Rajkot News: રૂપાલાના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી

મધ્યસ્થ કાર્યાલય પાસે લગાવ્યા છે પોસ્ટરરાજકોટના 150 ફૂટ રીંગ રોડની ઘટનાઅજાણ્યા વ્ચકિત દ્વારા કરવામાં આવી કરતૂતરાજકોટમાં રૂપાલા સામેનો વિરોધ શાંત થઈ નથી રહ્યો. આ વચ્ચે હવે રૂપાલાના પોસ્ટર પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી ફેંકવામાં આવી છે. આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવી હોય તે પ્રકારનું પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી અને પરશોત્તમ રૂપાલા સાથે પોસ્ટરમાં દેખાય રહ્યા છે. જ્યાં એક તરફ રૂપાલા દ્વારા રાજકોટ શહેરના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે આ પ્રકારની ઘટના બની છે. જેના કારણે રૂપાલા સામેનો વિરોધ ઉગ્ર બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. નોંધનીય છેકે, રૂપાલાના વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં વડાપ્રધાન મોદી પણ રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં 22 એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધશે. જેના પર પણ નજર રહેલી છે. આ પહેલાં આજે આ દરમિયાન રાજકોટમાં ક્ષત્રિયાણી મહિલાઓ સન્માનની લડાઈ માટે મેદનામાં ઉતર્યા છે. પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ આ દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કરવા માટે 150 ફૂટ રિંગ રોડ ઉપર કાર્યકર્તા સંમેલન સંદર્ભે ક્ષત્રિય સમાજની બહેનો પહોંચી હતી. જ્યાં ેતમની અટકાયત કરવામાં આવી છે.

Rajkot News: રૂપાલાના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધ્યસ્થ કાર્યાલય પાસે લગાવ્યા છે પોસ્ટર
  • રાજકોટના 150 ફૂટ રીંગ રોડની ઘટના
  • અજાણ્યા વ્ચકિત દ્વારા કરવામાં આવી કરતૂત
રાજકોટમાં રૂપાલા સામેનો વિરોધ શાંત થઈ નથી રહ્યો. આ વચ્ચે હવે રૂપાલાના પોસ્ટર પર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી ફેંકવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, રાજકોટમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે રૂપાલાના પોસ્ટર ઉપર કાળી શાહી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવી હોય તે પ્રકારનું પોસ્ટર જોવા મળી રહ્યું છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી અને પરશોત્તમ રૂપાલા સાથે પોસ્ટરમાં દેખાય રહ્યા છે.

જ્યાં એક તરફ રૂપાલા દ્વારા રાજકોટ શહેરના ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલા મધ્યસ્થ કાર્યાલય પાસે આ પ્રકારની ઘટના બની છે. જેના કારણે રૂપાલા સામેનો વિરોધ ઉગ્ર બન્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

નોંધનીય છેકે, રૂપાલાના વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતમાં વડાપ્રધાન મોદી પણ રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેમાં 22 એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધશે. જેના પર પણ નજર રહેલી છે.

આ પહેલાં આજે આ દરમિયાન રાજકોટમાં ક્ષત્રિયાણી મહિલાઓ સન્માનની લડાઈ માટે મેદનામાં ઉતર્યા છે. પોલીસ દમન બંધ કરાવવા રાજ્ય સરકારને ધ્યાન દોરવા રજૂઆત કરાઈ હતી. પરંતુ આ દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કરવા માટે 150 ફૂટ રિંગ રોડ ઉપર કાર્યકર્તા સંમેલન સંદર્ભે ક્ષત્રિય સમાજની બહેનો પહોંચી હતી. જ્યાં ેતમની અટકાયત કરવામાં આવી છે.