છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી લઈને ચૂંટણી મેદાનમાં ઊતર્યા

ભારત સહિત ગુજરાતની લોકસભા સીટ પર ચૂંટણી લડવાનો એલાન કર્યો મનસુખ વસાવાએ ફક્ત દુઃખ આપ્યું સુખ આપ્યું જ નથી: છોટુ વસાવા ચર્ચાસ્પદ રહેલી ભરૂચ લોકસભા સીટ પર પણ લડવાની જાહેરાત કરી છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી લઈને ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. ભારત સહિત ગુજરાતની લોકસભા સીટ પર ચૂંટણી લડવાનો એલાન કર્યો છે. તેમજ છોટુ વસાવાએ જણાવ્યું છે કે મનસુખ વસાવાએ ફક્ત દુઃખ આપ્યું સુખ આપ્યું જ નથી. ભારત આદિવાસી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જગડીયાના વાસણા ગામ ખાતે છોટુભાઈ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ભારત આદિવાસી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજસ્થાનના ત્રણ ધારાસભ્ય અને મધ્યપ્રદેશના એક ધારાસભ્યે ખાસ હાજરી આપી હતી. ભારત આદિવાસી પાર્ટીમાં છોટુભાઈ વસાવા અને સંયોજક બનાવવામાં આવ્યા હતા અને ભારત આદિવાસી પાર્ટી તરફથી દેશની તમામ તેમજ ગુજરાતની તમામ લોકસભા સીટ મળીને ચર્ચાસ્પદ રહેલી ભરૂચ લોકસભા સીટ પર પણ લડવાનો એલાન કર્યો છે. ચૈત્ર વસાવાના રંગમાં હવે ભંગ પડશે એ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી આગામી બેથી ત્રણ દિવસની અંદર ભરૂચ લોકસભા સીટના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ભરૂચ લોકસભામાં ત્રીજા મોરચા તરીકેના કયાસ પરથી પડદો ઉઠી ગયો છે. ચૈત્ર વસાવા માટે ભરૂચ લોકસભાની રાહ હવે આસાન રહી નથી, એક તરફ એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ સૌથી મોટી નજર છોટુભાઈ વસાવાના વોટ બેન્ક પર છે, ટૂંકમાં ચૈત્ર વસાવાના રંગમાં હવે ભંગ પડશે એ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી લઈને ચૂંટણી મેદાનમાં ઊતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારત સહિત ગુજરાતની લોકસભા સીટ પર ચૂંટણી લડવાનો એલાન કર્યો
  • મનસુખ વસાવાએ ફક્ત દુઃખ આપ્યું સુખ આપ્યું જ નથી: છોટુ વસાવા
  • ચર્ચાસ્પદ રહેલી ભરૂચ લોકસભા સીટ પર પણ લડવાની જાહેરાત કરી

છોટુભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી લઈને ચૂંટણી મેદાનમાં ઊતર્યા છે. ભારત સહિત ગુજરાતની લોકસભા સીટ પર ચૂંટણી લડવાનો એલાન કર્યો છે. તેમજ છોટુ વસાવાએ જણાવ્યું છે કે મનસુખ વસાવાએ ફક્ત દુઃખ આપ્યું સુખ આપ્યું જ નથી.

ભારત આદિવાસી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ જગડીયાના વાસણા ગામ ખાતે છોટુભાઈ વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં ભારત આદિવાસી પાર્ટીના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજસ્થાનના ત્રણ ધારાસભ્ય અને મધ્યપ્રદેશના એક ધારાસભ્યે ખાસ હાજરી આપી હતી. ભારત આદિવાસી પાર્ટીમાં છોટુભાઈ વસાવા અને સંયોજક બનાવવામાં આવ્યા હતા અને ભારત આદિવાસી પાર્ટી તરફથી દેશની તમામ તેમજ ગુજરાતની તમામ લોકસભા સીટ મળીને ચર્ચાસ્પદ રહેલી ભરૂચ લોકસભા સીટ પર પણ લડવાનો એલાન કર્યો છે.

ચૈત્ર વસાવાના રંગમાં હવે ભંગ પડશે એ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી

આગામી બેથી ત્રણ દિવસની અંદર ભરૂચ લોકસભા સીટના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. ભરૂચ લોકસભામાં ત્રીજા મોરચા તરીકેના કયાસ પરથી પડદો ઉઠી ગયો છે. ચૈત્ર વસાવા માટે ભરૂચ લોકસભાની રાહ હવે આસાન રહી નથી, એક તરફ એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ સૌથી મોટી નજર છોટુભાઈ વસાવાના વોટ બેન્ક પર છે, ટૂંકમાં ચૈત્ર વસાવાના રંગમાં હવે ભંગ પડશે એ વાત કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.