Gujarat News: સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કાર્યક્રમમાં થયા નારાજકાર્યકરોને ચા-નાસ્તાના બહાને અકળાઈ ગયા યોગેશ પટેલપાર્ટી પાસે પૈસા ના હોય તો ધારાસભ્ય આપશે પૈસાઃ યોગેશ પટેલસુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કાર્યક્રમમાં નારાજ થયા હતા. કાર્યકરોને ચા-નાસ્તાના બહાને યોગેશ પટેલ અકળાઈ ગયા હતા. જેમાં યોગેશ પટેલે જણાવ્યું હતુ કે પાર્ટી પાસે પૈસા ના હોય તો ધારાસભ્ય પૈસા આપશે. યોગેશભાઈ નારાજ થતાં શહેર પ્રમુખે માંડ મનાવ્યા યોગેશભાઈ નારાજ થતાં શહેર પ્રમુખે માંડ મનાવ્યા છે. જેમાં યોગેશ પટેલની નારાજગી મુદ્દે ઉમેદવાર હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમાં હેમાંગ જોશીએ જણાવ્યું છે કે યોગેશ કાકાની નારાજગી અમારા સુધી પહોંચી નથી. કયા કારણોસર નારાજ થયા તે પણ મને ખબર નથી. જેમાં વડોદરાથી ડો.હેમાંગ જોશીને પી.એમ.મોદીએ પત્ર લખ્યાના મામલે ડો.હેમાંગ જોશીએ ખુશી વ્યક્ત કરી છે. જેમાં જણાવ્યું છે કે દરેક કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગ્યો છે. પી.એમ મોદી 24x7 કામ કરે છે આ તેનો પુરાવો છે. ગતરોજ એક કાર્યક્રમમાં યોગેશ પટેલ નારાજ થયા હતા અમને પણ ખૂબ સારો પ્રતિસાદ જનતા આપી રહી છે. ગતરોજ એક કાર્યક્રમમાં યોગેશ પટેલ નારાજ થયા હતા. કાર્યકરોને ચા નાસ્તો અને જમવાનું નથી આપતા તેવી નારાજગી વ્યક્ત કરી હતી. ડો.હેમાંગ જોશીએ કહ્યું અમે અમારી બેઠકોમાં વ્યસ્ત હોઈએ છીએ. આ ક્યા થયું છે તેની જાણ નથી. તેમજ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ લોકોની કોઇ પણ સમસ્યાને ધારદાર રીતે ઉઠાવવા માટે જાણીતા છે. વડોદરાની વાતને ઉચ્ચ કક્ષાએ સ્પષ્ટતા પૂર્વક તેમણે રજૂ કરી હોવાના અનેક કિસ્સોઆ આપણી સામે છે. ત્યારે તેમના દ્વારા લોકસભાના ઉમેદવારના હસ્તે ખેસ રૂપી સન્માન લેવાનો ઇનકારની ઘટનાને મોટી નિરાશા તરીકે જોવામાં આવી આવી હતી. 

Gujarat News: સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કાર્યક્રમમાં થયા નારાજ
  • કાર્યકરોને ચા-નાસ્તાના બહાને અકળાઈ ગયા યોગેશ પટેલ
  • પાર્ટી પાસે પૈસા ના હોય તો ધારાસભ્ય આપશે પૈસાઃ યોગેશ પટેલ
સુરત બાદ હવે વડોદરામાં પણ ભાજપના ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ કાર્યક્રમમાં નારાજ થયા હતા. કાર્યકરોને ચા-નાસ્તાના બહાને યોગેશ પટેલ અકળાઈ ગયા હતા. જેમાં યોગેશ પટેલે જણાવ્યું હતુ કે પાર્ટી પાસે પૈસા ના હોય તો ધારાસભ્ય પૈસા આપશે.

યોગેશભાઈ નારાજ થતાં શહેર પ્રમુખે માંડ મનાવ્યા
યોગેશભાઈ નારાજ થતાં શહેર પ્રમુખે માંડ મનાવ્યા છે. જેમાં યોગેશ પટેલની નારાજગી મુદ્દે ઉમેદવાર હેમાંગ જોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમાં હેમાંગ જોશીએ જણાવ્યું છે કે યોગેશ કાકાની નારાજગી અમારા સુધી પહોંચી નથી. કયા કારણોસર નારાજ થયા તે પણ મને ખબર નથી. જેમાં વડોદરાથી ડો.હેમાંગ જોશીને પી.એમ.મોદીએ પત્ર લખ્યાના મામલે ડો.હેમાંગ જોશીએ ખુશી વ્યક્ત કરી છે. જેમાં જણાવ્યું છે કે દરેક કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગ્યો છે. પી.એમ મોદી 24x7 કામ કરે છે આ તેનો પુરાવો છે.

ગતરોજ એક કાર્યક્રમમાં યોગેશ પટેલ નારાજ થયા હતા
અમને પણ ખૂબ સારો પ્રતિસાદ જનતા આપી રહી છે. ગતરોજ એક કાર્યક્રમમાં યોગેશ પટેલ નારાજ થયા હતા. કાર્યકરોને ચા નાસ્તો અને જમવાનું નથી આપતા તેવી નારાજગી વ્યક્ત કરી હતી. ડો.હેમાંગ જોશીએ કહ્યું અમે અમારી બેઠકોમાં વ્યસ્ત હોઈએ છીએ. આ ક્યા થયું છે તેની જાણ નથી. તેમજ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ લોકોની કોઇ પણ સમસ્યાને ધારદાર રીતે ઉઠાવવા માટે જાણીતા છે. વડોદરાની વાતને ઉચ્ચ કક્ષાએ સ્પષ્ટતા પૂર્વક તેમણે રજૂ કરી હોવાના અનેક કિસ્સોઆ આપણી સામે છે. ત્યારે તેમના દ્વારા લોકસભાના ઉમેદવારના હસ્તે ખેસ રૂપી સન્માન લેવાનો ઇનકારની ઘટનાને મોટી નિરાશા તરીકે જોવામાં આવી આવી હતી.