Ahmedabad: વસ્ત્રાપુર તળાવમાં શ્વાન ભસવા લાગતા બાળકી દુષ્કર્મીના સકંજામાંથી બચી ગઈ

હોટેલમાં વાસણ ધોતા શખ્સે દુષ્કર્મના ઈરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કર્યુંસીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે 36 કલાકમાં આરોપીને ઝડપી લીધો શ્વાનોએ ભસવાનુ શરુ કરતા શખ્સ બાળકીને મૂકીને ફરાર થઇ ગયો હતો અમદાવાદમાં 20 દિવસમાં બીજી માસુમ બાળકી હેવાનોના હાથે પીંખાતા બચી ગઈ છે. શહેરના રાયખડમાં 4 વર્ષની બાળકીને દુષ્કર્મના ઈરાદે ઉઠાવી ગયા બાદ ઈરાદા સફળ ન થતા તેને કાલુપુરમાં તરછોડી દેવાઈ હતી ત્યારે આવી જ બીજી ઘટના વસ્ત્રાપુરમાં બની છે. જયાં 2 વર્ષની બાળકીને એક યુવકે ઉઠાવી જઈને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પણ શ્વાનના ભસવાથી આ યુવકના ઈરાદા સફળ ન થતા બાળકી બચી જવા પામી છે. વસ્ત્રાપુરના મેલડી માતાના મંદિર પાસેની ફૂટપાથ પર પરિવારજનો સાથે સુઇ રહેલી બે વર્ષીય બાળકીનું ગત,20 જૂનની રાત્રે અજાણ્યા શખ્સે અપહરણ કરીને દુષ્કર્મ આચરવા વસ્ત્રાપુર લેકના બગીચામાં લઇ ગયો હતો. જો કે ત્યાં શ્વાનોએ ભસવાનુ શરુ કરતા આ શખ્સ બાળકીને ત્યાં મૂકીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ, પરિવારજનો શોધખોળ કરતા બાળકી સહીસલામત હાલતમાં મળી આવી હતી. આ અંગે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધીને 36 કલાક સુધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડયો છે.ઝડપાયેલો આરોપી વિજય મંહતો ફાઇવસ્ટાર હોટલમાં વાસણ ધોવાનું કામકાજ કરતો હતો.ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં એક શખ્સ નજરે પડયો હતો પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ થતો ન હતો. બાદમાં લોકોની પૂછપરછમાં આરોપી ઝડપાઈ ગયો હતો. આરોપી બોડી લેંગ્વેન્જના આધારે આખરે ઝડપાયો બાદમાં આરોપીની બોર્ડીલેગ્વેજના આધારે 20 જેટલા શંકાસ્પદોને પકડીને પૂછપરછ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી નહતી. બાદમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાપુર લેકની આસપાસ દુકાનદારો, રિક્ષા ચાલકોની ફૂટેજ બતાવીને પૂછપરછ કરતા આરોપી સુધીનુ પગેરું મળ્યું હતુ. જેના આધારે વિજય મહંતો નામના યુવકને થલતેજના ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડયો હતો.

Ahmedabad: વસ્ત્રાપુર તળાવમાં શ્વાન ભસવા લાગતા બાળકી દુષ્કર્મીના સકંજામાંથી બચી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોટેલમાં વાસણ ધોતા શખ્સે દુષ્કર્મના ઈરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કર્યું
  • સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે 36 કલાકમાં આરોપીને ઝડપી લીધો
  • શ્વાનોએ ભસવાનુ શરુ કરતા શખ્સ બાળકીને મૂકીને ફરાર થઇ ગયો હતો

અમદાવાદમાં 20 દિવસમાં બીજી માસુમ બાળકી હેવાનોના હાથે પીંખાતા બચી ગઈ છે. શહેરના રાયખડમાં 4 વર્ષની બાળકીને દુષ્કર્મના ઈરાદે ઉઠાવી ગયા બાદ ઈરાદા સફળ ન થતા તેને કાલુપુરમાં તરછોડી દેવાઈ હતી ત્યારે આવી જ બીજી ઘટના વસ્ત્રાપુરમાં બની છે.

જયાં 2 વર્ષની બાળકીને એક યુવકે ઉઠાવી જઈને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પણ શ્વાનના ભસવાથી આ યુવકના ઈરાદા સફળ ન થતા બાળકી બચી જવા પામી છે. વસ્ત્રાપુરના મેલડી માતાના મંદિર પાસેની ફૂટપાથ પર પરિવારજનો સાથે સુઇ રહેલી બે વર્ષીય બાળકીનું ગત,20 જૂનની રાત્રે અજાણ્યા શખ્સે અપહરણ કરીને દુષ્કર્મ આચરવા વસ્ત્રાપુર લેકના બગીચામાં લઇ ગયો હતો. જો કે ત્યાં શ્વાનોએ ભસવાનુ શરુ કરતા આ શખ્સ બાળકીને ત્યાં મૂકીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ, પરિવારજનો શોધખોળ કરતા બાળકી સહીસલામત હાલતમાં મળી આવી હતી.

આ અંગે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધીને 36 કલાક સુધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડયો છે.ઝડપાયેલો આરોપી વિજય મંહતો ફાઇવસ્ટાર હોટલમાં વાસણ ધોવાનું કામકાજ કરતો હતો.ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી લેવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં એક શખ્સ નજરે પડયો હતો પરંતુ તેનો ચહેરો સ્પષ્ટ થતો ન હતો. બાદમાં લોકોની પૂછપરછમાં આરોપી ઝડપાઈ ગયો હતો.

આરોપી બોડી લેંગ્વેન્જના આધારે આખરે ઝડપાયો

બાદમાં આરોપીની બોર્ડીલેગ્વેજના આધારે 20 જેટલા શંકાસ્પદોને પકડીને પૂછપરછ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી નહતી. બાદમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચે વસ્ત્રાપુર લેકની આસપાસ દુકાનદારો, રિક્ષા ચાલકોની ફૂટેજ બતાવીને પૂછપરછ કરતા આરોપી સુધીનુ પગેરું મળ્યું હતુ. જેના આધારે વિજય મહંતો નામના યુવકને થલતેજના ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડયો હતો.