ક્ષત્રિય નેતાઓએ ગધેથડના લાલબાપુ સાથે કરી મુલાકાત

ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મુલાકાત પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ પણ કરી લાલબાપુ સાથે મુલાકાત રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ક્ષત્રિય નેતાની મુલાકાત રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિેવદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતાની મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.ગધેથડના લાલબાપુ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા. જો કે શું વાતચીત થઇ તેની માહિતી મળી નથી પણ બંને નેતાઓની આ મુલાકાતને લઈ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ક્ષત્રિય આંદોલનને લઇને મુલાકાત હોઇ શકે ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે છે. આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગ રુપે થઇ છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેવા સમયે ગધેથડના લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક મનાઇ રહી છે. ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર છે. વિવાદ બાદ ગોંડલમાં જયરાજસિંહના ફાર્મ હાઉસમાં ક્ષત્રિયોની સભા યોજાઇ હતી જેમાં પરશોત્તમ રુપાલાએ હાથ જોડીને માફી માગી હતી અને સભામાં ઉપસ્થિત આગેવાનોએ તેમની માફી સ્વીકારી પણ હતી. ગોંડલની સભા બાદ પરશોત્તમ રૂપાલા પણ ગધેથડધામ પહોંચ્યા હતા અને લાલબાપુને મળ્યાં હતા. શ્રધ્ધાનુ કેન્દ્ર આજે પાંચ દાયકાથી વધુની સાધના બાદ લાલબાપુના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. તેમના જીવનમાં તેમના દર્શનથી મળેલા સારા પરિણામોને કારણે લોકો તેમને ગુરુ માને છે. આવા જિનિયસની વિશાળ યાદી આજે જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની અને રાજનેતા રીવાબા જાડેજા, જામનગર ઉત્તરના ધારાસભ્ય, તેમના દર્શન માટે સમયાંતરે ગધેથડની મુલાકાત લે છે. રવિન્દ્ર જાડેજાની કારકિર્દી એક તબક્કે અટકી ગઈ હતી પરંતુ તેમના દર્શન બાદ તેઓ મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા, ત્યારબાદ જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ બાપુના દર્શને આવે છે. 1998થી તેમણે વેણુદી ડેમના કિનારે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ શરૂ કર્યું. આ ભવ્ય મંદિરનું કામ વર્ષ 2014માં પૂર્ણ થયું હતું.આ મંદિરના નિર્માણની એક વિશેષતા એ છે કે, અહીં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જ્યાં જરૂર હોય ત્યાં તાંબા અને ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનું નિર્માણ વિધિ વિધાન દ્વારા શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં એવા ઘણા સ્થળો છે જે ગુરુઓના સન્માનમાં સ્થાપિત છે અને તેમની તપસ્યા માટે પ્રખ્યાત છે.

ક્ષત્રિય નેતાઓએ ગધેથડના લાલબાપુ સાથે કરી મુલાકાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મુલાકાત
  • પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ પણ કરી લાલબાપુ સાથે મુલાકાત
  • રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ક્ષત્રિય નેતાની મુલાકાત

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના નિેવદન બાદ તેમની ટિકિટ રદ કરવાની માગ સાથે રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે ગધેથડના લાલબાપુ સાથે અમદાવાદમાં વરિષ્ઠ ભાજપ નેતાની મુલાકાતે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.ગધેથડના લાલબાપુ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પૂર્વમંત્રી હકુભા લાલબાપુને મળ્યા હતા. જો કે શું વાતચીત થઇ તેની માહિતી મળી નથી પણ બંને નેતાઓની આ મુલાકાતને લઈ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

ક્ષત્રિય આંદોલનને લઇને મુલાકાત હોઇ શકે

ક્ષત્રિય આંદોલનને લઇને આ મુલાકાત થઇ હોઇ શકે છે. આ મુલાકાત ધાર્મિક મુલાકાત હતી કે પછી ક્ષત્રિય આંદોલનને શાંત કરવાના પ્રયાસના ભાગ રુપે થઇ છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પરશોત્તમ રુપાલા આગામી 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તેવા સમયે ગધેથડના લાલબાપુ સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુલાકાત સૂચક મનાઇ રહી છે.


ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર

ગધેથડધામ ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર છે. વિવાદ બાદ ગોંડલમાં જયરાજસિંહના ફાર્મ હાઉસમાં ક્ષત્રિયોની સભા યોજાઇ હતી જેમાં પરશોત્તમ રુપાલાએ હાથ જોડીને માફી માગી હતી અને સભામાં ઉપસ્થિત આગેવાનોએ તેમની માફી સ્વીકારી પણ હતી. ગોંડલની સભા બાદ પરશોત્તમ રૂપાલા પણ ગધેથડધામ પહોંચ્યા હતા અને લાલબાપુને મળ્યાં હતા.

શ્રધ્ધાનુ કેન્દ્ર

આજે પાંચ દાયકાથી વધુની સાધના બાદ લાલબાપુના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. તેમના જીવનમાં તેમના દર્શનથી મળેલા સારા પરિણામોને કારણે લોકો તેમને ગુરુ માને છે. આવા જિનિયસની વિશાળ યાદી આજે જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની અને રાજનેતા રીવાબા જાડેજા, જામનગર ઉત્તરના ધારાસભ્ય, તેમના દર્શન માટે સમયાંતરે ગધેથડની મુલાકાત લે છે. રવિન્દ્ર જાડેજાની કારકિર્દી એક તબક્કે અટકી ગઈ હતી પરંતુ તેમના દર્શન બાદ તેઓ મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા, ત્યારબાદ જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તેઓ બાપુના દર્શને આવે છે. 1998થી તેમણે વેણુદી ડેમના કિનારે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ શરૂ કર્યું. આ ભવ્ય મંદિરનું કામ વર્ષ 2014માં પૂર્ણ થયું હતું.આ મંદિરના નિર્માણની એક વિશેષતા એ છે કે, અહીં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જ્યાં જરૂર હોય ત્યાં તાંબા અને ચાંદી જેવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનું નિર્માણ વિધિ વિધાન દ્વારા શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં એવા ઘણા સ્થળો છે જે ગુરુઓના સન્માનમાં સ્થાપિત છે અને તેમની તપસ્યા માટે પ્રખ્યાત છે.