Rajkot :શોકમગ્ન રાજકોટ શાતિપૂર્ણ બંધ દોષિતોને સજા કરો, તીવ્ર જનાક્રોશ

ગેમઝોનકાંડની માસિક પુણ્યતિથિએ બંધના એલાનમાં પીડિતો પણ જોડાયાબજારો, શાળાઓમાં સ્વયંભું બંધ : ચક્કાજામ વખતે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પોલીસે આંદોલનકારી 39 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી 27 નિર્દોષોનો ભોગ લેનાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની માસિક પૂણ્યતિથિએ આજે અપાયેલા બંધના એલાનમાં રાજકોટની બજારો, શાળાઓ સહિતના એકમોએ સ્વયંભૂ શાંતિપૂર્ણ બંધ પાળી આ દુર્ઘટનામાં ઘોર બેદરકાર અને ભ્રષ્ટ દોષિતો સામે આકરા પગલા ભરવાની માંગ કરી હતી. આજે કેટલાક પીડિત પરિવારોના સભ્યો પણ ન્યાયની માંગ સામે બહાર આવ્યા હતા. બંધ દરમિયાન શહેરના કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરતા દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે આંદોલનકારી 39 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. બંધ દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આવી ત્યારે આગેવાનો સાથે બળપ્રયોગ કરવામાં આવતા ચક્કાજામ સાથે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે ઝપાઝપી કરી આગેવાનોને પોલીસવાનમાં બેસાડયા હતા. ત્યારે પીડિત પરિવારના યુવાનને પણ આંદોલનકારી સમજી પકડી લીધો હતો. આ ઉપરાંત વોર્ડ નં.13માં આવેલ સ્વામિનારાયણ ચોકમાં પણ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી. પીડિતોનો આક્રોશઃ 'અમે જેને ચૂંટીને મોકલ્યા એ હવે ન્યાય અપાવતા નથી' રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનોએ સત્તાધીશો સામે સવાલ કર્યા હતા કે, 'અમે જેને ચૂંટીને મોકલ્યા એ હવે ન્યાય અપાવતા નથી.' જો સરકાર દોષિતોને સજા નહી કરે તો અમે રસ્તા ઉપર ઉતરી આવશું. અગ્નિકાંડમાં ભોગ બનેલા આશાબેન કાથડના બહેને કહ્યુ હતું કે, અમે અમારા સ્વજનો ગુમાવ્યા છે જેની ખોટ ક્યારેય નહીં ભરી શકાય. પોલીસ અને સરકારની કામગીરીથી અમે અસંતુષ્ટ છીએ. પોતાનો જુવાનજોઘ પૂત્ર વિશ્વરાજસિંહ જાડેજાને ગુમાવનાર માતા જયશ્રીબાએ કહ્યુ હતું કે, અમે જે સરકારને ચૂંટીને ખૂરશી પર બેસાડી છે પણ હવે તે જ હવે લોકો સામે જોતી નથી. અગ્નિકાંડ : પીડિતો યુનિયન બનાવી ન્યાય માટે લડશે રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 27 નિર્દોષના મૃત્યુ નિપજ્યા બાદ હવે ભોગ બનનાર પરિવારો યુનિયન બનાવીને કાનૂની લડત માંડવાના છે મોરબી બ્રીજ કાંડમાં જેમ પીડિત પરિવારોએ એક થઈને પડત આપી તેમ રાજકોટના પીડિત પરિવારો વતી વકીલો નિશુલ્ક કેસ લડીને પરિવારોને મદદરૂપ થશે. અગ્નિકાંડમાં સ્વજન ગુમાવનાર તુષારભાઈ ધારેચાએ જણાવ્યું હતું કે અમે પણ મોરબી બ્રીજ કાંડના પીડિત પરિવારોની જેમ એક યુનિયન બનાવીને કાનૂની લડત આપવાના છીએ અત્યારે મારી સાથે પાંચ જેટલા પરિવારો જોડાઈ ગયા છે હવે હું અન્ય પીડિત પરિવારોનો સંપર્ક કરવાનો છું અને તેમને યુનિયનમાં જોડવાનો છું અને વકીલાતનામામાં સહી કરવાના છે અમારા પીડિત પરિવારો વતી વકીલ નરેન્દ્રસિહ જાડેજા નિઃશુલ્ક કેસ લડવાના છે મારા પ્રયત્નો એવા છે કે અમે એક જ વકીલરાખીએ જેથી કેસ ઝડપથી ચાલી શકે હવે સરકાર દ્વારા નિર્મિત સીટ સાથે અમારૂ પીડિત પરિવારોનું યુનિયન પણ કાનૂની લડત આપશે.

