સ્થાયી સમિતિના અધ્યક્ષે ખખડાવ્યા, 'ભૂલ થશે અને સૂચનાનો અમલ નહીં થાય તો અધિકારીઓની ખૈર નહી'

Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં મંજુર થયેલા વર્ષ 2024-25 ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ કાગળ પર નહી રહે અને તેની ઝડપી અમલવારી થાય તે માટે દર મહિને સ્થાયી સમિતિને પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. દર મહિનાની છેલ્લી તારીખની સ્થાયી સમિતિમાં પ્રોજેક્ટ અંગેની માહિતી આપવા તાકીદ છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કોઈ માહિતી રજુ કરવામાં આવતી ન હતી.આ પ્રકારની ગંભીર બેદરકારી બહાર આવતાં  સ્થાયી અધ્યક્ષ ગંભીર નોંધ લઈ સીટી ઈજનેરને બોલાવી જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે ચીમકી આપતા સીટી ઈજનેરે તાકીદે નોંધ જાહેર કરી દીધી છે. સુરત પાલિકાના વહીવટી તંત્રના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી કે પ્રજાલક્ષી કામો કરતા નથી તેવા પ્રકારની ફરિયાદ પાલિકાની સામાન્ય સભા સાથે-સાથે સ્થાયી સમિતિમાં પણ કોર્પોરેટરો દ્વારા ફરિયાદનો ઢગલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓ ફોન ન ઉચકતા હોવાની ફરિયાદ તો સામાન્ય છે પરંતુ સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હોવા છતાં પણ અધિકારી તેનો અમલ નહી કરતા હોવાનો અનુભવ ખુદ સ્થાયી સમિતિ અધ્યક્ષને થઈ ગયો છે. સુરત પાલિકાની 1 માર્ચના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટના કામો ઝડપથી થાય તે માટે દર માસની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા તથા પ્રોજેક્ટમાં કોઈ સમસ્યા હોય તો તેને રજુ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ પ્રકારની સુચના બાદ એક પણ વખત અધિકારીઓએ સ્થાયી સમિતિ સમક્ષ બજેટમાં રજૂ કરેલા કામો અંગે કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો. સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટના પ્રોજેક્ટ ઝડપી બને તે માટે કામગીરી માટે સુચના આપી હતી. પરંતુ તેનો અમલ થોડો પણ ન થતાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સીટી ઈજનેર અક્ષય પંડ્યાને બોલાવ્યા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષે હવે પછી આ પ્રકારની ભૂલ થશે અને સૂચનાનો અમલ નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે ચીમકી આપી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે આપેલી ચીમકી બાદ સીટી ઈજનેરે ગઈકાલે જ એક નોંધ જાહેર કરીને તમામ અધિકારીઓને સુચિત કર્યા હતા. આ નોંધમાં દરેક ઝોન અને વિભાગમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ સીઈ સ્પેશિયલ સેલને મોકલી આપવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત દર મહિનાના ત્રીજા સોમવારે નિર્ધારિત કરેલા ફોર્મેટમાં પ્રોગ્રેસ રિપોર્ટ સાથેની વિગતો સ્થાયી સમિતિને આપવા માટે તાકીદ કરવામાં આવી છે. આ નોંધ બાદ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરવામા આવશે તો જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષે ખખડાવ્યા, 'ભૂલ થશે અને સૂચનાનો અમલ નહીં થાય તો અધિકારીઓની ખૈર નહી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Municipal Corporation

Surat Corporation : સુરત પાલિકાની સામાન્ય સભામાં મંજુર થયેલા વર્ષ 2024-25 ના બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટ કાગળ પર નહી રહે અને તેની ઝડપી અમલવારી થાય તે માટે દર મહિને સ્થાયી સમિતિને પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવા માટેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. દર મહિનાની છેલ્લી તારીખની સ્થાયી સમિતિમાં પ્રોજેક્ટ અંગેની માહિતી આપવા તાકીદ છતાં પણ અધિકારીઓ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ કોઈ માહિતી રજુ કરવામાં આવતી ન હતી.

આ પ્રકારની ગંભીર બેદરકારી બહાર આવતાં  સ્થાયી અધ્યક્ષ ગંભીર નોંધ લઈ સીટી ઈજનેરને બોલાવી જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટે ચીમકી આપતા સીટી ઈજનેરે તાકીદે નોંધ જાહેર કરી દીધી છે. 

સુરત પાલિકાના વહીવટી તંત્રના અધિકારીઓ કોર્પોરેટરોના ફોન ઉપાડતા નથી કે પ્રજાલક્ષી કામો કરતા નથી તેવા પ્રકારની ફરિયાદ પાલિકાની સામાન્ય સભા સાથે-સાથે સ્થાયી સમિતિમાં પણ કોર્પોરેટરો દ્વારા ફરિયાદનો ઢગલો કરવામાં આવ્યો હતો. અધિકારીઓ ફોન ન ઉચકતા હોવાની ફરિયાદ તો સામાન્ય છે પરંતુ સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો હોવા છતાં પણ અધિકારી તેનો અમલ નહી કરતા હોવાનો અનુભવ ખુદ સ્થાયી સમિતિ અધ્યક્ષને થઈ ગયો છે.

સુરત પાલિકાની 1 માર્ચના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં બજેટમાં રજૂ કરેલા પ્રોજેક્ટના કામો ઝડપથી થાય તે માટે દર માસની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા તથા પ્રોજેક્ટમાં કોઈ સમસ્યા હોય તો તેને રજુ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ પ્રકારની સુચના બાદ એક પણ વખત અધિકારીઓએ સ્થાયી સમિતિ સમક્ષ બજેટમાં રજૂ કરેલા કામો અંગે કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો. 

સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટના પ્રોજેક્ટ ઝડપી બને તે માટે કામગીરી માટે સુચના આપી હતી. પરંતુ તેનો અમલ થોડો પણ ન થતાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સીટી ઈજનેર અક્ષય પંડ્યાને બોલાવ્યા હતા. સ્થાયી સમિતિ અધ્યક્ષે હવે પછી આ પ્રકારની ભૂલ થશે અને સૂચનાનો અમલ નહીં થાય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે ચીમકી આપી હતી.

સ્થાયી સમિતિ અધ્યક્ષે આપેલી ચીમકી બાદ સીટી ઈજનેરે ગઈકાલે જ એક નોંધ જાહેર કરીને તમામ અધિકારીઓને સુચિત કર્યા હતા. આ નોંધમાં દરેક ઝોન અને વિભાગમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ સીઈ સ્પેશિયલ સેલને મોકલી આપવા માટે તાકીદ કરી છે. 

આ ઉપરાંત દર મહિનાના ત્રીજા સોમવારે નિર્ધારિત કરેલા ફોર્મેટમાં પ્રોગ્રેસ રિપોર્ટ સાથેની વિગતો સ્થાયી સમિતિને આપવા માટે તાકીદ કરવામાં આવી છે. આ નોંધ બાદ પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ કરવામા આવશે તો જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે.