Gondalના EX MLA જયરાજસિંહ જાડેજાના પુત્રએ અપહરણ કરી માર મારતા નોંધાઈ ફરિયાદ

ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે નોંધાઈ ફરિયાદ અપહરણ અને માર માર્યાની ફરિયાદ જુનાગઢ પોલીસમાં નોંધાઈ ફરિયાદી સંજય સોલંકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ આરોપીને ઢોર માર માર્યો હતો.ફરિયાદી સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો,વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહેતા અપહરણ કરી માર મારી સંજય સોલંકીને ભેસાણ પાસે છોડી મૂકયો હતો.પોલીસે 10 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.શું કહેવું છે ફરિયાદીનું અમે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક કાર એકદમ સ્પીડમાં આવેલ અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી. જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મારો છોકરો મારી સાથે હતો જેથી મેં કહ્યું હતું કે, હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા કાર ચાલક અને તેની સાથે કાર અમારી પાછળ મારા ઘર પાસે આવી હતી.કારમાંથી આશરે દશેક માણસો નીચે ઉતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા તેવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો જે માણસને જોતા આ માણસ ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા હતા. મને માર માર્યો અને અપહરણ કર્યુ ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલ અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની કારમાં ધસી આવ્યા હતા અને અને મારા બાઈકને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખ્સોએ નીચે ઉતરી મને લોખંડના પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. તેમાંથી પણ માણસો નીચે ઉતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા. અપહરણનો નોંધાયો ગુનો ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જુનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Gondalના EX MLA જયરાજસિંહ જાડેજાના પુત્રએ અપહરણ કરી માર મારતા નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે નોંધાઈ ફરિયાદ
  • અપહરણ અને માર માર્યાની ફરિયાદ જુનાગઢ પોલીસમાં નોંધાઈ
  • ફરિયાદી સંજય સોલંકીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ NSUI પ્રમુખનું ત્રણ કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ આરોપીને ઢોર માર માર્યો હતો.ફરિયાદી સંજય સોલંકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો,વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહેતા અપહરણ કરી માર મારી સંજય સોલંકીને ભેસાણ પાસે છોડી મૂકયો હતો.પોલીસે 10 જેટલા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

શું કહેવું છે ફરિયાદીનું

અમે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક કાર એકદમ સ્પીડમાં આવેલ અને મારી નજીક પહોંચી બ્રેક મારી હતી. જેથી મેં કારચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મારો છોકરો મારી સાથે હતો જેથી મેં કહ્યું હતું કે, હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું. ત્યારબાદ હું મારી બાઈક લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો અને મારા ઘર પાસે પહોંચતા કાર ચાલક અને તેની સાથે કાર અમારી પાછળ મારા ઘર પાસે આવી હતી.કારમાંથી આશરે દશેક માણસો નીચે ઉતર્યા હતા અને મારી સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા તેવામાં મારા પિતા આવી ગયા હતા. આ કારમાં એક માણસ બેઠો હતો જે માણસને જોતા આ માણસ ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા હતા.


મને માર માર્યો અને અપહરણ કર્યુ

ગણેશ જાડેજાને મારા પિતા ઓળખતા હોવાથી અમારા વચ્ચે મારા પિતાએ સમાધાન કરાવેલ અને આ લોકો જતા રહ્યા હતા. ત્યારબાદ હું રાત્રિના સમયે મારા ઘર પાસેથી બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ લોકો ફરી પોતાની કારમાં ધસી આવ્યા હતા અને અને મારા બાઈકને ટક્કર મારી મને નીચે પછાડી દીધો હતો. કારમાંથી પાંચેક શખ્સોએ નીચે ઉતરી મને લોખંડના પાઈપ વડે મારવા લાગ્યા હતા. તેની પાછળ પણ બે કાર આવી હતી. તેમાંથી પણ માણસો નીચે ઉતર્યા હતા અને મને ઉપાડીને કારમાં બેસાડી દીધો હતો અને કારને ગોંડલ બાજુ લઈ ગયા હતા.

અપહરણનો નોંધાયો ગુનો

ગણેશ જાડેજા સહિતના 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારનું જુનાગઢમાંથી અપહરણ કરી ગોંડલ તરફ લઈ ગયા હતા. આરોપીઓ સામે એટ્રોસિટી, હત્યાનો પ્રયાસ, અપહરણ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી, એસઓજી સહિતની ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.