Sayla નવાણિયાના બે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ લોક દરબારમાં રજૂઆત બાદ ફરિયાદ નોંધાવાઈ

તું મારા પૈસા અને વ્યાજ ચૂકવી દેજે નહીં તો તને અને તારા દીકરાને પતાવી દેવાની ધમકી આપ્યાની રાવનવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી સાયલાના મૂળી દરવાજા બહાર રહેતા લવજીભાઇ કલ્યાણભાઇ સભાણીને સામાજિક કામ અર્થે પૈસાની જરુર ઉભી થતા તેમણે ત્રણેક વર્ષ અગાઉ નવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી. આ રકમનું ચંદુ કોરડીયા 10 ટકા જેટલું ઉંચુ વ્યાજ પણ વસુલતો હતો.ફરિયાદી દર મહીને વ્યાજ પેટે રૂ.55,000 ચૂકવતા હતા. પરંતુ એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી. બે દિવસ પહેલા આરોપી ચંદુએ લવજીભાઇના ઘરે જઇ તું મારા પૈસા તથા વ્યાજ ચાર, પાંચ દિવસમાં ચુકવી દે જે નહીં તો તને તથા તારા દિકરાને પતાવી દેવાની ધમકી આપી જતો રહ્યો હતો. ફરિયાદીએ સાયલાના ભુપત પરમાર પાસેથી પણ બે વર્ષ પહેલા 1.43 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા. તે રકમનું વ્યાજ આઠેક મહીનાથી ચૂકવી નહીં શકતા આરોપી ભુપતે ઘરે આવી ધમકીઓ આપી હતી. વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા લવજીભાઇએ ત્રાસીને આ બાબતે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાયલામાં ઉંચા વ્યાજનું ચકરડું ચલાવી સામાન્ય લોકોને પાયમાલ કરતા તત્વોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. લોક દરબારમાં આવતી પોલીસના વાહનને ટ્રકે ઠોકર મારી લીંબડી સીપીઆઇ એમ.એચ.પુવાર તેમની પોલીસ વાન લઇ લોક દરબારમાં સાયલા આવી રહ્યા હતા. ત્યારે ફુડ ફેમ હોટેલ પાસે એક ટ્રક ચાલકે પાછળથી પુરપાટ ધસી આવી ટક્કર મારતા વાનને એકાદ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું જયારે અકસ્માતમાં ચાલક તથા CPIનો આબાદ બચાવ થતા મુઢ ઇજાઓ થવા પામી હતી.અકસ્માત બાદ નાસી છૂટેલ ટ્રકને પોલીસે કબજે લેતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

Sayla નવાણિયાના બે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ લોક દરબારમાં રજૂઆત બાદ ફરિયાદ નોંધાવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તું મારા પૈસા અને વ્યાજ ચૂકવી દેજે નહીં તો તને અને તારા દીકરાને પતાવી દેવાની ધમકી આપ્યાની રાવ
  • નવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી
  • એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી

સાયલાના મૂળી દરવાજા બહાર રહેતા લવજીભાઇ કલ્યાણભાઇ સભાણીને સામાજિક કામ અર્થે પૈસાની જરુર ઉભી થતા તેમણે ત્રણેક વર્ષ અગાઉ નવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.

આ રકમનું ચંદુ કોરડીયા 10 ટકા જેટલું ઉંચુ વ્યાજ પણ વસુલતો હતો.ફરિયાદી દર મહીને વ્યાજ પેટે રૂ.55,000 ચૂકવતા હતા. પરંતુ એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી. બે દિવસ પહેલા આરોપી ચંદુએ લવજીભાઇના ઘરે જઇ તું મારા પૈસા તથા વ્યાજ ચાર, પાંચ દિવસમાં ચુકવી દે જે નહીં તો તને તથા તારા દિકરાને પતાવી દેવાની ધમકી આપી જતો રહ્યો હતો. ફરિયાદીએ સાયલાના ભુપત પરમાર પાસેથી પણ બે વર્ષ પહેલા 1.43 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા. તે રકમનું વ્યાજ આઠેક મહીનાથી ચૂકવી નહીં શકતા આરોપી ભુપતે ઘરે આવી ધમકીઓ આપી હતી.

વ્યાજના અજગરી ભરડામાં સપડાયેલા લવજીભાઇએ ત્રાસીને આ બાબતે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સાયલામાં ઉંચા વ્યાજનું ચકરડું ચલાવી સામાન્ય લોકોને પાયમાલ કરતા તત્વોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

લોક દરબારમાં આવતી પોલીસના વાહનને ટ્રકે ઠોકર મારી

લીંબડી સીપીઆઇ એમ.એચ.પુવાર તેમની પોલીસ વાન લઇ લોક દરબારમાં સાયલા આવી રહ્યા હતા. ત્યારે ફુડ ફેમ હોટેલ પાસે એક ટ્રક ચાલકે પાછળથી પુરપાટ ધસી આવી ટક્કર મારતા વાનને એકાદ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું જયારે અકસ્માતમાં ચાલક તથા CPIનો આબાદ બચાવ થતા મુઢ ઇજાઓ થવા પામી હતી.અકસ્માત બાદ નાસી છૂટેલ ટ્રકને પોલીસે કબજે લેતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.