Ahmedabad News: શાળાઓ બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી શાળાઓ બાદ અમદાવાદ એરપોર્ટને મળી ધમકી એરપોર્ટને ઈ-મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકીઅમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજરોજ બપોરના સમયે અજાણ્યા ઇ-મેઇલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે (12મી મે) બપોરે અજાણ્યો અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. દિલ્હીની બે હોસ્પિટલ, IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો મળ્યો ઈમેલ દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, 'હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી અંગે એક ઈમેલ મળ્યો હતો. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે.જો કે, હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.' આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે એરપોર્ટ પર તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એક જ ઈમેલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.

Ahmedabad News: શાળાઓ બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
  • શાળાઓ બાદ અમદાવાદ એરપોર્ટને મળી ધમકી
  • એરપોર્ટને ઈ-મેઈલ પર બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

અમદાવાદની સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજરોજ બપોરના સમયે અજાણ્યા ઇ-મેઇલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે (12મી મે) બપોરે અજાણ્યો અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા.

દિલ્હીની બે હોસ્પિટલ, IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો મળ્યો ઈમેલ 

દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, 'હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી અંગે એક ઈમેલ મળ્યો હતો. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે.

જો કે, હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.' આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે એરપોર્ટ પર તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એક જ ઈમેલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.