Rajkot :શોકમગ્ન રાજકોટ શાતિપૂર્ણ બંધ દોષિતોને સજા કરો, તીવ્ર જનાક્રોશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમઝોનકાંડની માસિક પુણ્યતિથિએ બંધના એલાનમાં પીડિતો પણ જોડાયા
  • બજારો, શાળાઓમાં સ્વયંભું બંધ : ચક્કાજામ વખતે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
  • પોલીસે આંદોલનકારી 39 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી

27 નિર્દોષોનો ભોગ લેનાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની માસિક પૂણ્યતિથિએ આજે અપાયેલા બંધના એલાનમાં રાજકોટની બજારો, શાળાઓ સહિતના એકમોએ સ્વયંભૂ શાંતિપૂર્ણ બંધ પાળી આ દુર્ઘટનામાં ઘોર બેદરકાર અને ભ્રષ્ટ દોષિતો સામે આકરા પગલા ભરવાની માંગ કરી હતી.

આજે કેટલાક પીડિત પરિવારોના સભ્યો પણ ન્યાયની માંગ સામે બહાર આવ્યા હતા. બંધ દરમિયાન શહેરના કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરતા દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે આંદોલનકારી 39 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બંધ દરમિયાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી આવી ત્યારે આગેવાનો સાથે બળપ્રયોગ કરવામાં આવતા ચક્કાજામ સાથે વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે ઝપાઝપી કરી આગેવાનોને પોલીસવાનમાં બેસાડયા હતા. ત્યારે પીડિત પરિવારના યુવાનને પણ આંદોલનકારી સમજી પકડી લીધો હતો. આ ઉપરાંત વોર્ડ નં.13માં આવેલ સ્વામિનારાયણ ચોકમાં પણ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કરવામાં આવતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી હતી.

પીડિતોનો આક્રોશઃ 'અમે જેને ચૂંટીને મોકલ્યા એ હવે ન્યાય અપાવતા નથી'

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારજનોએ સત્તાધીશો સામે સવાલ કર્યા હતા કે, 'અમે જેને ચૂંટીને મોકલ્યા એ હવે ન્યાય અપાવતા નથી.' જો સરકાર દોષિતોને સજા નહી કરે તો અમે રસ્તા ઉપર ઉતરી આવશું. અગ્નિકાંડમાં ભોગ બનેલા આશાબેન કાથડના બહેને કહ્યુ હતું કે, અમે અમારા સ્વજનો ગુમાવ્યા છે જેની ખોટ ક્યારેય નહીં ભરી શકાય. પોલીસ અને સરકારની કામગીરીથી અમે અસંતુષ્ટ છીએ. પોતાનો જુવાનજોઘ પૂત્ર વિશ્વરાજસિંહ જાડેજાને ગુમાવનાર માતા જયશ્રીબાએ કહ્યુ હતું કે, અમે જે સરકારને ચૂંટીને ખૂરશી પર બેસાડી છે પણ હવે તે જ હવે લોકો સામે જોતી નથી.

અગ્નિકાંડ : પીડિતો યુનિયન બનાવી ન્યાય માટે લડશે

રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં 27 નિર્દોષના મૃત્યુ નિપજ્યા બાદ હવે ભોગ બનનાર પરિવારો યુનિયન બનાવીને કાનૂની લડત માંડવાના છે મોરબી બ્રીજ કાંડમાં જેમ પીડિત પરિવારોએ એક થઈને પડત આપી તેમ રાજકોટના પીડિત પરિવારો વતી વકીલો નિશુલ્ક કેસ લડીને પરિવારોને મદદરૂપ થશે. અગ્નિકાંડમાં સ્વજન ગુમાવનાર તુષારભાઈ ધારેચાએ જણાવ્યું હતું કે અમે પણ મોરબી બ્રીજ કાંડના પીડિત પરિવારોની જેમ એક યુનિયન બનાવીને કાનૂની લડત આપવાના છીએ અત્યારે મારી સાથે પાંચ જેટલા પરિવારો જોડાઈ ગયા છે હવે હું અન્ય પીડિત પરિવારોનો સંપર્ક કરવાનો છું અને તેમને યુનિયનમાં જોડવાનો છું અને વકીલાતનામામાં સહી કરવાના છે અમારા પીડિત પરિવારો વતી વકીલ નરેન્દ્રસિહ જાડેજા નિઃશુલ્ક કેસ લડવાના છે મારા પ્રયત્નો એવા છે કે અમે એક જ વકીલરાખીએ જેથી કેસ ઝડપથી ચાલી શકે હવે સરકાર દ્વારા નિર્મિત સીટ સાથે અમારૂ પીડિત પરિવારોનું યુનિયન પણ કાનૂની લડત આપશે.