વિદેશી દારૂના કેસમાં નાસતાફરતા વિરમગામના શખ્સને દબોચી લેવાયો

પોલીસે દારૂ, રિક્ષા સહિત રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોપોલીસે પીછો કરતા થોડે દુર ચાલક રિક્ષા મુકી અંધારામાં ફરાર થઈ ગયો હતો આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતોધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને તા. 10-1-2023ના રોજ રાતના સમયે પેટ્રોલીંગ દરમિયાન કલ્પના ચોકડી પાસેથી દારૂ ભરેલી રિક્ષા પસાર થવાની હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં રાતના 1-30 કલાક આસપાસ શંકાસ્પદ રિક્ષા આવતા પોલીસે રોકવાની કોશીષ કરતા ચાલકે રિક્ષા ભગાવી હતી. અને પોલીસે પીછો કરતા થોડે દુર ચાલક રિક્ષા મુકી અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂની 58 બોટલ મળી આવી હતી. આથી રૂપીયા 1 લાખની રિક્ષા અને રૂપીયા 25,520નો દારૂ સહિત રૂપીયા 1,25,520નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસની બાદમાં તપાસમાં રિક્ષા ચાલક વિરમગામના કાસમપુરામાં રહેતો અસલમ અલ્લારખાભાઈ કુરેશી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારથી આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન તે ધ્રાંગધ્રાની કુડા ચોકડી પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો ટીમને મળી હતી. આથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ જે.વાય.પઠાણ, ધવલભાઈ, હરદીપસીંહ સહિતનાઓએ વોચ રાખી વિરમગામના કાસમપુરાના અસલમ અલ્લારખાભાઈ કુરેશીને ઝડપી લીધો હતો. આ શખ્સને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

વિદેશી દારૂના કેસમાં નાસતાફરતા વિરમગામના શખ્સને દબોચી લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે દારૂ, રિક્ષા સહિત રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
  • પોલીસે પીછો કરતા થોડે દુર ચાલક રિક્ષા મુકી અંધારામાં ફરાર થઈ ગયો હતો
  • આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો

ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમને તા. 10-1-2023ના રોજ રાતના સમયે પેટ્રોલીંગ દરમિયાન કલ્પના ચોકડી પાસેથી દારૂ ભરેલી રિક્ષા પસાર થવાની હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં રાતના 1-30 કલાક આસપાસ શંકાસ્પદ રિક્ષા આવતા પોલીસે રોકવાની કોશીષ કરતા ચાલકે રિક્ષા ભગાવી હતી. અને પોલીસે પીછો કરતા થોડે દુર ચાલક રિક્ષા મુકી અંધારામાં ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા રિક્ષામાંથી વિદેશી દારૂની 58 બોટલ મળી આવી હતી. આથી રૂપીયા 1 લાખની રિક્ષા અને રૂપીયા 25,520નો દારૂ સહિત રૂપીયા 1,25,520નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે ગુનો નોંધાયો હતો. પોલીસની બાદમાં તપાસમાં રિક્ષા ચાલક વિરમગામના કાસમપુરામાં રહેતો અસલમ અલ્લારખાભાઈ કુરેશી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારથી આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન તે ધ્રાંગધ્રાની કુડા ચોકડી પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો ટીમને મળી હતી. આથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ જે.વાય.પઠાણ, ધવલભાઈ, હરદીપસીંહ સહિતનાઓએ વોચ રાખી વિરમગામના કાસમપુરાના અસલમ અલ્લારખાભાઈ કુરેશીને ઝડપી લીધો હતો. આ શખ્સને ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.