Ahmedabad Rathyatra 2024: જાણો કેવી રીતે બને છે જગન્નાથજીનો રથ,નથી વપરાતી ખિલ્લી

અમદાવાદમાં રંગે ચંગે ઉજવતો ઉત્સવ એટલે નાથની નગરયાત્રા જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે આ રથ પર એકપણ લોખંડની ખિલ્લી વિના જ આ રથ બનવવામાં આવે છે વિશ્વ વિખ્યાત જગન્નાથજીની રથયાત્રામા ભગવાન રથનું નામ મુજબ જ રંગ રોંગાન કરવામાં આવે છે જેમકે રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નિકળે છે તે રથ નંદીઘોષના નામે ઓળખાય છે.પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે પ્રભુના તમામ અશ્વ રંગ સફેદ છે અને તેમના રથના દારુકાજી સારથી છે. રથનું આગવું મહત્વ જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે. રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું સુભદ્રાજીના રથનુ નામ કલ્પધ્વજ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે. પ્રભુના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે.તેમજ રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી, તેમના રથનું નામ છે તલધ્વજ આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી.જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય નવ દેવતા છે. રથમાં બિરાજીત પ્રભુના ભક્તજનોને દર્શન દેવા નિકળે છે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. નાથનાં આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે. જાણો આ રથનું શુ મહત્વ છે ભગવાન જગન્નાથ રથયાત્રા ભારતમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં સૌથી અગ્રણી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જ્યાં ભારતીયોની વસ્તી છે ત્યાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં આયોજિત રથયાત્રાને જોવા માટે દર વર્ષે વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાનું પુણ્ય સો યજ્ઞો બરાબર ગણાય છે. ત્યારે અમદાવાદની રથયાત્રાનું પણ એટલું જ મહત્વ રહેલું છે ત્યારે આ રથ બનાવવાનું સૌભાગ્ય ખલાસીઓને જ મળેલું છે તેમજ આ ખલાસીઓ દ્વારા રથને સાગના લાકડાથી બનાવવા આવ્યા છે. અને કોઈપણ પ્રકારની લોખંડની ખિલ્લીનો ઉપયોગ વિના આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. રથ ખેંચવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે આ નગરના નાથ યાત્રામાં રથ ખેંચવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે જેથી નાથની નગરયાત્રામાં નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને જગન્નાથજીની યાત્રામાં મોસાળ સુધી પગપાળા જાય છે અને નિજ મંદિર રથયાત્રા પરત ફરે ત્યારે પણ એજ ઉત્સાહ સાથે નગરજનો પગપાળા મંદિર પહોંચે છે.નાથની નગરયાત્રા શેરીએ શેરીએ ફરે છે ત્યાં ઉત્સવની જેમ ઉજવણી થાય છે આ રથયાત્રા કોમી એકતાની ઝાંખી પણ જોવા મળે છે ત્યારે આ વર્ષે ઘરે બેઠા અને નગરયાત્રામાં જોડવાનાર સૌ ભક્તોને પુરીની રથયાત્રાનો અનુભવ થાય માટે રથોને પણ એજ રીતે શણગાર કરવામાં આવ્યો છે. રથને લઈ કામગીરી શરૂ નાથની સવારી થઈ રહી છે તૈયાર ભગવાન જગન્નાથના રથનું સમારકામ શરૂ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું રંગ રોગાન શરૂ 10 દિવસ ચાલશે રથની કામગીરી ભગવાન જગન્નાથજીના રથમાં એકતાની ઝાંખી મળશે જોવા પુરીના રથ સમાન અમદાવાદના રથનું રંગ રોંગાન પુરીની રથયાત્રાની ઝાંખી જોવા મળશે અમદાવાદના રથમાં વિશેષ પ્રકારના રંગોથી રથનું રંગ રોંગાન સાગના લાકડાથી જગન્નાથજીના રથ કર્યા તૈયાર ખલાસી બંધુઓની ત્રીજી પેઢીએ બનાવ્યા રથ પેઢીગત વર્ષોથી ખલાસીઓ બંધુઓ જ રથની કામગીરી કરવાનું વિશેષ મહત્વ રથ ખેંચી નાથને નગરયાત્રા કરવાનું મળ્યું છે ખલાસીઓ બંધુઓને સૌભાગ્ય 147મી રથયાત્રાની તડામાર મંદિરમાં તૈયારી 74 વર્ષ બાદ નવા રથ ગત વર્ષે બનાવ્યા હતા નાથની નગરયાત્રાના રથની કામગિરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે કરાશે વિશેષ પૂજા

Ahmedabad Rathyatra 2024: જાણો કેવી રીતે બને છે જગન્નાથજીનો રથ,નથી વપરાતી ખિલ્લી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં રંગે ચંગે ઉજવતો ઉત્સવ એટલે નાથની નગરયાત્રા
  • જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે
  • આ રથ પર એકપણ લોખંડની ખિલ્લી વિના જ આ રથ બનવવામાં આવે છે 

વિશ્વ વિખ્યાત જગન્નાથજીની રથયાત્રામા ભગવાન રથનું નામ મુજબ જ રંગ રોંગાન કરવામાં આવે છે જેમકે રથયાત્રામાં પ્રથમ આગમન નીલ માધવનું થાય છે. જગતના નાથ જે રથમાં સવાર થઇ ભક્તજનોને દર્શન દેવાં નિકળે છે તે રથ નંદીઘોષના નામે ઓળખાય છે.પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે પણ ઓળખાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે પ્રભુના તમામ અશ્વ રંગ સફેદ છે અને તેમના રથના દારુકાજી સારથી છે.

