આકાશમાંથી આકરો તાપ : 39.5 ડિગ્રી સાથે ભાવનગર હોટેસ્ટ સિટી

- સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 39 ડિગ્રીની ઉપર પહોંચ્યો- બપોરે અંગ દઝાડતા તાપનો અહેસાસ, 24 કલાકમાં મહત્તમ તાપમાન 2.3 ડિગ્રી ઉંચકાયં : રાત્રે પણ ગરમીનું જોર રહ્યુંભાવનગર : ભાવનગરમાં ઉનાળાની આકરી શરૂઆત થવા લાગી હોય તેમ સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો ૩૯ ડિગ્રીની પાર પહોંચી ગયો હતો. બપોરના સમયે આકાશમાંથી આકરો તાપ વરસતા શહેરીજનોએ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો હતો. આકરી ગરમીની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બની રહ્યું હતું. ઉપરાંત રાત્રિના સમયે પણ ગરમીનું જોર વધું રહ્યું હોવાથી લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.રાજ્યમાં આજે શનિવારે ભાવનગરમાં હાઈએસ્ટ ગરમી રહી હતી. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ આભમાંથી અંગ દઝાડતો તાપ વરસ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું જોર વધું રહ્યું હોય, છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૨.૩ ડિગ્રી ઉંચકાઈને ૩૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ તો એપ્રિલ માસની શરૂઆત છે. ત્યાં ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું, ત્યારે આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનશે તેવું લાગી રહ્યું છે. આજની અંગ દઝાડતી ગરમીના પગલે બપોરના સમયે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટોળ્યું હતું. બીજી તરફ હાઈવે અને ખુલ્લા વિસ્તારોમાં ગરમીનું જોર વધુ અનુભવાયું હતું. આકરી ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ ૨૩ ટકા જ રહેતા બફારામાં રાહત રહી હતી. ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વધુમાં રાત્રે પણ ગરમનું પ્રમાણ વધી જતાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૧.૩ ડિગ્રી ઉંચકાઈને ૨૭.૧ ડિગ્રી રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજ્યના બે શહેરોમાં આજે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું હતું. જેમાં ૩૯.૫ ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. તો રાજકોટમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આકાશમાંથી આકરો તાપ : 39.5 ડિગ્રી સાથે ભાવનગર હોટેસ્ટ સિટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો 39 ડિગ્રીની ઉપર પહોંચ્યો

- બપોરે અંગ દઝાડતા તાપનો અહેસાસ, 24 કલાકમાં મહત્તમ તાપમાન 2.3 ડિગ્રી ઉંચકાયં : રાત્રે પણ ગરમીનું જોર રહ્યું

ભાવનગર : ભાવનગરમાં ઉનાળાની આકરી શરૂઆત થવા લાગી હોય તેમ સિઝનમાં પ્રથમ વખત ગરમીનો પારો ૩૯ ડિગ્રીની પાર પહોંચી ગયો હતો. બપોરના સમયે આકાશમાંથી આકરો તાપ વરસતા શહેરીજનોએ અંગ દઝાડતી ગરમીનો અહેસાસ કર્યો હતો. આકરી ગરમીની સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બની રહ્યું હતું. ઉપરાંત રાત્રિના સમયે પણ ગરમીનું જોર વધું રહ્યું હોવાથી લઘુતમ તાપમાન ૨૭ ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.

રાજ્યમાં આજે શનિવારે ભાવનગરમાં હાઈએસ્ટ ગરમી રહી હતી. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ આભમાંથી અંગ દઝાડતો તાપ વરસ્યો હતો. ખાસ કરીને બપોરના સમયે ગરમીનું જોર વધું રહ્યું હોય, છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ૨.૩ ડિગ્રી ઉંચકાઈને ૩૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. હજુ તો એપ્રિલ માસની શરૂઆત છે. ત્યાં ઉનાળાની સિઝનમાં પ્રથમ વખત મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું, ત્યારે આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનશે તેવું લાગી રહ્યું છે. આજની અંગ દઝાડતી ગરમીના પગલે બપોરના સમયે લોકોએ બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટોળ્યું હતું. બીજી તરફ હાઈવે અને ખુલ્લા વિસ્તારોમાં ગરમીનું જોર વધુ અનુભવાયું હતું. આકરી ગરમી વચ્ચે ભેજનું પ્રમાણ ૨૩ ટકા જ રહેતા બફારામાં રાહત રહી હતી. ૧૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વધુમાં રાત્રે પણ ગરમનું પ્રમાણ વધી જતાં છેલ્લા ૨૪ કલાકમાં લઘુતમ તાપમાન ૧.૩ ડિગ્રી ઉંચકાઈને ૨૭.૧ ડિગ્રી રહ્યું હતું. 

ઉલ્લેખનિય છે કે, રાજ્યના બે શહેરોમાં આજે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું હતું. જેમાં ૩૯.૫ ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું ગરમ શહેર રહ્યું હતું. તો રાજકોટમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.