હાથ જોડી વિનંતી, ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે:C.R.Patil

ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવની ઘડાઇ રણનીતિ રૂપાલાએ 3 વખત માફી માંગી છે : સી.આર.પાટીલ રૂપાલાએ માફી માગી, પણ રોષ ઓછો થતો નથી ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવની રણનીતિ ઘડાઇ છે. જેમાં પાટીલે રૂપાલાને માફ કરવા વિનંતી કરી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે. રૂપાલાએ માફી માગી, પણ રોષ ઓછો થતો નથી. માફી માંગી છે ત્યારે મોટુ મન રાખી રૂપાલાને માફ કરે માફી માંગી છે ત્યારે મોટુ મન રાખી રૂપાલાને માફ કરે. સમાજમાં રોષ હોય, માફી માગી છે તો માફ કરે. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે. ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશુ. આવતીકાલે બપોરે 3 વાગે ક્ષત્રિય આગેવાનોને ટીમ મળશે. જેમાં આવતીકાલે અમદાવાદના ગોતામાં બેઠક મળશે. ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે. રૂપાલાને માફ કરી દો, મારી હાથ જોડીને વિનંતી છે. ભૂલ થઇ, માફી માગી, હવે શાંત થાવ. ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.

હાથ જોડી વિનંતી, ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે:C.R.Patil

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવની ઘડાઇ રણનીતિ
  • રૂપાલાએ 3 વખત માફી માંગી છે : સી.આર.પાટીલ
  • રૂપાલાએ માફી માગી, પણ રોષ ઓછો થતો નથી
ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવની રણનીતિ ઘડાઇ છે. જેમાં પાટીલે રૂપાલાને માફ કરવા વિનંતી કરી છે. ત્યારે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું છે કે પરશોત્તમ રૂપાલાએ 3 વખત માફી માંગી છે. રૂપાલાએ માફી માગી, પણ રોષ ઓછો થતો નથી.

માફી માંગી છે ત્યારે મોટુ મન રાખી રૂપાલાને માફ કરે
માફી માંગી છે ત્યારે મોટુ મન રાખી રૂપાલાને માફ કરે. સમાજમાં રોષ હોય, માફી માગી છે તો માફ કરે. ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે. ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશુ. આવતીકાલે બપોરે 3 વાગે ક્ષત્રિય આગેવાનોને ટીમ મળશે. જેમાં આવતીકાલે અમદાવાદના ગોતામાં બેઠક મળશે. ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે. રૂપાલાને માફ કરી દો, મારી હાથ જોડીને વિનંતી છે. ભૂલ થઇ, માફી માગી, હવે શાંત થાવ.

ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર-ઠર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર 200થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા.