Amit Shah in Gujarat :વેજલપુરમાં અમિત શાહનો હુંકાર,કહ્યું 26 બેઠકોની કરાવજો હેટ્રિક

સંગઠનના કાર્યકરો ભવ્ય રોડ શો માટે ધન્યવાદ : અમિત શાહ 26 બેઠકોમાં કમળ ખીલાવવાનું છે : અમિત શાહ 7મી તારેખ ભયંકર ગરમી હશે સવારે 10.30 વાગ્યે મતદાન કરવા જવાનું છે : અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાક માર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો. ત્યાર બાદ ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહનો રોડ શો નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો કર્યો હતો. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં અમિત શાહનો રોડ શો પૂર્ણ કર્યા બાદ સભા સ્થળે પહોંચી લોકોનું સંબોધન કર્યું હતું. શું કહ્યુ અમિત શાહે વેજલપુરની સભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો પછી વેજલપુરમાં સભા સંબોધી હતી,સૌ પ્રથમ તેમણે વેજલપુરની જનતાનો તેમજ સમગ્ર ભાજપના કાર્યકર્તાનો આભાર માન્યો હતો.370 કલમ નાબૂદ થઈ, રામ મંદિર બન્યું,દેશમાં CAA લાગુ કર્યો,દેશમાંથી આતંકવાદ નાબુદ કર્યો,80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, લાઈટ, નલથી જલ આપવાનું કામ મોદી સરકારે કર્યું છે.તો 2047માં દરેક ક્ષેત્રમાં ભારત નં 1 પર હશે,ગાંધીનગરમાં 22 હજાર કરોડના કામ થયા છે,ગરમી બહુ છે તો સવારે મતદાન કરજો એવી સૌને અપીલ છે,આ ચૂંટણીમાં રેકોર્ડ તૂટશે,વેજલપુરની જનતાએ મને MLA, સાંસદ અને પક્ષનો પ્રમુખ બનાવ્યો હતો. અમિત શાહે અમદાવાદમાં કર્યો રોડ-શોગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહે વિશાળ રોડ શો યોજી મતદારોના અભિવાદન ઝીલયા હતા. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું,આવો જાણીએ શું કીધુ અમિત શાહે રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે: અમિત શાહ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે અમિત શાહના રોડ-શો દરમિયાન જ્યારે તેમને આ મુદ્દા વિશે પુછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે. ગુજરાતની 26 માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતીશુ. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે. કાર્યકર્તાઓ ઉમટયા સાણંદથી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચારમાં રોડ-રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા. શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમઝોળ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જયશ્રી રામ અને 400 પારના નારા લાગ્યા હતા. શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો. ઠેર ઠેર કેસરિયા ઝંડા જ જોવા મળી રહ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોડિંગ્સ અને પોસ્ટરોને કારણે આખા માહોલ જાણે ભાજપ મય બની ગયો તેમ લાગતું હતું. આવતીકાલે અમિત શાહ ભરશે ફોર્મ અમિત શાહ 19 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. નોમિનેશન કરતાં પહેલા શાહે વિશાળ રોડ શો યોજીને વિપક્ષને ચેલેન્જ આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત આવવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં અનેક રેલીઓનું આયોજન કરાયું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી મોકલે છે.  

Amit Shah in Gujarat :વેજલપુરમાં અમિત શાહનો હુંકાર,કહ્યું 26 બેઠકોની કરાવજો હેટ્રિક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સંગઠનના કાર્યકરો ભવ્ય રોડ શો માટે ધન્યવાદ : અમિત શાહ
  • 26 બેઠકોમાં કમળ ખીલાવવાનું છે : અમિત શાહ
  • 7મી તારેખ ભયંકર ગરમી હશે સવારે 10.30 વાગ્યે મતદાન કરવા જવાનું છે : અમિત શાહ

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં આજે 18 એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા હતા. ત્યાર બાદ સાબરમતી વિધાનસભાના રાણીપ શાક માર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો. ત્યાર બાદ ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો કર્યો હતો. ત્યાર બાદ અમિત શાહનો રોડ શો નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો કર્યો હતો. વેજલપુર વિધાનસભા વિસ્તારમાં અમિત શાહનો રોડ શો પૂર્ણ કર્યા બાદ સભા સ્થળે પહોંચી લોકોનું સંબોધન કર્યું હતું.

શું કહ્યુ અમિત શાહે વેજલપુરની સભામાં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો પછી વેજલપુરમાં સભા સંબોધી હતી,સૌ પ્રથમ તેમણે વેજલપુરની જનતાનો તેમજ સમગ્ર ભાજપના કાર્યકર્તાનો આભાર માન્યો હતો.370 કલમ નાબૂદ થઈ, રામ મંદિર બન્યું,દેશમાં CAA લાગુ કર્યો,દેશમાંથી આતંકવાદ નાબુદ કર્યો,80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, લાઈટ, નલથી જલ આપવાનું કામ મોદી સરકારે કર્યું છે.તો 2047માં દરેક ક્ષેત્રમાં ભારત નં 1 પર હશે,ગાંધીનગરમાં 22 હજાર કરોડના કામ થયા છે,ગરમી બહુ છે તો સવારે મતદાન કરજો એવી સૌને અપીલ છે,આ ચૂંટણીમાં રેકોર્ડ તૂટશે,વેજલપુરની જનતાએ મને MLA, સાંસદ અને પક્ષનો પ્રમુખ બનાવ્યો હતો.

અમિત શાહે અમદાવાદમાં કર્યો રોડ-શો

ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહે વિશાળ રોડ શો યોજી મતદારોના અભિવાદન ઝીલયા હતા. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું,આવો જાણીએ શું કીધુ અમિત શાહે

રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે: અમિત શાહ

ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે અમિત શાહના રોડ-શો દરમિયાન જ્યારે તેમને આ મુદ્દા વિશે પુછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે. ગુજરાતની 26 માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતીશુ. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.

કાર્યકર્તાઓ ઉમટયા

સાણંદથી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચારમાં રોડ-રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા. શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમઝોળ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જયશ્રી રામ અને 400 પારના નારા લાગ્યા હતા. શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો. ઠેર ઠેર કેસરિયા ઝંડા જ જોવા મળી રહ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોડિંગ્સ અને પોસ્ટરોને કારણે આખા માહોલ જાણે ભાજપ મય બની ગયો તેમ લાગતું હતું.

આવતીકાલે અમિત શાહ ભરશે ફોર્મ

અમિત શાહ 19 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. નોમિનેશન કરતાં પહેલા શાહે વિશાળ રોડ શો યોજીને વિપક્ષને ચેલેન્જ આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત આવવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં અનેક રેલીઓનું આયોજન કરાયું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી મોકલે છે.