Suratના કાપોદ્રામાં રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી આરોપીએ 6.97 લાખ પડાવ્યા

આરોપીઓએ વધુ રૂપિયા માંગતા નોંધાઈ ફરિયાદ કલ્પેશ ખાખડિયા અને અક્ષય ચૌહાણ સામે ફરિયાદ પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગરથી ઝડપ્યો સુરતના કાપોદ્રામાં રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે,જેમાં કાપોદ્રા પોલીસે ભાવનગરથી એક આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર છે,આરોપીઓએ અશ્લીલ વિડીયો બતાવી રૂપિયા 6.97 લાખ પડાવી દીધા છે તો અન્ય વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. એક મહિના પહેલા પણ હનીટ્રેપની ઘટના બની અમરોલીમાં સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. યુવકને જ્યારે રૂમમાં બોલાવવામાં આવ્યો, ત્યારે પહેલાંથી જ એક ઇસમ આપતિજનક અવસ્થામાં હતો. જે બાદ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. 15 એપ્રિલ 2024ના રોજ વડોદરામાં બની હનીટ્રેપની ઘટના સમા વિસ્તારમાં રહેતા મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મસાજ માટે બોલાવી હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને તેના ત્રણ સાગરીતોને ગોત્રી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે કે, ટોળકીએ ડોક્ટર સહિત કુલ ચાર લોકોને ફસાવ્યા હતા.જુહી નામની યુવતીએ ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટરને ૧૦ દિવસ પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ડોક્ટરે રિક્વેસ્ટ સ્વીકારતા જુહીએ જણાવ્યું હતું કે, હું મસાજનું કામ કરું છું, કલાકના હજાર રૃપિયા લઉં છું, મસાજ કરાવવી હોય તો કહેજો. જુહીએ પોતાનો મોબાઇલ નંબર પણ ડોક્ટરને મોકલ્યો હતો.

Suratના કાપોદ્રામાં રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી આરોપીએ 6.97 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીઓએ વધુ રૂપિયા માંગતા નોંધાઈ ફરિયાદ
  • કલ્પેશ ખાખડિયા અને અક્ષય ચૌહાણ સામે ફરિયાદ
  • પોલીસે અક્ષય ચૌહાણને ભાવનગરથી ઝડપ્યો

સુરતના કાપોદ્રામાં રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે,જેમાં કાપોદ્રા પોલીસે ભાવનગરથી એક આરોપીની ધરપકડ કરી છે જયારે એક આરોપી ફરાર છે,આરોપીઓએ અશ્લીલ વિડીયો બતાવી રૂપિયા 6.97 લાખ પડાવી દીધા છે તો અન્ય વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

એક મહિના પહેલા પણ હનીટ્રેપની ઘટના બની અમરોલીમાં

સુરતના અમરોલી વિસ્તારમાં સમલૈંગિક સંબંધો બાંધવાના નામે યુવકને બોલાવી ચાર જેટલા લોકો દ્વારા રૂપિયા અઢી લાખ જેટલી રકમ પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.અમરોલી પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવકને બ્લુડ લાઈવ એન્ડ ડેટિંગ એપ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ બાદ સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી યુવકને અમરોલી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો. અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બોલાવી યુવકનો બીભત્સ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. યુવકને જ્યારે રૂમમાં બોલાવવામાં આવ્યો, ત્યારે પહેલાંથી જ એક ઇસમ આપતિજનક અવસ્થામાં હતો. જે બાદ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી.


15 એપ્રિલ 2024ના રોજ વડોદરામાં બની હનીટ્રેપની ઘટના

સમા વિસ્તારમાં રહેતા મેડિકલ ઓફિસરને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મસાજ માટે બોલાવી હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને તેના ત્રણ સાગરીતોને ગોત્રી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો જાણવા મળી છે કે, ટોળકીએ ડોક્ટર સહિત કુલ ચાર લોકોને ફસાવ્યા હતા.જુહી નામની યુવતીએ ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટરને ૧૦ દિવસ પહેલાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ડોક્ટરે રિક્વેસ્ટ સ્વીકારતા જુહીએ જણાવ્યું હતું કે, હું મસાજનું કામ કરું છું, કલાકના હજાર રૃપિયા લઉં છું, મસાજ કરાવવી હોય તો કહેજો. જુહીએ પોતાનો મોબાઇલ નંબર પણ ડોક્ટરને મોકલ્યો હતો.