Heat wave: રાજ્યમાં ગરમીથી નહીં મળે રાહત,અમદાવાદમાં બે દિવસનું રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર ગાંધીનગર, અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટરાજ્યમાં ગરમીથી 5 દિવસ નહીં મળે રાહત, અમદાવાદમાં બે દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટ. સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી. આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય થશે ઘટાડો કયા શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ રાજયમાં વધતી જતી ગરમીની અસર મોટાભાગના જીલ્લામાં પડી રહી છે જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર,રાજકોટ, જુનાગઢ, બનાસકાંઠા,પાટણ,મહેસાણા, ગાંધીનગર,આણંદ,સુરત, ભાવનગર. રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છ,પોરબંદર,વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે, જયારે અમરેલી,સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર ગાંધીનગર, અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટ હવે દિવસે નહી પણ રાત્રે લૂ જેવા પવનોની અસર રાજયમાં ગરમીની પેટર્ન હવે બદલાઈ રહી છે જયાં સૌથી ઓછી ગરમી નોધાતી હતી ત્યાં પણ પારો ઉંચે જઈ રહ્યો છે અને ગરમીની અસર હવે રાત્રે પણ અનુભવાઈ રહી છે હાલમાં ગરમીના કારણે ગભરામણ,હદયરોગ, અસ્થમાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 2 દિવસમાં રાજયમાં 13 લોકોના ગરમીથી મોત થયા છે. હીટવેવની સ્થિતિમાં સામાન્ય રીતે 1 થી 4 સુધી બહાર ન નીકળવા તબીબો સલાહ આપે છે પણ હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા સુધી પણ બહાર ન નીકળવાની નોબત આવી છે જેમાં અમદાવાદ,વડોદરા સહિતના શહેરીજનોની સ્થિતિ છે.રાતે પણ બપોરે ફુંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે જેના કારણે હીટસ્ટ્રોકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. 2016માં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોચ્યો હતો સામાન્ય રીતે મે અને જુન મહિનામાં રાજયમાં આકાશમાંથી અગનવર્ષા થતી જ રહે છે પણ 20-05-2016માં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોચ્યો હતો. હાલમાં અમદાવાદ સહિતના શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે જેમાં ગરમીનો પારો 46 ડીગ્રીને પાર જવાની આગાહી છે. 2022માં પણ મે માસમાં 45.8 ડીગ્રી અને 13 મે 2023માં 44.7 ડીગ્રી ગરમી નોધાઈ હતી.ગરમીની લોકો પર વિપરિત અસર  ગુજરાતમાં પડી રહેલી તીવ્ર ગરમીની લોકો પર વિપરિત અસર પડી રહી છે. આવનારા દિવસોમાં પારો હવે 46ને પાર થવાની આગાહી છે ત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોની મોટી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. જેને કારણે ઝાડા ઉલ્ટી, ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, સ્કીન ડીસીઝ, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં વધારો થઈ રહ્યો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા હવે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડીગ્રીનો પાર થતા હાલ આ ઈન્ડેક્સ 10ની આસપાસ જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે તેને લઈને આ યુવી ઈન્ડેક્સ 12ની આસપાસ પહોંચે તેવી શકયતાઓ છે.

Heat wave: રાજ્યમાં ગરમીથી નહીં મળે રાહત,અમદાવાદમાં બે દિવસનું રેડ એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી
  • ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર
  • ગાંધીનગર, અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટ

રાજ્યમાં ગરમીથી 5 દિવસ નહીં મળે રાહત, અમદાવાદમાં બે દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટ. સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી. આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય થશે ઘટાડો

કયા શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ

રાજયમાં વધતી જતી ગરમીની અસર મોટાભાગના જીલ્લામાં પડી રહી છે જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર,રાજકોટ, જુનાગઢ, બનાસકાંઠા,પાટણ,મહેસાણા, ગાંધીનગર,આણંદ,સુરત, ભાવનગર. રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છ,પોરબંદર,વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે, જયારે અમરેલી,સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર ગાંધીનગર, અમદાવાદમાં રહેશે વોર્મ નાઈટ

હવે દિવસે નહી પણ રાત્રે લૂ જેવા પવનોની અસર

રાજયમાં ગરમીની પેટર્ન હવે બદલાઈ રહી છે જયાં સૌથી ઓછી ગરમી નોધાતી હતી ત્યાં પણ પારો ઉંચે જઈ રહ્યો છે અને ગરમીની અસર હવે રાત્રે પણ અનુભવાઈ રહી છે હાલમાં ગરમીના કારણે ગભરામણ,હદયરોગ, અસ્થમાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. 2 દિવસમાં રાજયમાં 13 લોકોના ગરમીથી મોત થયા છે. હીટવેવની સ્થિતિમાં સામાન્ય રીતે 1 થી 4 સુધી બહાર ન નીકળવા તબીબો સલાહ આપે છે પણ હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા સુધી પણ બહાર ન નીકળવાની નોબત આવી છે જેમાં અમદાવાદ,વડોદરા સહિતના શહેરીજનોની સ્થિતિ છે.રાતે પણ બપોરે ફુંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે જેના કારણે હીટસ્ટ્રોકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.

2016માં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોચ્યો હતો

સામાન્ય રીતે મે અને જુન મહિનામાં રાજયમાં આકાશમાંથી અગનવર્ષા થતી જ રહે છે પણ 20-05-2016માં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોચ્યો હતો. હાલમાં અમદાવાદ સહિતના શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે જેમાં ગરમીનો પારો 46 ડીગ્રીને પાર જવાની આગાહી છે. 2022માં પણ મે માસમાં 45.8 ડીગ્રી અને 13 મે 2023માં 44.7 ડીગ્રી ગરમી નોધાઈ હતી.

ગરમીની લોકો પર વિપરિત અસર 

ગુજરાતમાં પડી રહેલી તીવ્ર ગરમીની લોકો પર વિપરિત અસર પડી રહી છે. આવનારા દિવસોમાં પારો હવે 46ને પાર થવાની આગાહી છે ત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણોની મોટી અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. જેને કારણે ઝાડા ઉલ્ટી, ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, સ્કીન ડીસીઝ, હાર્ટ એટેક અને સન બર્નના કેસમાં વધારો થઈ રહ્યો છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા માપવા હવે યુવી ઈન્ડેક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો 45 ડીગ્રીનો પાર થતા હાલ આ ઈન્ડેક્સ 10ની આસપાસ જોવા મળી રહી છે. જે રીતે હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે તેને લઈને આ યુવી ઈન્ડેક્સ 12ની આસપાસ પહોંચે તેવી શકયતાઓ છે.