રથનું આગવું મહત્વ

જગન્નાથજીના રથના રક્ષક ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરુડ છે. તેમના રથની ધજાને ત્રિલોક્યવાહિની કહે છે અને રથ જે દોરડાથી ખેંચાય છે તેને કહે છે શંખચૂડ. જગન્નાથજી રથમાં તેમની સાથે અન્ય 9 દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે. પ્રભુના રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે. રથયાત્રામાં દ્વિતીય આગમન થાય છે સુભદ્રાજીના રથનું સુભદ્રાજીના રથનુ નામ કલ્પધ્વજ છે. સુભદ્રાજીનો આ રથ દર્પદલનના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના રથના રક્ષક જયદુર્ગા છે. તેમના રથ પરનો ધ્વજ નદંબિક તરીકે ઓળખાય છે. તેમના રથના અશ્વ રોચિક મોચિક જિતા અને અપરાજિતા છે.


પ્રભુના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે

સુભદ્રાજીના રથ ખેંચવા જે દોરડાનો ઉપયોગ થાય છે તેને સ્વર્ણચૂડા કહે છે.તેમજ રથયાત્રામાં અંતિમ દર્શન આપે છે બળભદ્રજી, તેમના રથનું નામ છે તલધ્વજ આ રથ બહલધ્વજના નામે પણ પ્રસિદ્ધ છે. બળભદ્રજીના રથના સારથીનું નામ છે મતાલી.જ્યારે રથના ચાર અશ્વના નામ છે ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ. બળભદ્રજીના અશ્વનો રંગ શ્યામ છે. રથનો ધ્વજ ઉન્નાના નામથી પ્રસિદ્ધ છે બળભદ્રજીના રથના રક્ષક વાસુદેવ છે. આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને વાસુકી કહે છે. બળભદ્રજીના રથમાં તેમની સાથે બિરાજમાન થાય નવ દેવતા છે. રથમાં બિરાજીત પ્રભુના ભક્તજનોને દર્શન દેવા નિકળે છે ત્યારે દર વર્ષે લાખોની જનમેદની ઉમટી પડે છે. નાથનાં આગમનની સાથે જ ભાવિક ભક્તો જય જગન્નાથના નાદ સાથે આકાશ અને આંગન ગજવી દે છે.

જાણો આ રથનું શુ મહત્વ છે

ભગવાન જગન્નાથ રથયાત્રા ભારતમાં ઉજવાતા ધાર્મિક તહેવારોમાં સૌથી અગ્રણી અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જ્યાં ભારતીયોની વસ્તી છે ત્યાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતમાં આયોજિત રથયાત્રાને જોવા માટે દર વર્ષે વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના અવતાર જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાનું પુણ્ય સો યજ્ઞો બરાબર ગણાય છે. ત્યારે અમદાવાદની રથયાત્રાનું પણ એટલું જ મહત્વ રહેલું છે ત્યારે આ રથ બનાવવાનું સૌભાગ્ય ખલાસીઓને જ મળેલું છે તેમજ આ ખલાસીઓ દ્વારા રથને સાગના લાકડાથી બનાવવા આવ્યા છે. અને કોઈપણ પ્રકારની લોખંડની ખિલ્લીનો ઉપયોગ વિના આ રથ તૈયાર કરવામાં આવ્યો છે.


રથ ખેંચવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે

આ નગરના નાથ યાત્રામાં રથ ખેંચવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે જેથી નાથની નગરયાત્રામાં નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને જગન્નાથજીની યાત્રામાં મોસાળ સુધી પગપાળા જાય છે અને નિજ મંદિર રથયાત્રા પરત ફરે ત્યારે પણ એજ ઉત્સાહ સાથે નગરજનો પગપાળા મંદિર પહોંચે છે.નાથની નગરયાત્રા શેરીએ શેરીએ ફરે છે ત્યાં ઉત્સવની જેમ ઉજવણી થાય છે આ રથયાત્રા કોમી એકતાની ઝાંખી પણ જોવા મળે છે ત્યારે આ વર્ષે ઘરે બેઠા અને નગરયાત્રામાં જોડવાનાર સૌ ભક્તોને પુરીની રથયાત્રાનો અનુભવ થાય માટે રથોને પણ એજ રીતે શણગાર કરવામાં આવ્યો છે.


રથને લઈ કામગીરી શરૂ

નાથની સવારી થઈ રહી છે તૈયાર

ભગવાન જગન્નાથના રથનું સમારકામ શરૂ

ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું રંગ રોગાન શરૂ

10 દિવસ ચાલશે રથની કામગીરી

ભગવાન જગન્નાથજીના રથમાં એકતાની ઝાંખી મળશે જોવા

પુરીના રથ સમાન અમદાવાદના રથનું રંગ રોંગાન

પુરીની રથયાત્રાની ઝાંખી જોવા મળશે અમદાવાદના રથમાં

વિશેષ પ્રકારના રંગોથી રથનું રંગ રોંગાન

સાગના લાકડાથી જગન્નાથજીના રથ કર્યા તૈયાર

ખલાસી બંધુઓની ત્રીજી પેઢીએ બનાવ્યા રથ

પેઢીગત વર્ષોથી ખલાસીઓ બંધુઓ જ રથની કામગીરી કરવાનું વિશેષ મહત્વ

રથ ખેંચી નાથને નગરયાત્રા કરવાનું મળ્યું છે ખલાસીઓ બંધુઓને સૌભાગ્ય

147મી રથયાત્રાની તડામાર મંદિરમાં તૈયારી

74 વર્ષ બાદ નવા રથ ગત વર્ષે બનાવ્યા હતા

નાથની નગરયાત્રાના રથની કામગિરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે કરાશે વિશેષ પૂજા