Rajkot Breaking: 4 જૂને નહીં નીકળે ભાજપનું વિજય સરઘસ, પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય

રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપનો નિર્ણયપરિણામ બાદ વિજય સરઘસ ના કાઢવા નિર્ણય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપી સૂચના રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિર્ણય લઈને રાજકોટ જિલ્લા ભાજપના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે આગામી 4 જૂનના રોજ જાહેર થનાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ શહેરમાં વિજયી સરઘસ નહિ કાઢવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગત 25 મેના રોજ રાજકોટમાં આવેલ TRP ગેમઝોનમાં લાગેલ ભીષણ આગમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. જેને લઈને સમગ્ર રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને હજુ માંડ એક મહિનો થયો છે. ત્યારે, આગામી 4 જૂનના રોજ લોક સભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને રત્નાકરની રાજકોટ જિલ્લા હોદ્દેદાર અને મનપાનાં હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતગણતરી કેન્દ્રી ખાતે વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે સાથે, રાજકોટ કરુણાંતિકામાં મોતને ભેટેલા લોકોના શોકમગ્ન પરિવારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં વિજયી સરઘસ ન કાઢવા માટે સૂચના આપવામાં આવી છે.

Rajkot Breaking: 4 જૂને નહીં નીકળે ભાજપનું વિજય સરઘસ, પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપનો નિર્ણય
  • પરિણામ બાદ વિજય સરઘસ ના કાઢવા નિર્ણય
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપી સૂચના

રાજકોટ અગ્નિકાંડને લઈને ભાજપ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા નિર્ણય લઈને રાજકોટ જિલ્લા ભાજપના કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે આગામી 4 જૂનના રોજ જાહેર થનાર લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ શહેરમાં વિજયી સરઘસ નહિ કાઢવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ગત 25 મેના રોજ રાજકોટમાં આવેલ TRP ગેમઝોનમાં લાગેલ ભીષણ આગમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. જેને લઈને સમગ્ર રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને હજુ માંડ એક મહિનો થયો છે. ત્યારે, આગામી 4 જૂનના રોજ લોક સભા ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને રત્નાકરની રાજકોટ જિલ્લા હોદ્દેદાર અને મનપાનાં હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મતગણતરી કેન્દ્રી ખાતે વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે સાથે, રાજકોટ કરુણાંતિકામાં મોતને ભેટેલા લોકોના શોકમગ્ન પરિવારોની લાગણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં વિજયી સરઘસ ન કાઢવા માટે સૂચના આપવામાં આવી છે.