Suratમાં ગેરકાયદેસર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 30 લાખનો દવાનો જથ્થો જપ્ત

સુરતમાં કોસ્મેટીકની આડમાં એલોપેથિક દવાનો ખેલ ઝડપાયો ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ગેરકાયદેસર દવાની ફેકટરી ઝડપી પાડી કોસ્મેટીકના 11 અને દવાના 3 નમુના લેવાયા સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડીબનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ગેરકાયદેસર પરમિશન વિના ચાલતી દવાની ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર ખોરાક અને ઓષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા. ખોરાક અને ઓષધ નિયમન તંત્રના દરોડા દરમિયાન શંકાસ્પદ એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો છે. ઓનલાઇન બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. ગેરકાદેસર ચાલતી દવાની ફેક્ટરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં ગેરકાયદેસર ચાલતી દવાની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કોસ્મેટીકના 11 અને દવાના 3 નમુના લેવામાં આવ્યા છે. તમામ નમુના ચકાવણી માટે લેબોલેટરીમાં મોકવામાં આવ્યા છે. તેમજ ગાંધીનગરની ટીમે સ્થળ પરથી 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથીક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરતી એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા આ એલોપેથીક દવા બનાવટી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાતના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબ્ધ છે. લીંબાયત અને માંગરોળના પીપોદરામાં ગાંધીનગર ટીમના દરોડા આ ઉપરાંત ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા સુરતના લીંબાયત ઝોનમાં આયુષી એન્ટરપ્રાઈઝમાં પણ રેડ કરવામાં આવી હતી. તેમજ સરથાણામાં આર.જે. એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. માંગરોળના પીપોદરામાં કાહીરા બાયોટેકમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ લેબોલેટરીમાં મોકલવામાં આવેલ તમામ નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Suratમાં ગેરકાયદેસર એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 30 લાખનો દવાનો જથ્થો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં કોસ્મેટીકની આડમાં એલોપેથિક દવાનો ખેલ ઝડપાયો
  • ખોરાક અને ઔષધ નિયમન વિભાગે ગેરકાયદેસર દવાની ફેકટરી ઝડપી પાડી
  • કોસ્મેટીકના 11 અને દવાના 3 નમુના લેવાયા

સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોસ્મેટિકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડીબનાવટી દવા વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતમાં ગેરકાયદેસર પરમિશન વિના ચાલતી દવાની ફેક્ટરી ઝડપાઈ છે. ગાંધીનગર ખોરાક અને ઓષધ નિયમન તંત્રએ દરોડા પાડ્યા હતા. ખોરાક અને ઓષધ નિયમન તંત્રના દરોડા દરમિયાન શંકાસ્પદ એલોપેથિક દવાનો જથ્થો મળી આવ્યો છે. ઓનલાઇન બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે.

ગેરકાદેસર ચાલતી દવાની ફેક્ટરીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરતમાં ગેરકાયદેસર ચાલતી દવાની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા કોસ્મેટીકના 11 અને દવાના 3 નમુના લેવામાં આવ્યા છે. તમામ નમુના ચકાવણી માટે લેબોલેટરીમાં મોકવામાં આવ્યા છે. તેમજ ગાંધીનગરની ટીમે સ્થળ પરથી 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથીક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરતી એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. તંત્ર દ્વારા આ એલોપેથીક દવા બનાવટી ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાતના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબ્ધ છે.

લીંબાયત અને માંગરોળના પીપોદરામાં ગાંધીનગર ટીમના દરોડા

આ ઉપરાંત ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા સુરતના લીંબાયત ઝોનમાં આયુષી એન્ટરપ્રાઈઝમાં પણ રેડ કરવામાં આવી હતી. તેમજ સરથાણામાં આર.જે. એન્ટરપ્રાઈઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. માંગરોળના પીપોદરામાં કાહીરા બાયોટેકમાં પણ દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ લેબોલેટરીમાં મોકલવામાં આવેલ તમામ નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.