Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે મામલો

સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીકને કરાયા બરતરફમહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની કરાઈ હતી ફરિયાદ સમાજવિદ્યા ભવનમાં જ ફરજ બજાવે છે મહિલા અધ્યાપિકા ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાંક સમયથી વિવાદોમાં અને ચર્ચાઓમાં રહ્યા કરે છે ત્યારે વધુ એક વિવાદને લઈને ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં છે. મહિલા અધ્યાપક દ્વારા કરવામાં આવેલ માનસિક અને જાતીય સતામણીની ફરિયાદને લઈને ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. મહિલા અધ્યાપક દ્વારા સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીક વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુકેશ ખટીક સામે મહિલા અધ્યાપકે માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં EC અને BOM ની બેઠક મળી હતી. બેઠક બાદ, સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે જ્યુડીસિયલ તપાસમાં મુકેશ ખટીક પર લાગેલ આક્ષેપ સાચા પુરવાર થતાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલા અધ્યાપક સમાજવિદ્યા ભવનમાં જ ફરજ બજાવે છે અને છેલ્લા કેટલાય સમયથી મુકેશ ખટીક દ્વારા કરવામાં આવતા માનસિક અને જાતીય સતામણીનો ભોગ બની રહી હતી.અન્ય એક પ્રોફેસરને શો-કોઝ નોટિસ  તો બીજી બાજુ, ગૂજરાત યુનિવર્સિટી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં 17 કરોડના કૌભાડ મામલે કો ઓર્ડીનેટર કમલજીત લખતરિયાને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા 10 દિવસમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નોલેજ પાર્ટનર સાથે મળીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ, જાણો શું છે મામલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીકને કરાયા બરતરફ
  • મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની કરાઈ હતી ફરિયાદ
  • સમાજવિદ્યા ભવનમાં જ ફરજ બજાવે છે મહિલા અધ્યાપિકા

ગુજરાત યુનિવર્સિટી છેલ્લા કેટલાંક સમયથી વિવાદોમાં અને ચર્ચાઓમાં રહ્યા કરે છે ત્યારે વધુ એક વિવાદને લઈને ગુજરાત યુનિવર્સિટી ચર્ચામાં છે. મહિલા અધ્યાપક દ્વારા કરવામાં આવેલ માનસિક અને જાતીય સતામણીની ફરિયાદને લઈને ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીના એક મહિલા અધ્યાપક દ્વારા માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. મહિલા અધ્યાપક દ્વારા સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીક વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુકેશ ખટીક સામે મહિલા અધ્યાપકે માનસિક ત્રાસ અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ ફરિયાદને લઈને આજે ગુજરાત યુનિવર્સિટીમાં EC અને BOM ની બેઠક મળી હતી.

બેઠક બાદ, સમાજવિદ્યા ભવનનાં અધ્યાપક મુકેશ ખટીકને બરતરફ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે જ્યુડીસિયલ તપાસમાં મુકેશ ખટીક પર લાગેલ આક્ષેપ સાચા પુરવાર થતાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલા અધ્યાપક સમાજવિદ્યા ભવનમાં જ ફરજ બજાવે છે અને છેલ્લા કેટલાય સમયથી મુકેશ ખટીક દ્વારા કરવામાં આવતા માનસિક અને જાતીય સતામણીનો ભોગ બની રહી હતી.

અન્ય એક પ્રોફેસરને શો-કોઝ નોટિસ 

તો બીજી બાજુ, ગૂજરાત યુનિવર્સિટી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં 17 કરોડના કૌભાડ મામલે કો ઓર્ડીનેટર કમલજીત લખતરિયાને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા 10 દિવસમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે નોલેજ પાર્ટનર સાથે મળીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.