CBSE બોર્ડે પરીક્ષાની પેટર્ન બદલાશે, ગોખણપટ્ટી ચાલશે નહિ

CBSEની નવી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવશે મૂલ્યાંકન પ્રણાલીમાં ફેરફાર કરવા માટે CBSE એ આ પગલું ભર્યું CBSE નવી પરીક્ષા પદ્ધતિ 2025ના પ્રશ્નપત્રમાં ફેરફાર કરશે CBSE સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. જેમાં CBSE બોર્ડની પરીક્ષાની પદ્ધતિ બદલવા જઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ મૂલ્યાંકન પ્રણાલીમાં ફેરફાર કરવા માટે CBSE એ આ પગલું ભર્યું છે. જે હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 11 અને 12ના પેપરની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે CBSEની નવી પરીક્ષા પદ્ધતિમાં એવો ફેરફાર લાવી રહી છે જેમા વિદ્યાર્થીઓમાં ગોખીને યાદ કરવાની આદત લગભગ બિલકુલ જતી રહેશે. CBSE નવી પરીક્ષા પદ્ધતિ ધોરણ 11 અને 12માં શું બદલાશે! સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ CBSE નવી પરીક્ષા પદ્ધતિ 2025ના પ્રશ્નપત્રમાં આ પ્રમાણે પ્રશ્નો હશે. તેમાં CBSEએ બોર્ડની પરીક્ષાઓમાં બાળકોની વિશ્લેષણાત્મક ક્ષમતાની ચકાસણીના પ્રશ્નોની સંખ્યામાં વધારો કર્યો છે.તેમજ ગોખીને યાદ રાખવામાં આવતા જ્ઞાન આધારિત પ્રશ્નો ઓછા કરવામાં આવ્યા છે. તથા ધોરણ 11માં અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં MCQ પ્રશ્નો, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો, સોર્સ આધારિત ઈન્ટીગ્રેટેડ પ્રશ્નો અથવા અન્ય સમાન પ્રશ્નોનું વેઇટેજ 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે. આ સાથે 2024-25 શૈક્ષણિક સત્રમાં પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં ટૂંકા જવાબ/લાંબા જવાબના પ્રશ્નો 40% થી ઘટાડીને 30% કરવામાં આવ્યું છે.જો કે, પ્રતિભાવ પ્રકારના પ્રશ્નોનું વેઈટેજ પહેલાની જેમ 20 ટકા જેટલું જ રહેશે. CBSE ધોરણ 9 અને 10ની પદ્ધતિમાં શું બદલાયું. CBSE ધોરણ 9 અને 10ની વાત કરીએ તો આ બે ધોરણમાં વાર્ષિક પરીક્ષાઓ (થિયરી)ના પ્રશ્નપત્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CBSE બોર્ડે એક નોટિસમાં કહ્યું છે કે, 'બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખીને યાદ કરવાની સિસ્ટમને નાબૂદ કરવાનો છે. જેથી 21મી સદીના પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓમાં રચનાત્મક, સર્જનાત્મક, આલોચનાત્મક અને પદ્ધતિસરની વિચારસરણી વિકસીત કરવાવાળા શિક્ષણને પ્રોત્સાહન આપી શકે તેમજ તેમનો વિકાસ થઇ શકે.

CBSE બોર્ડે પરીક્ષાની પેટર્ન બદલાશે, ગોખણપટ્ટી ચાલશે નહિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CBSEની નવી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવશે
  • મૂલ્યાંકન પ્રણાલીમાં ફેરફાર કરવા માટે CBSE એ આ પગલું ભર્યું
  • CBSE નવી પરીક્ષા પદ્ધતિ 2025ના પ્રશ્નપત્રમાં ફેરફાર કરશે

CBSE સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. જેમાં CBSE બોર્ડની પરીક્ષાની પદ્ધતિ બદલવા જઈ રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ મૂલ્યાંકન પ્રણાલીમાં ફેરફાર કરવા માટે CBSE એ આ પગલું ભર્યું છે. જે હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 11 અને 12ના પેપરની પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. હવે CBSEની નવી પરીક્ષા પદ્ધતિમાં એવો ફેરફાર લાવી રહી છે જેમા વિદ્યાર્થીઓમાં ગોખીને યાદ કરવાની આદત લગભગ બિલકુલ જતી રહેશે.

CBSE નવી પરીક્ષા પદ્ધતિ ધોરણ 11 અને 12માં શું બદલાશે!

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ CBSE નવી પરીક્ષા પદ્ધતિ 2025ના પ્રશ્નપત્રમાં આ પ્રમાણે પ્રશ્નો હશે. તેમાં CBSEએ બોર્ડની પરીક્ષાઓમાં બાળકોની વિશ્લેષણાત્મક ક્ષમતાની ચકાસણીના પ્રશ્નોની સંખ્યામાં વધારો કર્યો છે.તેમજ ગોખીને યાદ રાખવામાં આવતા જ્ઞાન આધારિત પ્રશ્નો ઓછા કરવામાં આવ્યા છે. તથા ધોરણ 11માં અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં MCQ પ્રશ્નો, કેસ સ્ટડી આધારિત પ્રશ્નો, સોર્સ આધારિત ઈન્ટીગ્રેટેડ પ્રશ્નો અથવા અન્ય સમાન પ્રશ્નોનું વેઇટેજ 40 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે. આ સાથે 2024-25 શૈક્ષણિક સત્રમાં પરંપરાગત પરીક્ષા પદ્ધતિમાં ટૂંકા જવાબ/લાંબા જવાબના પ્રશ્નો 40% થી ઘટાડીને 30% કરવામાં આવ્યું છે.જો કે, પ્રતિભાવ પ્રકારના પ્રશ્નોનું વેઈટેજ પહેલાની જેમ 20 ટકા જેટલું જ રહેશે.

CBSE ધોરણ 9 અને 10ની પદ્ધતિમાં શું બદલાયું.

CBSE ધોરણ 9 અને 10ની વાત કરીએ તો આ બે ધોરણમાં વાર્ષિક પરીક્ષાઓ (થિયરી)ના પ્રશ્નપત્રોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. CBSE બોર્ડે એક નોટિસમાં કહ્યું છે કે, 'બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખીને યાદ કરવાની સિસ્ટમને નાબૂદ કરવાનો છે. જેથી 21મી સદીના પડકારોનો સામનો કરવા વિદ્યાર્થીઓમાં રચનાત્મક, સર્જનાત્મક, આલોચનાત્મક અને પદ્ધતિસરની વિચારસરણી વિકસીત કરવાવાળા શિક્ષણને પ્રોત્સાહન આપી શકે તેમજ તેમનો વિકાસ થઇ શકે.