Jamnagar મહાનગર પાલિકા હસ્તકની 50% શાળાઓમાં ફાયરની NOC નથી

રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે શહેરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરાઇ જામનગર શહેરમાં મહાનગર પાલિકા હસ્તકની 40 જેટ્લી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાંથી 50 % શાળાઓમાં ફાયરની NOC નથી. રાજકોટની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.આજે જામનગર શહેરમાં કોઈપણ લાયસન્સ ના હોય તેવા સંચાલકો સામે લાલ આંખ કરી હોટલ રેસ્ટોરન્ટ સીલ કર્યું છે ત્યારે ખુદ કોર્પોરેશનની શાળામાં આ બેદરકારી સામે શું પગલાં લેવાશે તેવી ચારે કોર ચર્ચા થઇ રહી છે. રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કોર્પોરેશન દ્વારા આ બાબતે આગળ કાર્યવહી શરુ કરી છે અને શહેરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી શરુ કરી છે. તો બીજી તરફ સંદેશ ન્યૂઝ દ્વારા શહેરમાં જામનગર મહાનગર પાલિકા હસ્તકની કેટલીક શાળાઓમાં તપાસ કરવામાં આવતા 40% શાળાઓમાં ફાયર સિસ્ટમ નથી અને કયાંક ફાયરની NOC નથી ત્યારે આ બાબતે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ વાલીઓમાં ઉઠી રહયો છે. જોકે આ બાબતે તમામ કોર્પોરેશનના લગતા અધિકારીને જાણ કરી આગળ કાર્યવહી કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે બીજી તરફ જામનગર શહેરમાં નગર પાર્થમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 જેટલી શાળાઓ છે આ સાથે જ જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે. શહેરમાં તેમજ જિલ્લામાં ઘણા સ્થળોએ વારંવાર આગ લાગવાના બનાવ બનવા પામે છે. તેમાય શાળા,કોલેજ, ક્લાસીસ જેવા સ્થળોએ આગ લાગે એ કેવી કરૂણ સ્થિતિ સર્જાય છે તે સમજી શકાય છે. શહેરમાં ઘણી શાળાઓમાં માત્ર ફાયર એકસ્ટીગ્યુસર એટલે કે લાલ ડબલા રાખીને સંતોષ માની લેવાય છે તેમાં શું છે એ પણ કોઈને ખબર હોતી નથી. ખરેખર ફાયર એલાર્મ ફાયર હાઇડીંગ વોટર લાઇન તેમજ એકસ્ટીગ્યુસર સહિતની ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવાની હોય છે, તેમજ તે કેમ ચલાવવી તેની સ્ટાફને તાલીમ પણ આપવાની હોય છે. અને ફીલઅપ તથા રીન્યુ પણ કરાવાની હોય છે માત્ર દેખાવ પુરતી વ્યવસ્થા ચાલે નહિ તેમાં પણ શાળા જેવા સ્થળે તો ફાયર સેફટી માટે બાંધછોડ ચલાવી જ ન લેવાય માટે હવે તંત્ર શું પગલા લે છે અને શાળાઓ કેવી ગંભીરતા લે છે તે જોવાનુ છે.

Jamnagar મહાનગર પાલિકા હસ્તકની 50% શાળાઓમાં ફાયરની NOC નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ
  • જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે
  • શહેરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરાઇ

જામનગર શહેરમાં મહાનગર પાલિકા હસ્તકની 40 જેટ્લી શાળાઓ આવેલી છે. આ શાળાઓમાંથી 50 % શાળાઓમાં ફાયરની NOC નથી. રાજકોટની ગોઝારી ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે.આજે જામનગર શહેરમાં કોઈપણ લાયસન્સ ના હોય તેવા સંચાલકો સામે લાલ આંખ કરી હોટલ રેસ્ટોરન્ટ સીલ કર્યું છે ત્યારે ખુદ કોર્પોરેશનની શાળામાં આ બેદરકારી સામે શું પગલાં લેવાશે તેવી ચારે કોર ચર્ચા થઇ રહી છે.

રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ

રાજકોટની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર એલર્ટ થયું છે. કોર્પોરેશન દ્વારા આ બાબતે આગળ કાર્યવહી શરુ કરી છે અને શહેરમાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ચાલતી હોટલ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી શરુ કરી છે. તો બીજી તરફ સંદેશ ન્યૂઝ દ્વારા શહેરમાં જામનગર મહાનગર પાલિકા હસ્તકની કેટલીક શાળાઓમાં તપાસ કરવામાં આવતા 40% શાળાઓમાં ફાયર સિસ્ટમ નથી અને કયાંક ફાયરની NOC નથી ત્યારે આ બાબતે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ વાલીઓમાં ઉઠી રહયો છે. જોકે આ બાબતે તમામ કોર્પોરેશનના લગતા અધિકારીને જાણ કરી આગળ કાર્યવહી કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે

બીજી તરફ જામનગર શહેરમાં નગર પાર્થમિક શિક્ષણ સમિતિ હસ્તકની 44 જેટલી શાળાઓ છે આ સાથે જ જિલ્લામાં સરકારી અને ખાનગી 300 જેટ્લી શાળાઓ ધમધમી રહી છે. શહેરમાં તેમજ જિલ્લામાં ઘણા સ્થળોએ વારંવાર આગ લાગવાના બનાવ બનવા પામે છે. તેમાય શાળા,કોલેજ, ક્લાસીસ જેવા સ્થળોએ આગ લાગે એ કેવી કરૂણ સ્થિતિ સર્જાય છે તે સમજી શકાય છે. શહેરમાં ઘણી શાળાઓમાં માત્ર ફાયર એકસ્ટીગ્યુસર એટલે કે લાલ ડબલા રાખીને સંતોષ માની લેવાય છે તેમાં શું છે એ પણ કોઈને ખબર હોતી નથી. ખરેખર ફાયર એલાર્મ ફાયર હાઇડીંગ વોટર લાઇન તેમજ એકસ્ટીગ્યુસર સહિતની ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવાની હોય છે, તેમજ તે કેમ ચલાવવી તેની સ્ટાફને તાલીમ પણ આપવાની હોય છે. અને ફીલઅપ તથા રીન્યુ પણ કરાવાની હોય છે માત્ર દેખાવ પુરતી વ્યવસ્થા ચાલે નહિ તેમાં પણ શાળા જેવા સ્થળે તો ફાયર સેફટી માટે બાંધછોડ ચલાવી જ ન લેવાય માટે હવે તંત્ર શું પગલા લે છે અને શાળાઓ કેવી ગંભીરતા લે છે તે જોવાનુ છે.