની ટીમે દસ કેરિયરોની ધરપકડ કરી ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટમાંથી સાત અધિકારીઓની અન્યત્ર બદલી કરીને નવા અધિકારીઓની નિમણુક કરાઇ હતી.સસ્પેન્ડ કરાયેલી મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા અગાઉ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતી હતી તે દરમ્યાન મહિલા કેરિયરો સાથે મળીને દાણચોરી કરવામા મદદ કરતી હતી તેવા તેમના પર આક્ષેપો હતો. સુરત ગયા બાદ પણ આ પ્રકારની પ્રેક્ટિસ ચાલુ હોવાના કારણે તેમની બદલી સુરત ડિવિઝનમાં કરીને ખાતાકીય તપાસ ચાલુ રાખવામા આવી હતી.