જામનગરના ગ્રેઈન માર્કેટના વેપારીને પૈસાની ઉઘરાણી ના પ્રશ્ને પતાવી દેવાની ધમકી અપાઈ

Jamnagar News : જામનગરના ગ્રેઇન માર્કેટના વેપારીને પૈસાની ઉઘરાણીના પ્રશ્ને એક શખ્સે પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જ્યારે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક દલિત યુવાનને માર મારી હડધૂત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ગ્રેઈન માર્કેટમાં વેપારી પેઢી ધરાવતા નિલેશભાઈ અરવિંદભાઈ પોપટ નામના 47 વર્ષના વેપારીએ પોતાને મોબાઈલ ફોન પર પૈસાની ઉઘરાણીના પ્રશ્ન ધાક ધમકી આપવા અંગે કરસનભાઈ સવદાસભાઇ બડીયાવદરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે. આ ઉપરાંત જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતો પ્રફુલભાઈ કિશોરભાઈ પરમાર નામનો 24 વર્ષનો દલિત યુવાન ગઈકાલે રામેશ્વર નગર વિસ્તારમાં એક ચાહની હોટલે ચા પીવા માટે ઉભો હતો, તે દરમિયાન પ્રવીણભાઈ બેલા નામના શખ્સે આવી તેને માર માર્યો હતો, અને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યો હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના ગ્રેઈન માર્કેટના વેપારીને પૈસાની ઉઘરાણી ના પ્રશ્ને પતાવી દેવાની ધમકી અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar News : જામનગરના ગ્રેઇન માર્કેટના વેપારીને પૈસાની ઉઘરાણીના પ્રશ્ને એક શખ્સે પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જ્યારે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં એક દલિત યુવાનને માર મારી હડધૂત કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ગ્રેઈન માર્કેટમાં વેપારી પેઢી ધરાવતા નિલેશભાઈ અરવિંદભાઈ પોપટ નામના 47 વર્ષના વેપારીએ પોતાને મોબાઈલ ફોન પર પૈસાની ઉઘરાણીના પ્રશ્ન ધાક ધમકી આપવા અંગે કરસનભાઈ સવદાસભાઇ બડીયાવદરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ તપાસ ચલાવે છે.

 આ ઉપરાંત જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતો પ્રફુલભાઈ કિશોરભાઈ પરમાર નામનો 24 વર્ષનો દલિત યુવાન ગઈકાલે રામેશ્વર નગર વિસ્તારમાં એક ચાહની હોટલે ચા પીવા માટે ઉભો હતો, તે દરમિયાન પ્રવીણભાઈ બેલા નામના શખ્સે આવી તેને માર માર્યો હતો, અને સમાજમાં હલકા પાડવા માટે હડધુત કર્યો હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવાઈ છે.