Polio Day :ગુજરાતમાં શૂન્યથી પાંચ વર્ષના 83.72 લાખ ભૂલકાંને પોલિયો ટીપાં પીવડાવાશે

મુખ્યમંત્રીએ પોલિયો વિરોધી રસીકરણનો પ્રારંભ કરાવ્યોઆરોગ્ય વિભાગ દ્વારા 1.33 લાખ આરોગ્ય કર્મચારીઓ સેવારત રહીને બાળકોને પોલિયો ટીપાં પીવડાવાશે સમગ્ર રાજ્યમાં 23મી જૂનના રવિવારે પોલિયો રવિવાર તરીકે મનાવીને ઝુંબેશ હાથ ધરાઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'બાળ લકવા નાબૂદી અભિયાન-2024' અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણ અભિયાનનો ગાંધીનગરમાં મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાંઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી પ્રતીકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. શૂન્યથી પાંચ વર્ષના 83.72 લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 1.33 લાખ આરોગ્ય કર્મચારીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં 23મી જૂનના રવિવારે પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હવે 24 અને 25મી જૂનના દિવસોએ આરોગ્ય કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ ફરીને શૂન્યથી પાંચ વર્ષના ભૂલકાંઓને પોલિયો ટીપાં પીવડાવશે.

Polio Day :ગુજરાતમાં શૂન્યથી પાંચ વર્ષના 83.72 લાખ ભૂલકાંને પોલિયો ટીપાં પીવડાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રીએ પોલિયો વિરોધી રસીકરણનો પ્રારંભ કરાવ્યો
  • આરોગ્ય વિભાગ દ્વારા 1.33 લાખ આરોગ્ય કર્મચારીઓ સેવારત રહીને બાળકોને પોલિયો ટીપાં પીવડાવાશે
  • સમગ્ર રાજ્યમાં 23મી જૂનના રવિવારે પોલિયો રવિવાર તરીકે મનાવીને ઝુંબેશ હાથ ધરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'બાળ લકવા નાબૂદી અભિયાન-2024' અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે 23 જૂન 2024 અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણ અભિયાનનો ગાંધીનગરમાં મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાંઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી પ્રતીકાત્મક પ્રારંભ કરાવ્યો હતો.

શૂન્યથી પાંચ વર્ષના 83.72 લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 1.33 લાખ આરોગ્ય કર્મચારીઓ સેવારત રહીને રાજ્યના 33,489 પોલિયો બૂથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાશે. સમગ્ર રાજ્યમાં 23મી જૂનના રવિવારે પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હવે 24 અને 25મી જૂનના દિવસોએ આરોગ્ય કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ ફરીને શૂન્યથી પાંચ વર્ષના ભૂલકાંઓને પોલિયો ટીપાં પીવડાવશે.