વકીલોના નિધન બાદ સહાયની રકમમાં 50 હજાર, માંદગીમાં 20 હજારનો વધારો

વકીલોની માંદગી સહાયની રકમમાં કુલ રૂ.20 હજારનો વધારો કરવામાં આવ્યોગુજરાત બાર કાઉન્સીલ પર વર્ષે દહાડે સવા બે કરોડથી અઢી કરોડ સુધીનું આર્થિક ભારણ વધશે નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં રાહત અને ખુશીની લાગણી ફેલાવા પામી છે ગુજરાત બાર કાઉન્સિલે આજે એક મહત્ત્વના નિર્ણય મારફ્તે રાજયભરના વકીલોના નિધનના કિસ્સામાં ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં રૂ. 50 હજાર અને વકીલો બીમાર પડે ત્યારે ચૂકવાતી માંદગી સહાયની રકમમાં 20 હજારનો નોંધપાત્ર વધારો કર્યો છે. બાર કાઉન્સિલના આ નિર્ણયને પગલે ગુજરાત બાર કાઉન્સીલ પર વર્ષે દહાડે સવા બે કરોડથી અઢી કરોડ સુધીનું આર્થિક ભારણ વધશે. જો કે, બાર કાઉન્સીલના આ નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં રાહત અને ખુશીની લાગણી ફેલાવા પામી છે. ગુજરાત બાર કાઉન્સિલના નિર્ણય અંગે ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફ્ંડ એકટ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા વકીલો પૈકી જે વકીલો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફ્ંડના સભ્ય બન્યા હોય અને જેઓએ નિયમિત રિન્યૂઅલ ફી ભરી હોય તેવા વકીલોના નિધન બાદ તેમના આશ્રિાતો-વારસદારોને હાલ ચાર લાખ રૂપિયાની મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં આવે છે. જો કે, રાજયની વકીલોની હાલની સ્થિતિ, ગુજરાત બાર કાઉન્સીલના વેલ્ફેર ફ્ંડના ભંડોળની સ્થિતિ અને ગુજરાત સરકારની સહાય સહિતના પરિબળો ધ્યાને લઇ તા.1-4-2024થી મૃત્યુ પામનાર વકીલોના આશ્રિાતો-વારસદારોને ચાર લાખના બદલે રૂ.4.50 લાખની મૃત્યુ સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ જ પ્રકારે બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાની વેલ્ફેર કમિટી ફેર ધ સ્ટેટ દ્વારા જરૂરિયાતમંદ વકીલોને માંદગી કે બીમારીના સમયમાં બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા રૂલ-40 હેઠળ રૂ.40 હજારની સહાય હાલ આપવામાં આવે છે, તેમાં દસ હજાર રૂપિયાનો વધારો કરી આ સહાય રૂ.50 હજાર કરવામાં આવી છે. આ જ પ્રકારે બાર કાઉન્સીલ ઓફ્ ગુજરાતની પણ માંદગી સહાયની યોજનામાં પણ રૂ.દસ હજારનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, વકીલોની માંદગી સહાયની રકમમાં કુલ રૂ.20 હજારનો વધારો કરવામાં આવ્યો છે.

વકીલોના નિધન બાદ સહાયની રકમમાં 50 હજાર, માંદગીમાં 20 હજારનો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વકીલોની માંદગી સહાયની રકમમાં કુલ રૂ.20 હજારનો વધારો કરવામાં આવ્યો
  • ગુજરાત બાર કાઉન્સીલ પર વર્ષે દહાડે સવા બે કરોડથી અઢી કરોડ સુધીનું આર્થિક ભારણ વધશે
  • નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં રાહત અને ખુશીની લાગણી ફેલાવા પામી છે

ગુજરાત બાર કાઉન્સિલે આજે એક મહત્ત્વના નિર્ણય મારફ્તે રાજયભરના વકીલોના નિધનના કિસ્સામાં ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં રૂ. 50 હજાર અને વકીલો બીમાર પડે ત્યારે ચૂકવાતી માંદગી સહાયની રકમમાં 20 હજારનો નોંધપાત્ર વધારો કર્યો છે. બાર કાઉન્સિલના આ નિર્ણયને પગલે ગુજરાત બાર કાઉન્સીલ પર વર્ષે દહાડે સવા બે કરોડથી અઢી કરોડ સુધીનું આર્થિક ભારણ વધશે. જો કે, બાર કાઉન્સીલના આ નિર્ણયને પગલે રાજયભરના વકીલઆલમમાં રાહત અને ખુશીની લાગણી ફેલાવા પામી છે.

ગુજરાત બાર કાઉન્સિલના નિર્ણય અંગે ફાઈનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફ્ંડ એકટ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા વકીલો પૈકી જે વકીલો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફ્ંડના સભ્ય બન્યા હોય અને જેઓએ નિયમિત રિન્યૂઅલ ફી ભરી હોય તેવા વકીલોના નિધન બાદ તેમના આશ્રિાતો-વારસદારોને હાલ ચાર લાખ રૂપિયાની મૃત્યુ સહાયની રકમ ચૂકવવામાં આવે છે. જો કે, રાજયની વકીલોની હાલની સ્થિતિ, ગુજરાત બાર કાઉન્સીલના વેલ્ફેર ફ્ંડના ભંડોળની સ્થિતિ અને ગુજરાત સરકારની સહાય સહિતના પરિબળો ધ્યાને લઇ તા.1-4-2024થી મૃત્યુ પામનાર વકીલોના આશ્રિાતો-વારસદારોને ચાર લાખના બદલે રૂ.4.50 લાખની મૃત્યુ સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ જ પ્રકારે બાર કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાની વેલ્ફેર કમિટી ફેર ધ સ્ટેટ દ્વારા જરૂરિયાતમંદ વકીલોને માંદગી કે બીમારીના સમયમાં બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા રૂલ-40 હેઠળ રૂ.40 હજારની સહાય હાલ આપવામાં આવે છે, તેમાં દસ હજાર રૂપિયાનો વધારો કરી આ સહાય રૂ.50 હજાર કરવામાં આવી છે. આ જ પ્રકારે બાર કાઉન્સીલ ઓફ્ ગુજરાતની પણ માંદગી સહાયની યોજનામાં પણ રૂ.દસ હજારનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આમ, વકીલોની માંદગી સહાયની રકમમાં કુલ રૂ.20 હજારનો વધારો કરવામાં આવ્યો છે.