જૂનાગઢમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર

જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત શેરગઢના ક્ષત્રિય સમાજે વ્યક્ત કર્યો રોષ માફી નહીં ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે આજે જૂનાગઢના કેશોદના શેરગઢ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ દ્વારા આ આવેદનપત્ર અપાયુ છે,તો સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરો,તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. બરવાળા ખાતે અપાયું આજે આવેદનપત્ર લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત કરી છે.રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ્દ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાળા મામલતદારે આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તિવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રૂપાલા વિવાદનું સમાધાન શું ? ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે. રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં ક્ષત્રિય સમાજે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.

જૂનાગઢમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે મામલતદારને આપ્યું આવેદનપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૂનાગઢમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત
  • શેરગઢના ક્ષત્રિય સમાજે વ્યક્ત કર્યો રોષ
  • માફી નહીં ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે સમાજ

પરસોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે આજે જૂનાગઢના કેશોદના શેરગઢ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ દ્વારા આ આવેદનપત્ર અપાયુ છે,તો સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકીટ રદ કરો,તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.

બરવાળા ખાતે અપાયું આજે આવેદનપત્ર

લોકસભા ઉમેદવાર કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી મામલે ક્ષત્રિય સમાજના રોષમાં થઈ રહ્યો છે બરવાળા ખાતે શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉમેદવારી રદ્દ કરવા કરી રજૂઆત કરી છે.રૂપાલાની અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તેને લઈ સામાજિક વૈમનસ્ય ફેલાવવા બદલ ઉમેદવારી રદ્દ કરાઈ તેવી માંગ સાથે મૌન રેલી યોજી બરવાળા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તો બરવાળા મામલતદારે આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી તો ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહેલા વિરોધની દિવસે ને દિવસે તિવ્રતા વધી રહી છે જેને લઈ રૂપાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.


રૂપાલા વિવાદનું સમાધાન શું ?

ભાજપ માટે રાજકોટ બેઠકમાં સમસ્યા સતત વધી રહી છે. ભાજપ એટલા માટે પણ ફસાઈ છે કારણ કે હવે પાર્ટી કરે તો કરે શું ? આ સવાલ એટલા માટે કારણ કે ઉમેદવાર નહી બદલે તો રાજપૂતોની નારાજગી ભાજપે વહોરવી પડશે. રાજપૂતોનું કહેવું છે કે રાજ્યમાં 8 બેઠકો પર ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત રાજપૂતોની છે અને ભાજપ માગ નહી સ્વીકારે તો આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ક્ષત્રિયો પડકાર સર્જશે.

રૂપાલાને માફ કરવા અમે તૈયાર નહીં

ક્ષત્રિય સમાજે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજુર નહીં. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે જ ચર્ચા થઈ હતી. ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.