Lawrence Bishnoi News: વાયરલ વીડિયોને લઈને જાણો DYSPએ શું કરી સ્પષ્ટતા

ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં : DYSP વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે : DYSP સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે : DYSP આજે સવારથી ગુજરાત એટીએસની કામગીરીને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નોમાં લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. તેણે ઈદની શુભકામનાઓ આપતો વીડિયો શેર કર્યો છે. સવાલ એ છે કે તેની પાસે ફોન કેવી રીતે આવ્યો. હાલમાં લોરેન્સ બિશ્નોઇના વીડિયોને લઈને જેલ પ્રશાસનનું નિવેદન સામે આવ્યું છે. તો જાણો તેઓએ આ અંગે શું આપી છે સ્પષ્ટતા. AI જનરેટેડ વીડિયો હોઇ શકે છે : DYSP ડીવાયએસપીનું કહેવું છે કે આ વીડિયો એઆઈ જનરેટેડ હોઈ શકે છે. ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં છે. વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે અને સાથે જ સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે. લોરેન્સને 10 ખોલી બેરેકમાં આઇસોલેટ રખાયો છે. જેલમાં રૂટિન પ્રમાણે સવાર અને સાંજ ચેકિંગ થતું રહે છે. શું હતી ઘટના ગુજરાતમાં એટીએસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે મહત્ત્વના છે કેમકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ થયો છે. લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સને ATSના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે તો આ વીડિયો કેવી રીતે સામે આવ્યો છે. લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ લોરેન્સ બિશ્નોઈને સ્પેશ્યિલ સેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લોરેન્સના બેરેકમાં જવાની અધિકારી સિવાય કોઇને મંજૂરી નથી તો પછી તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ લોરેન્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહી છે. લોરેન્સ બિશ્નોઇ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન ઘટના સામે આવતા જ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખાસ નિવેદન આપ્યું છે અને કહ્યું કે વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જો આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો અને હવે તેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

Lawrence Bishnoi News: વાયરલ વીડિયોને લઈને જાણો DYSPએ શું કરી સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં : DYSP
  • વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે : DYSP
  • સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે : DYSP

આજે સવારથી ગુજરાત એટીએસની કામગીરીને લઈને પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નોમાં લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં છે. તેણે ઈદની શુભકામનાઓ આપતો વીડિયો શેર કર્યો છે. સવાલ એ છે કે તેની પાસે ફોન કેવી રીતે આવ્યો. હાલમાં લોરેન્સ બિશ્નોઇના વીડિયોને લઈને જેલ પ્રશાસનનું નિવેદન સામે આવ્યું છે. તો જાણો તેઓએ આ અંગે શું આપી છે સ્પષ્ટતા.

AI જનરેટેડ વીડિયો હોઇ શકે છે : DYSP

ડીવાયએસપીનું કહેવું છે કે આ વીડિયો એઆઈ જનરેટેડ હોઈ શકે છે. ઓગસ્ટ 2023થી લોરેન્સ સાબરમતી જેલમાં છે. વર્ષમાં 3 વાર ઈદ આવતી હોય છે અને સાથે જ સમયાંતરે જેલમાં ચેકિંગ થતું હોય છે. લોરેન્સને 10 ખોલી બેરેકમાં આઇસોલેટ રખાયો છે. જેલમાં રૂટિન પ્રમાણે સવાર અને સાંજ ચેકિંગ થતું રહે છે.

શું હતી ઘટના

ગુજરાતમાં એટીએસની કામગીરીને લઈને ગંભીર પ્રશ્નો થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે મહત્ત્વના છે કેમકે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો વીડિયો વાયરલ થયો છે. લોરેન્સનો ઇદની શુભેચ્છા પાઠવતો વીડિયો વાયરલ કર્યો છે. વીડિયો કોલ કરી પાકિસ્તાનના વ્યક્તિને શુભેચ્છા પાઠવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે લોરેન્સને ATSના સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે તો આ વીડિયો કેવી રીતે સામે આવ્યો છે.

લોરેન્સ પાસે ફોન કેવી રીતે આવ્યો તે મોટો સવાલ

લોરેન્સ બિશ્નોઈને સ્પેશ્યિલ સેલમાં રાખવામાં આવ્યો છે. આ સાથે લોરેન્સના બેરેકમાં જવાની અધિકારી સિવાય કોઇને મંજૂરી નથી તો પછી તેની પાસે ફોન કેવી રીતે આવ્યો તે સવાલને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ લોરેન્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપી રહી છે.

લોરેન્સ બિશ્નોઇ અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

ઘટના સામે આવતા જ મંત્રી ઋષિકેશ પટેલે પણ ખાસ નિવેદન આપ્યું છે અને કહ્યું કે વીડિયોને લઈને તપાસ કરવામાં આવશે. જો આવી ઘટના બની હોય તો યોગ્ય નથી. સમગ્ર મામલો આજે સવારે ધ્યાનમાં આવ્યો અને હવે તેની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.