Jamnagar Heat Wave: ગરમીને કારણે જીજી હોસ્પિટલમાં કરાયો સુવિધાઓમાં વધારો

જીજી હોસ્પિટલમાં ગરમીને કારણે અલાયદો વોર્ડ ઉભો કરાયોહોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં મોટા પંખા મુકવામાં આવ્યા હીટવેવની સ્થિતિને જોતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી બચવા માટે તંત્ર સજાગ થયું છે. શહેરની જીજી હોસ્પિટલમાં ગરમી માટે એક અલાયદો વોર્ડ અને જુદા જુદા વોર્ડમાં મોટા પંખા દર્દીઓને ઠંડક માટે રાખવામાં આવ્યા છે. આખરે રહી રહીને હોસ્પિટલનું તંત્ર જાગતા દર્દીઓએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે. કાળઝાળ ગરમી-હિટવેવના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બની જવા પામેલ છે. સુર્યનારાયણ આકાશમાંથી સતત તાપ વરસાવી રહ્યા હોય તેમ રોડ પર સોંપો પડી જવા પામેલ છે. હિટવેવની પરિસ્થિતિને લઈને જામનગરનું હોસ્પિટલનું તંત્ર રહી-રહીને જાગ્યું છે. હોસ્પિટલમાં ગરમીને કારણે લૂ લાગવાના કેસોમાં સતત વધારો જોવા મળતા સત્તાધીશો દ્વારા પુરૂષ અને મહિલાઓ માટે એક અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ડોક્ટરની એક ટીમ, મેડિકલ સાધનો અને દવા સહિતની તમામ ચીજવસ્તુઓ રાખવામાં આવી છે. આ સાથે જ ઇમર્જન્સી વોર્ડ સહિતના જુદા-જુદા વોર્ડમાં મોટા પંખા દર્દીઓને ગરમીથી બચવા માટે રાખવામાં આવ્યા છે. જામનગરમાં ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા એટલે કે સન સ્ટ્રોકના કેસો નોંધાતા હોય છે. સમયસર સારવાર લેવામાં ન આવે તો ‘લૂ’ જીવલેણ સાબિત થઈ શકે છે. લૂ લાગવા ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે, અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી અને તે વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસરો કરે છે. લૂ લાગવાથી શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય છે. ખૂબ તરસ લાગે છે. ગભરામણ થાય છે. ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા આવા એકથી વધુ લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે જામનગર જીજી હોસ્પિટલ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળી રહે અને પરેશાન ના થાય તે માટે આ સુવિધા કરવામાં આવી છે.

Jamnagar Heat Wave: ગરમીને કારણે જીજી હોસ્પિટલમાં કરાયો સુવિધાઓમાં વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જીજી હોસ્પિટલમાં ગરમીને કારણે અલાયદો વોર્ડ ઉભો કરાયો
  • હોસ્પિટલના અલગ-અલગ વોર્ડમાં મોટા પંખા મુકવામાં આવ્યા
  • હીટવેવની સ્થિતિને જોતાં હોસ્પિટલ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઇ

જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઉંચો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી બચવા માટે તંત્ર સજાગ થયું છે. શહેરની જીજી હોસ્પિટલમાં ગરમી માટે એક અલાયદો વોર્ડ અને જુદા જુદા વોર્ડમાં મોટા પંખા દર્દીઓને ઠંડક માટે રાખવામાં આવ્યા છે. આખરે રહી રહીને હોસ્પિટલનું તંત્ર જાગતા દર્દીઓએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે.


કાળઝાળ ગરમી-હિટવેવના પગલે જનજીવન આકુળ વ્યાકુળ બની જવા પામેલ છે. સુર્યનારાયણ આકાશમાંથી સતત તાપ વરસાવી રહ્યા હોય તેમ રોડ પર સોંપો પડી જવા પામેલ છે. હિટવેવની પરિસ્થિતિને લઈને જામનગરનું હોસ્પિટલનું તંત્ર રહી-રહીને જાગ્યું છે. હોસ્પિટલમાં ગરમીને કારણે લૂ લાગવાના કેસોમાં સતત વધારો જોવા મળતા સત્તાધીશો દ્વારા પુરૂષ અને મહિલાઓ માટે એક અલાયદો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ડોક્ટરની એક ટીમ, મેડિકલ સાધનો અને દવા સહિતની તમામ ચીજવસ્તુઓ રાખવામાં આવી છે.


આ સાથે જ ઇમર્જન્સી વોર્ડ સહિતના જુદા-જુદા વોર્ડમાં મોટા પંખા દર્દીઓને ગરમીથી બચવા માટે રાખવામાં આવ્યા છે. જામનગરમાં ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા એટલે કે સન સ્ટ્રોકના કેસો નોંધાતા હોય છે. સમયસર સારવાર લેવામાં ન આવે તો ‘લૂ’ જીવલેણ સાબિત થઈ શકે છે. લૂ લાગવા ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે, અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી અને તે વ્યક્તિના આરોગ્ય પર વિપરીત અસરો કરે છે.


લૂ લાગવાથી શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો થાય છે. ખૂબ તરસ લાગે છે. ગભરામણ થાય છે. ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જવા આવા એકથી વધુ લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે જામનગર જીજી હોસ્પિટલ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળી રહે અને પરેશાન ના થાય તે માટે આ સુવિધા કરવામાં આવી છે.