Kheda News: કણજરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 3 ઘાયલ

કણજરી ગામના આઝાદ ચોક પાસેની ઘટનાજૂથ અથડામણમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બપોરે થયેલી મારામારીની અદાવતમાં થયો હુમલો ખેડા જિલ્લાના કણજરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. એક જ કોમના બે જૂથો આમને સામને આવી ગયા હતા જેમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કણજરી ગામે મુસ્લિમ અને રાણા ગરાસીયા એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી તથા નાશ ભાગ મચી ગઈ હતી. કંજરીના રામજી મંદિર સામે આવેલ એક ચાલીમાં રહેતા યુવક પર અચાનક ચપ્પુ અને લાઠી, દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બપોરના સમયે ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. જોકે, ત્યારબાદ સાંજે અચાનક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બંને જૂથો આમને સામે આવી ગયા હતા. બંને જૂથો દ્વારા એક બીજા પર કરવામાં આવેલ ઘાતકી હુમલામાં ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. એક વ્યક્તિને કમરના ભાગે ચપ્પુ વાગતા તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અન્ય બે લોકોને કંજરી પાસે આવેલ કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા ટોળુ વિખેરાઈ ગયુ હતું. હાલ તો વડતાલ અને ચકલાસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો અને તપાસ શરૂ કરી છે.

Kheda News: કણજરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 3 ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કણજરી ગામના આઝાદ ચોક પાસેની ઘટના
  • જૂથ અથડામણમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • બપોરે થયેલી મારામારીની અદાવતમાં થયો હુમલો

ખેડા જિલ્લાના કણજરી ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. એક જ કોમના બે જૂથો આમને સામને આવી ગયા હતા જેમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના કણજરી ગામે મુસ્લિમ અને રાણા ગરાસીયા એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી તથા નાશ ભાગ મચી ગઈ હતી. કંજરીના રામજી મંદિર સામે આવેલ એક ચાલીમાં રહેતા યુવક પર અચાનક ચપ્પુ અને લાઠી, દંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બપોરના સમયે ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું.

જોકે, ત્યારબાદ સાંજે અચાનક ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બંને જૂથો આમને સામે આવી ગયા હતા. બંને જૂથો દ્વારા એક બીજા પર કરવામાં આવેલ ઘાતકી હુમલામાં ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. એક વ્યક્તિને કમરના ભાગે ચપ્પુ વાગતા તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અન્ય બે લોકોને કંજરી પાસે આવેલ કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા ટોળુ વિખેરાઈ ગયુ હતું. હાલ તો વડતાલ અને ચકલાસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો અને તપાસ શરૂ કરી છે.